સોના-ચાંદીના વાયદા સાપ્તાહિક ધોરણે ઉછળ્યા જ્યારે ક્રૂડતેલમાં પીછેહઠ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
સોના-ચાંદીના વાયદા સાપ્તાહિક ધોરણે ઉછળ્યા જ્યારે ક્રૂડતેલમાં પીછેહઠ 1 - image


દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૨૯ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન રૂ.૪,૬૫,૫૮૧.૯૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.૭૫,૦૦૬.૮૪ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.૩,૯૦,૫૧૪.૬૩ કરોડનો હતો, જ્યારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુલડેક્સ વાયદામાં રૂ.૬૦.૪૭ કરોડનાં કામકાજ થયાં હતાં.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં   સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૬૨,૦૮૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૬૩,૯૭૯ અને નીચામાં રૂ.૬૨,૦૪૧ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૧,૭૦૧ના ઉછાળા સાથે રૂ.૬૩,૬૬૫ના ભાવે પહોંચ્યો હતો. 

આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૩૧૦ વધી રૂ.૫૦,૪૨૩ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૫૧ વધી રૂ.૬,૧૫૭ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૦૪૩ વધી રૂ.૬૩,૦૭૯ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧ કિલોદીઠ રૂ.૭૧,૮૫૪ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૨,૭૦૫ અને નીચામાં રૂ.૭૧,૦૦૦ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૪૪૫ના ઉછાળા સાથે રૂ.૭૨,૨૧૮ ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.૪૦૧ વધી રૂ.૭૨,૨૪૩ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.૩૯૫ વધી રૂ.૭૨,૨૫૬ બંધ થયો હતો. 

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧ બેરલદીઠ રૂ.૬,૪૪૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૬,૫૨૯ અને નીચામાં રૂ.૬,૧૬૨ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૧૭૫ ઘટી રૂ.૬,૨૦૬ બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.૧૭૨ ઘટી રૂ.૬,૨૦૫ બંધ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૧૮૨ના ભાવે ખૂલી, રૂ.૧૧.૨૦ ઘટી રૂ.૧૭૧.૩૦ અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો ૧૧.૩ ઘટી ૧૭૧.૬ બંધ થયો હતો. 



Google NewsGoogle News