Get The App

GST કાયદા હેઠળ SEZ એકમ બાબતે ચર્ચા

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
GST કાયદા હેઠળ SEZ એકમ બાબતે ચર્ચા 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સરકાર દ્વારા ઈ-ઈન્વોઈસની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. અવાર-નવાર સરકાર કઈ વ્યક્તિનું કેટલું ટર્નોવર થાય છે તે પ્રમાણે ઈ-ઈન્વોઈસની લીમીટમાં વધ-ઘટ કરે રાખે છે. ખાસ નોંધ લેવી કે ઈ-ઈન્વોઈસની જોગવાઈ માત્ર SEZ ના એકમને લાગુ ન પડે પણ જો કોઈSEZ નો ડેવલપર કે કો-ડેવલપર હોય તેવા કિસ્સામાં આ જોગવાઈ લાગુ પડે અને ઈ-ઈન્વોઈસ બનાવવા પડે. એક બાજુ સરકાર દ્વારા SEZ ઝોન બનાવવામાં આવે છે અને બીજી બાજુ જે ય્જી્ ની રકમ સંડોવાયેલી હોય તેનું રિફંડ પણ આપવામાં આના-કાની કરવામાં આવતી હોય છે.SEZ એકમને રિફંડ ન મળી શકે GST ની રકમનું તે બાબતે તકરાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મે.એસ.ઈ. ફોર્જ લી. વિ. યૂનિયન ઓફ ઈન્ડિયા (SCA No. 16056  ઓફ ૨૦૨૨) તારીખ ૦૩-૦૨-૨૦૨૩માં ઉપસ્થિત થઈ જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદાર એકમ વડોદરા ખાતે SEZ માં ઉત્પાદક તરીકે એકમ ધરાવે છે. અરજદારને ઈન્વર્ડ સપ્લાય ઉપર GST નો ટેક્ષ લાગીને સપ્લાય પ્રાપ્ત થયો આવી રકમ ઈલેકટ્રોનીક ક્રેડિટ લેજરમાં જમા થતી રહી અને તેનું રિફંડ માગવા માટે નમૂના RFD-01 માં અરજી કરવામાં આવી છે. આવી અરજીને સરકારના ખાતા દ્વારા ફગાવી નાંખવામાં આવી. આનાથી નારાજ થઈને અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિટ દાખલ કરી.

અરજદારની રજૂઆત

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે કલમ ૫૪ હેઠળ ક્યાંય એવો બંધન નથી કે SEZ એકમ રિફંડની અરજી કરી ના શકે માટે રિફંડ મળવાપાત્ર થાય.

સરકારની દલીલ

સરકાર દ્વારા એમ રજૂઆત કરવામાં આવી કે રેસિપયન્ટના GSTR2A માં ઘણી બધી વેરાશાખ દેખાતી હોય અને તેવું જરૂરી નથી કે બધા જ વ્યવહાર તેને લગતા ના હોય. વધુમાં સપ્લાયરને રિફંડ માંગવાની પૂરી સવલત અને જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે. તદ્ઉપરાંત સુપ્રિમ કોર્ટમાં બ્રીટાન્યા ઈ.લી.ની અપીલ હજી ચલાવવાની બાકી છે. આ મુદ્દે માટે રીફંડ ન આપાય.

માન. ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ નોંધવામાં આવ્યું કે સુપ્રિમ કોર્ટ સમક્ષ વિવાદ ઈનપૂટ સર્વિસ ડિસ્ટ્રીબ્યૂટરની વેરાશાખની રીફંડ SEZ ને મળે કે કેમ તે બાબતે વિવાદ-લવાદ છે. પ્રસ્તુત કેસમાં આ મુદ્દો જ નથી અને સુપ્રિમ કોર્ટ દ્વારા કોઈ સ્ટે પણ આપવામાં આવ્યો નથી. વધુમાં જો સપ્લાયર દ્વારા GST ની રકમનું રિફંડ માગી લેવામાં આવ્યું હશે તો અરજદારને તે મળવાપાત્ર નથી. કલમ ૫૪ હેઠળ SEZ એકમને રિફંડની અરજી કરવા માટે કોઈ બંધન નથી.


Google NewsGoogle News