ઓનલાઇન ગેમીંગ પર 28 ટકા ટેક્ષ માટે સરકાર સજ્જ
ઓનલાઇન ગેમીંગ, હોર્સ રેસીંગ અને કેસિનો પર ૨૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ (GST) લેવા એક ઓક્ટોબરથી સરકાર સજ્જ બની છે. કાઉન્સીલની ૫૧મી બેઠકમાં ૨૮ ટકા જીએસટી લેવાનો નિર્ણય કરાયો હતો અને તે સામેના વાંધાની ચર્ચા છ મહિના પછી થઇ શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ઇન્કમટેક્ષના ચેરમેન સંજય કુમાર અગ્રવાલે વેપારી સંગઠન ફિકિકમાં જ્યારે આ બાબતે કહ્યું ત્યારે જીએસટી સત્તાવાળાઓ અને ગેમીંગ ઇન્ડસ્ટ્રી વચ્ચે અનેક કોર્ટ કેસો ચાલી રહ્યા છે. ગેમ્સક્રાફ્ટ પરનો ૨૧,૦૦૦ કરોડના કેસ પર કર્ણાટકની હાઇકોર્ટે આપેલા જીએસટી કાઉન્સીલ વિરૂધ્ધના ચુકાદા સામે કાઉન્સીલ સુપ્રીમમાં ગઇ છે.
ન્યૂઝિલેન્ડમાં હવે સ્ટડી સાથે જોબ થઇ શકશે
ન્યૂઝિલેન્ડ સ્ટુડન્ટના અભ્યાસ બાબતે મોટા ફેરફારો તરફ આગળ વધી રહ્યું છે. સ્ટુડન્ટે વિઝા મેળવવા માટે ફૂલ ટાઇમ ભણવું પડતું હતું પરંતુ હવે સ્ટડી સાથે જોબ પણ થઇ શકે તે બાબતે વિચારાઇ રહ્યું છે. સ્કીલ્ડ માઇગ્રેન્ટ કેટેગરી રેસીડેન્ટ વિઝાને અપડેટ કરાયા છે જેના કારણે સ્ટુડન્ટ ભણવાની સાથે કામ પણ કરી શકશે. આ ફેરફાર ૯ ઓક્ટોબરથી આવી રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ ન્યૂઝિલેન્ડ જઇને ભણવાની સાથે જોબ કરવા ઇચ્છતા હોય છે. આ નિર્ણયથી ભારતના હજારો વિધ્યાર્થીઓને લાભ થશે.
દશ વર્ષમાં ૨૬૧૩ પેટન્ટ
ચંદીગઢ યુનિવર્સિટીએ માત્ર દશ વર્ષમાં ૨૬૧૩ પેટન્ટ ફાઇલ કરી છે.પેટન્ટ કરાવનારાઓેએ પડકારજનક સામાજીક સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સહાય કરી છે. ક્વોલિટી એજ્યુકેશન, ઇનોવેશન અને રિસર્ચને પ્રાધાન્ય આપવાના કારણે પેટન્ટની માત્રા વધી છે. આ યુનિવર્સિટી દર વર્ષે નવા ગોલ નક્કી કરે છે અને પછી તેને સિધ્ધ કરવા સખત પ્રયાસો શરૂ કરે છે. આવા કિસ્સામાં ફિલ્ડ રિસર્ચ વધુ પરિણામ આપે છે.
સેલિબ્રીટી બેઠા બેઠા કમાય છે
બોલિવૂડ અને ક્રિકેટ સેલિબ્રીટી તેમને મળેલી લોકપ્રિયતાનો વિવિધ રીતે લાભ ઉઠાવતા હોય છે. જાહેરખબરો ઉપરાંત આ લોકોના સોશ્યલ નેટવર્ક પર પણ લાખો ફોલોઅર્સ છે. તેમના આ ફોલોઅર્સ તેમની પોસ્ટની ટાંપીને રાહ જોતા હોય છે. જેમકે વિરાટ કોહલીની વાત કરીયે તો લીન્કડીન પર તેના ૨૫૮ મિલીયન ફોલોઅર્સ છે કહે છે કે લીંકડીન પર પોસ્ટ મુકીને તે ૨થી ૩ કરોડ રૂપિયા બેઠા બેઠા કમાઇ લે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપ્રા ૮૯ મિલીયન ફોલોઅર્સ છે અને ૨ કરોડ કમાઇ લે છે, કેટ્રીનાના ૭૬ મિલીયન ફોલોઅર્સ છે તે ૧ કરોડ કમાય છે, આલિયા ભટ્ટના ૭૯.૪ મિલીયન ફોલોઅર્સ છે. તે પોસ્ટ મુકીને બે કરોડ કમાઇ લે છે. દિપીકા પદૂકોણના ૭૫.૭ મિલીયન ફોલોઅર્સ છે તે પણ ૨ કરોડ કમાય છે. આ કમાણી માટે નથી તો તેમને એેક્ટીંગ કરવાની કે નથી તો કોઇ સેકસી સીન આપવાના..
નામાંકિત બિઝનેસમેન આનંદ મહેન્દ્રની બે દિકરીઓ
નામાંકિત બિઝનેસમેન અને સોશ્યલ નેટવર્ક પર એક્ટીવ મહેન્દ્ર ગૃપના ચેરમેન આનંદ મહેન્દ્રએ પોતાના ફેમિલી વિશે બહુ પ્રચાર નથી કર્યો. પરંતુ હવે વિગતો બહાર આવવા લાગી છે. અહેવાલો અનુસાર ૨.૬ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા આનંદ મહેન્દ્રએ પત્રકાર અનુરાધા સાથે લગ્ન કર્યા હતા. તેમને દિવ્યા અને આલિકા નામની બે દિકરીઓ છે. તેમની પત્ની અનુરાધા વર્વ નામનું મેગેઝીન ચલાવતા હતા. તે પુરૂષોેે માટેનું મેગઝીન છે અને અનુરાધા તેના તંત્રી છે. એક દિકરી દિવ્યા હાલમાં તેની મમ્મીના મેગેઝિન સાથે જોડાયેલી છે તેણે ન્યૂયોર્ક ખાતે મૂળ મેક્સિકન એવા જ્યોર્જ સાથે લગ્ન કર્યા છે. બીજી દિકરી આલિકાએ ફ્રાન્સના નાગરિક સાથે લગ્ન કર્યા છે.
10 વર્ષની ઉંમરે યુટયુબર બનેલા પાસે ૪૦ મિલીયન સબસ્ક્રાઇબર્સ
૧૦ વર્ષની ઉંમરે યુટયુબ પર પોતાનું પ્લેટફોર્મ ઉભું કરનાર અજય નાગર પોતે કેરી મિનાટી તરીકે ઓળખાય છે. દાયકા જુની તેમની કારકિર્દીમાં આજે તેમના ૪૦ મિલીયન સબસ્ક્રાઇબર છે. એડિક્ટેડ એ૧ વડીયો ગેમ અપલોડ કરતા હતા. યુ ટયુબ પર જે લોકો વિડિયોગેમ ફોેલો કરતા હતા તે લોકો માટે અજય નાગર બહુ પ્રિય હતા. ૧૨ જુન ૧૯૯૯માં જન્મેલા અજય નાગરે તેમનો પહેલો ગેમ વિડીયો ફૂટબોલ પરનો મુક્યો હતો. અહેવાલો અનુસાર તેની નેટવર્થ ૩૨ કરોડ રૂપિયાની છે. જે યુ ટયુબમાંથી કમાયેલી છે. ૨૦૧૯માં ટાઇમ મેગેઝીને ક્રિયેટીવ કેરીયર ઉભી કરનારા વિશ્વના ટોપ ૧૦માં તેને સ્થાન આપ્યું હતું.
મુંબઇ vs હૈદ્રાબાદ vs બેંગલૂરૂ vs દિલ્હી vs પૂણે
દેશના ટોપના સાત શહેરોમાં આર્થિક ક્ષેત્રના ત્રીજા તબક્કામાં ૧,૧૬,૨૨૦ મિલ્કતો વેચાઇ છે જે સંખ્યા ૨૦૨૨માં ૯૩,૪૯૦ હતી. એક સર્વે સંસ્થાના અહેવાલ અનુસાર ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં ૩૬ ટકા વધુનો ગ્રોથ નોંધાયો છે. પશ્ચિમના બે શહેરોમાં મિલ્કતોના વેચાણમાં ૫૧ ટકા જેટલો વધારો નોંધાયો છે. પૂણેમાંતો ૬૩ ટકાનો વધારો નોંધાયો છે. ૪૦ થી ૮૦ લાખના બજેટ હેઠળની ખરીદી કરનારામાં ૨૮ ટકાનો તો દોઢ કરોડ સુધીના લકઝરી મિલક્તની ખરીદી કરનારામાં ૨૭ ટકાનો વધારો થયો હતો. હૈદ્રાબાદ, પૂણે અને બેંગલૂરૂને ભેગા કરીને ગણત્રી કરીએ તો ત્યાં ૮૭ ટકાનો ઉછાળો નોંધાયો છે.