ફોર્ડનું રિવર્સ ગીયર
- સ્કીમ (PLI) જાહેર કરી છે, ભારતના કાર ગ્રાહકોને ફોર્ડ સમજીના શક્યું
- ચાર દિવસ અગાઉ ભારત સરકારે ઓટો ક્ષેત્રે પ્રોડકશન -લીન્કડ ઇન્સેન્ટીવ
- મારૂતિ અને હૂંડાઇ બે કંપનીઓ એવી છે કે જે લોકોની જરૂરીયાતને સમજી શક્ી છે. આ બંને પાસે ભારતમાં કાર વેચાણનો બે તૃતિયાંશ ભાગ છે
છેલ્લા વર્ષમાં ચાર ઓટો કંપનીઓેએ ભારત છોડયું છે. ગયા મહિને જ્યારે ફોર્ડ કારે ભારત છોડયું ત્યારે સરકારના પેટનું પાણી પણ નહોતું હાલ્યું. ફોર્ડે ભારત છોડયું ત્યારે લોકેાએ સરકારની ટીકા કરી હતી કે ભારતને ફોરેનની કંપનીઓને સાચવતા નથી આવડતું. ફોર્ડે બે અબજ ડોલરનો ફટકો ખાઇનેે ભારતનું માર્કેટ છોડયું છે.
ભારતનું ઓટોમોબાઇલ ક્ષેત્ર વિશ્વની તમામ ઓટો કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ફોર્ડે ભારત છોડયું તેની સરકારને એટલા માટે ચિંતા નથી કે ભારતમાં ઓટો ક્ષેત્રે વિવિધ સ્તરે અને તબક્કે ૪.૪ અબજ ડોલરનું રોકાણ આવી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ર્ષ પર નજર કરીએ તો વિશ્વની ૧૩ મોટી કંપનીઓ અને સ્થાનિક કંપનીઓએ ઓટો ક્ષેત્રે ૪.૪ અબજ ડોલરના રોકાણ માટે તૈયારી બતાવી છે. આ ૧૩ કંપનીઓમાં Skoda-Auto-Volkswagen, Yazaki Corporation, Ola Electric, Bahwan International Group, Kinetic Green Energy, Tesla વગેરેનો સમાવેશ થાય છે.
આ ૧૩ કંપનીઓ પૈકી પાંચ કંપનીઓ એવી છે કે જે પોતાનો બિઝનેસ પ્લાન તૈયાર કરી ચૂકી છે જેમાં Bahwan International Group, Stanley Black and Decker, Kinetic Green Energy, Tesla and Nidec નો સમાવેશ થાય છે. બાકીની કંપનીઓ જમીન મેળવવા, બાંધકામ કે કરારોના કામમાં વ્યસ્ત છે.
સરકારે એવી પણ જાહેરાત કરી છે કે છેલ્લા છ વર્ષમાં ભારતના ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ૩૫ અબજ ડોલરનું રોકાણ કરાયું છે.
ચાર વર્ષ પહેલાં જ્યારે જનરલ મોટર્સે ભારત છોડયું ત્યારે કાર વેચાણમાં તેનો ફાળો માંડ બે ટકા હતો. એટલેકે ૧૦૦ કાર વેચાય ત્યારે તેમાં બે જનરલ મોટર્સની કાર રહેતી હતી. એવીજ રીતે વોેક્સવેગન અને સ્કોડાનું સેલ એક ટકા જેટલું છે. આ સ્થિતિમાં એમ કેવી રીતે કહી શકાય કે વિશ્વના ઓટો કાર મેકર માટે ભારત અપશુકનિયાળ છે?
વિશ્વના ટોચના કાર મેકર્સને ભારતમાં સસ્તી અને નાની કાર બજારમાં મુકતા આવડી નહીં એટલે ઉચાળા ભરવા પડયા છે. મારૂતિ અને હૂંડાઇ બે કંપનીઓ એવી છે કે જે લોકોની જરૂરીયાતને સમજી શકી છે. આ બંને પાસે ભારતમાં કાર વેચાણનો બે તૃતિયાંશ ભાગ છે. કોઇ પણ કાર મેકર મારૂતિની અલ્ટો જેવી કાર બનાવી શક્યા નથી, જે ત્રણ લાખ રૂપિયાથી શરૂ થતી હતી. લોકો જ્યારે મારૂતિ ૮૦૦ કરતાં ઉંચું મોડલ માંગવા લાગ્યા ત્યારે હૂંડાઇએ આઇ૨૦ અને સુઝુકીએ સ્વિફ્ટ અને બેલિનો બજારમાં મુકી હતી. ત્યારે ટાટા મોટર્સે પણ ટીયાગો જેવી કાર બજારમાં મુકી હતી.
આ બધી કાર ૬ થી૧૦ લાખની રેન્જમાં હતી. દરમ્યાન કીયા આવી અને છવાઇ ગઇ હતી. તે વેચાણમાં ત્રીજા નંબરે આવી ગઇ હતી.
ફોર્ડે ગુજરાતમાં પ્લાન્ટ એટલા માટે નાખ્યો હતો કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ તેને યુરોપનું માર્કેટ લેવામાં રસ હતો પરંતુ એગ્રીમેન્ટ થઇ શક્યું નહોતું.
દરેક ક્ષેત્રે સફળતાને ઉભી કરવી પડે છે. વિશ્વમાં દરેક ક્ષેત્ર સંઘર્ષથી ભરેલું છે.જનરલ મોટર્સ, હર્લી ડેવિડસન અને ફોેર્ડ ભારત છોડે એ તેમની સ્પર્ધામાં ટકી નહીં શકવાના કારણે છે.
ચાર દિવસ અગાઉ ભારત સરકારે ઓટો ક્ષેત્રે પ્રોડકશન -લીન્કડ ઇન્સેન્ટીવ સ્કીમ (ઁન્ૈં) જાહેર કરી છે.જેના કારણે સરકાર ઓટો ક્ષેત્રે પાંચ વર્ષમાં ૪૨,૫૦૦ કરોડનું રોકાણ ખેંચી લાવશે જેના કારણે સાડા સાત લાખ જોબ ઉભી થશે. આ સમાચાર આવતાંજ ઓટો ક્ષેત્રના અને ઓટો ક્મ્પોનન્ટ ક્ષેત્રની કંપનીઓના શેર્સના ભાવ ઉછળ્યા હતા.
કેબિનેટે ગયા ગુરૂવારે ઓટોે અને ઓટો ક્મ્પોનન્ટ ક્ષેત્ર માટે ૨૫,૯૩૮ કરોડ રૂપિયાની પીએલઆઇ સ્કીમ મુકી છે. જેના કારણે ૪૨,૫૦૦ કરોડનું રોકાણ પાંચ વર્ષમાં આવવાની સંભાવના વધી છે.
આ સ્કીમના કારણે ભારતમાં આવવા માંગતી ટેસ્લા જેવી કંપનીઓ તેમજ ટાટા જેવી સ્થાનિક કંપનીઓ કે જે દેશમાં સૌથી વધુ ઇલેકટ્રીક કાર વેચે છે તેમજ ઇલેકટ્રીક વેહીકલ ક્ષેત્રે આવી રહેલી મહેન્દ્રા એ હિરો મોટર કોપ જેવાને પણ લાભ મળશે.
હવે જ્યારે ઇલેકટ્રીક કાર અને ગીયરલેસ કાર આવી રહી છે ત્યારે બીજી તરફ એપલની ડ્રાઇવર લેસ કાર પણ ૨૦૨૫માં આવી રહી છે. અનુભવીઓ કહે છે કે ગીયરલેસ કાર ચલાવવામાં કોઇ મજા નથી આવતી પરંતુ ૨૦૨૩ સુધીમાં તો બધીજ કાર ગીયરલેસ બનવા જઇ રહી છે. કારના ફીચર્સ પણ ટેકનોલોજી આધારીત થઇ રહ્યા છે. એટલેજ કાર હેકીંગનો ડર વિદેશમાં ઉભો થઇ રહ્યો છે. જ્યાં ઇલેકટ્રોનિક્સ છે ત્યાં હેકીંગ છે. કાર હેકીંગ એટલે દુર બેઠેલો હેકર્સ તમારા સ્ટીયરીંગ પર કાબુ પોતાની પાસે લઇ લે અને તમે જ્યારે તેની માંગેલી રકમ ચૂકવો પછીજ સ્ટીયરીંગ પાછું તમને સોંપે.
જો કે આ તબક્કે આવો ડર રાખવાની જરૂર નથી . ભારતમાં સ્મોલ કાર કે કિયાનો આનંદ લૂંટવાની જરૂર છે. ફોર્ડના રિવર્સ ગીયર માટે મધ્યમ વર્ગે આંસુ સારવાની જરૂર નથી.
મધ્યમ વર્ગનું સપનું ....ફોર વ્હીલર
ભારતના લોકોમાં કારનો ક્રેઝ વધ્યો છે. બે બાળકો બસ પછીની કોઇ સ્કીમ મધ્યમવર્ગના મનમાં રમતી હોય તો તે ફોર વ્હીલરનું સપનું છે. એક બંગલા બને ન્યારાની ધૂનની જેમ એક ફોર વ્હીલર હો પ્યારી પણ લોકો મનમાં ગણગણતા હોય છે. બેંકોએ જ્યારે લોન આપવાની શરૂ કરી અને કાર કંપનીઓ પોતેજ ફાયનાન્સ કરતી થઇ પછી તો મધ્યમ વર્ગની સોસાયટીઓમાં કારના પાર્કીંગની સમસ્યા ઉભી થઇ છે. મારૂતિ અલ્ટોેે મધ્યમ વર્ગને પોષાય તેવી હોઇ તેનું વેચાણ સૌથી વધુ હતું. ટાટા એ પણ એક લાખમાં નેનો કારનું સપનું ફરતું કર્યું હતું અને સાણંદ પાસે મોટા પાયે પ્લાંટ પણ ઉભો કર્યો હતો પરંતુ લોકોનું સપનું તે પુરું કરી શક્યા નહોતા. મધ્યમ વર્ગ ચતુર છે. તે મોંઘા ભાવની કાર લેવાના બદલે સેકન્ડ હેન્ડ કાર તરફ વળ્યો છે. જેમાં તે અલ્ટોની કિંમતમાં મોટી સ્વિફ્ટ જેવી કાર ફેરવતો થઇ ગયો હતો. લોકોને સેકન્ડ હેન્ડ કારમાં રસ જાગતો જોઇ સેકન્ડ હેન્ડ કારના મેળા યોજાવા લાગ્યા અને બેન્કો પણ સેકન્ડ હેન્ડ કાર પર લોન આપતી થઇ ગઇ હતી. કારની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એક સમયે જે કાર લકઝરી ગણાતી હતી તે કાર હવે રોજીંદા વપરાશની ચીજ બની ગઇ છે. ફ્લેટની નવી સ્કીમોમાં પણ કાર પાર્કીંગની જગ્યા ફાળવાતી થઇ ગઇ છે. સ્મોલ કારે મધ્યમ વર્ગનું કારનું સપનું પુરું કર્યું છે એમ કહી શકાય.