સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ધોરણે રૂ.2500ની તેજી: ક્રૂડમાં ઉછાળો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ધોરણે  રૂ.2500ની તેજી: ક્રૂડમાં ઉછાળો 1 - image


દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ  પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૧૩થી ૧૯ ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન ૬૦,૨૪,૦૯૫ સોદાઓમાં કુલ રૂ.૫,૫૮,૩૪૬.૭૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.૧,૧૪,૭૬૬.૬૧ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૪૪૩૪૩૪.૨૭ કરોડનો હતો. 

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં  ૧૦,૧૩,૫૨૫ સોદાઓમાં રૂ.૭૩,૪૭૪.૮૨ કરોડનાં કામકાજ થયાં હતાં.

 સોનાના વાયદાઓમાં   સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૭,૯૭૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૬૦,૩૭૫ અને નીચામાં રૂ.૫૭,૯૩૧ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૨,૪૦૦ના ઉછાળા સાથે રૂ.૬૦,૩૧૮ના ભાવે પહોંચ્યો હતો. 

આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧,૭૩૯ વધી રૂ.૪૮,૧૮૬ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧૪૬ વધી રૂ.૫,૯૪૭ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨,૩૨૨ વધી રૂ.૫૯,૯૩૫ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧ કિલોદીઠ રૂ.૬૯,૩૬૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૨,૭૪૫ અને નીચામાં રૂ.૬૯,૨૯૭ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૨,૫૪૨ના ઉછાળા સાથે રૂ.૭૧,૬૧૬ ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૨,૫૪૦ વધી રૂ.૭૧,૬૯૮ અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૨,૫૧૨ વધી રૂ.૭૧,૭૦૪ બંધ થયો હતો. 

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે ૬૬,૪૬૫ સોદાઓમાં રૂ.૮,૫૨૯.૫૪ કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.૭૦૧.૨૦ના ભાવે ખૂલી, રૂ.૦.૬૫ વધી રૂ.૭૦૦.૫૫ જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.૦.૮૫ ઘટી રૂ.૨૦૨.૭૦ તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.૦.૧૫ વધી રૂ.૧૮૬ના ભાવ થયા હતા. 

જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.૧.૩૫ ઘટી રૂ.૨૧૯ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો ૧ કિલોદીઠ રૂ.૨.૫૦ ઘટી રૂ.૨૦૩.૭૫ સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.૦.૦૫ ઘટી રૂ.૧૮૬.૨૫ જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.૧.૪૦ ઘટી રૂ.૨૧૮.૯૦ બંધ થયો હતો. 


Google NewsGoogle News