વસૂલાત સામે મનાઈ માટે માર્ગદર્શિકા

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
વસૂલાત સામે મનાઈ માટે માર્ગદર્શિકા 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ ખૂબ જ બધી અપીલો ટ્રીબ્યૂનલની રચના માટે રાહ જોઈ રહી છે. સરકાર દ્વારા હવે GSTની ટ્રીબ્યૂનલની રચના કરવા માટે ચોક્કસ પગલા લઈ લીધા છે. અને કેટલી બેન્ચ બનશે તેમ પણ જાહેરનામા દ્વારા ઘોષણા કરી દીધી. 

GSTકાયદા હેઠળ પ્રથમ અપીલ તથા ટ્રીબ્યૂનલ સમક્ષ અપીલ કરતી વખતે પ્રિ-ડિપોઝીટ કર્યા વગર અપીલ દાખલ કરી શકાતી નથી. ટ્રીબ્યૂનલની રચના કરવામાં વિલંબના લીધે ખાતાના અધિકારીઓ દ્વારા વસુલાત હાથ ધરવામાં આવતી કે પ્રથમ અપીલનો નિકાલ થઈ ગયો હોવાથી હવે ડિમાન્ડ સમક્ષ સ્ટે પૂરો થઈ ગયો ગણાય. 

આવી કફોડી હાલતમાં અરજદાર ટ્રીબ્યૂનલની રચના થઈ ના હોય, અપીલ પણ થઈ ના હોય તો પણ DRCO3વડે ટ્રીબ્યૂનલ માટેની અપીલનુ પ્રાથમિક ભરણુ કરી શક્શે. વસુલાતની કાર્યવાહી અટકાવવા માટે આ વિશે સરકાર દ્વારા તારીખ ૧૧.૦૭.૨૦૨૪ ના રોજ પરિપત્ર નંબર ૨૨૪/૧૮/૨૦૨૪-  GST ચોખવટ કરવામાં આવી છે. જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

વસુલાત ક્યારે અટકશે ?

અરજદારે ઇલેક્ટ્રોનિક લાયબલીટી રજીસ્ટરમાં જઈને આવી. ઉપસ્થિત થયેલ ડિમાન્ડ જવાનું થાય, જે તે સંલગ્ન આદેશ પસંદ કરવાનો થાય અને તે આદેશની સામે ચૂકવણું કરવાનું રહેશે. આ રકમ ચૂકવ્યા બાદ લાયબલીટી રજીસ્ટરમાં રકમ ઓછી થઈ જશે. ત્યારબાદ અરજદારે જે તે ક્ષેત્રફળના અધિકારીને બાંહેધરી આપવાની રહેશે કે તેઓ જ્યારે પણ ટ્રીબ્યૂનલની રચના કરવામાં આવશે તે વખતે નિયત સમયમાં અપીલ દાખલ કરી દેશે અને જે રકમ તેઓ ગણીને સ્ટે માગવાનો રહેશે. આવા સંજોગોમાં વસુલાતને અટકાવવામાં આવશે.

વસૂલાત ક્યારે કરશે ?

જે કિસ્સામાં અરજદાર દ્વારા બાંહેધરી અથવા તો પ્રાથમિક ભરણુ કરવામાં નહીં આવે તે કિસ્સામાં એવું માની લેવામાં આવશે કે તેમને અપીલ કરવી નથી. આવા સંજોગોમાં વસૂલાત કરવામાં આવશે.

DRC 03થી ભરેલ રકમ

જે કિસ્સામાં DRC03 અન્વયે પ્રાથમિક ભરણુ ચૂકવવામાં આવેલું હશે તેવા કિસ્સામાં નોટીફીકેશન નં ૧૨/૨૦૨૪. સેન્ટ્રલ ટેક્ષ પ્રમાણે રાહત મળશે અને જ્યારે DRC03Aની સવલત ચાલુ થાય તે સમયે તે ભરવાનું થાય અને જે તારીખે DRCO3 ભર્યું હશે. તે તારીખ ચૂકવાણી તારીખ ગણાશે. જે કિસ્સામાં DRCO3ભર્યા બાદ ખાતા દ્વારા DRCO5 આપી સરભર કરેલ હોય ત્યારે DRCO3A ભરીને પ્રાથમિક ભરણા તરીકે આ રકમ સરભર થઈ શક્શે નહીં.


Google NewsGoogle News