સોના વાયદામાં સાપ્તાહિક ધોરણે રૂ.689 અને ચાંદીમાં રૂ.3,832નો કડાકો

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
સોના વાયદામાં સાપ્તાહિક ધોરણે  રૂ.689 અને ચાંદીમાં રૂ.3,832નો કડાકો 1 - image


દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન ૬૧,૯૨,૦૩૯ સોદાઓમાં કુલ રૂ.૫,૮૫,૪૭૫.૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.૧,૦૨,૭૩૮.૬૫ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૪૮૨૬૧૬.૧૧ કરોડનો હતો. 

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં ૧૦,૬૫,૭૫૪ સોદાઓમાં રૂ.૬૫,૮૭૫.૬૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૭,૩૮૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૭,૬૦૭ અને નીચામાં રૂ.૫૬,૦૭૫ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૬૮૯ ઘટી રૂ.૫૬,૪૩૯ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧,૧૯૬ ઘટી રૂ.૪૫,૮૫૬ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧૦૧ ઘટી રૂ.૫,૬૯૧ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૦૭ ઘટી રૂ.૫૬,૪૩૯ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧ કિલોદીઠ રૂ.૭૧,૧૪૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૩,૨૨૭ અને નીચામાં રૂ.૬૫,૬૬૬ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૩,૮૩૨ ઘટી રૂ.૬૬,૭૬૮ ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૩,૭૮૬ ઘટી રૂ.૬૬,૯૫૨ અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૩,૭૫૦ ઘટી રૂ.૬૭,૦૦૩ બંધ થયો હતો. 

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે ૭૭,૫૯૮ સોદાઓમાં રૂ.૯,૦૬૮.૪૮ કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.૭૨૦.૮૦ના ભાવે ખૂલી, રૂ.૨૩ ઘટી રૂ.૬૯૬.૭૦ જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.૧.૯૦ ઘટી રૂ.૨૦૫.૫૫ તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.૧.૨૦ ઘટી રૂ.૧૮૭ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.૮.૪૫ ઘટી રૂ.૨૨૧ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો ૧ કિલોદીઠ રૂ.૧.૨૫ ઘટી રૂ.૨૦૬.૮૦ બંધ થયો હતો. 


Google NewsGoogle News