સોના-ચાંદી તથા ક્રૂડના વાયદા સાપ્તાહિક ધોરણે ઉંચકાયા

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
સોના-ચાંદી તથા ક્રૂડના વાયદા સાપ્તાહિક ધોરણે ઉંચકાયા 1 - image


દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૧૯થી ૨૬ જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન રૂ.૩૨,૧૨૨.૫૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.૭૮,૦૮૫.૨૨ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૨૩૦૬૯.૨૪ કરોડનો હતો, જ્યારે બુલડેક્સ વાયદામાં રૂ.૮૦.૩૧ કરોડનાં કામકાજ થયાં હતાં.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૬૧,૮૭૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૬૨,૨૫૯ અને નીચામાં રૂ.૬૧,૭૫૨ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૧૯૫ વધી રૂ.૬૧,૯૬૪ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧૧૮ વધી રૂ.૫૦,૧૯૫ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૫૭ વધી રૂ.૬,૧૫૨ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૫ વધી રૂ.૬૨,૦૩૬ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧ કિલોદીઠ રૂ.૭૧,૪૬૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૨,૨૨૫ અને નીચામાં રૂ.૭૦,૩૫૧ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૧૫૮ વધી રૂ.૭૧,૭૭૩ ના સ્તરે બંધ થયો હતો.

 ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.૧૨૨ વધી રૂ.૭૧,૮૪૨ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.૧૩૧ વધી રૂ.૭૧,૮૬૧ બંધ થયો હતો. 

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧ બેરલદીઠ રૂ.૬,૧૬૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૬,૩૯૧ અને નીચામાં રૂ.૬,૦૮૪ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૨૨૪ વધી રૂ.૬,૩૮૧ બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.૨૨૦ વધી રૂ.૬,૩૭૭ બંધ થયો હતો. 

નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૨૨૪ના ભાવે ખૂલી, રૂ.૧૧.૮૦ ઘટી રૂ.૨૧૩.૭૦ અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો ૧૨ ઘટી ૨૧૩.૭ બંધ થયો હતો.


Google NewsGoogle News