Get The App

ક્રિકેટ વર્લ્ડ કપની સીધી અસર

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
ક્રિકેટ વર્લ્ડ કપની સીધી અસર 1 - image


વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા જીત્યું પછીના વિવાદો અનેક થયા છે પરંતુ તેનો સીધો લાભ ફેન્ટસી સ્પોર્ટને થયો છે. ભારત ભલે હાર્યું હોય પણ ફેન્ટસી સ્પોર્ટનું પ્લેટફોર્મ જીત્યું છે એમ કહી શકાય. ડિઝની અને હોટસ્ટારનું સ્ટ્રીમીંગ જોનારાની સંખ્યા ૫.૭ કરોડ પર પહોંચી હતી. ફેન્ટસી સ્પોર્ટનું પ્લેટફોર્મ ક્રિકેટ વર્લ્ડ કપ દરમ્યાન વધુ લોકપ્રિય બન્યું છે. કરોડો લોકો ઓનલાઇન ફેન્ટસી ગેમ રમે છે. ઓનલાઇન ગેમ પર સરકારે જીએસટી લાદતાં વિવાદ ઉભો થયો છે. ફેન્ટસી સ્પોર્ટના લોકો વ્યસની બની ગયા છે. ભારતમાં ૧૪ ઓનલાઇન ગેમીંગ પ્લેટફોર્મ સૌથી વધુ કમાય છે.

ક્રિકેટ વર્લ્ડ કપની સીધી અસર 2 - image

છ લાખ નવી ગાડીઓનો ટાર્ગેટ

 ક્રેટા, વેન્યૂ,નિયોસ,એક્સટર જેવી હૂંડાઇની કારનું વેચાણ ૨૦૨૩ દરમ્યાન વધ્યું છે. જાન્યુઆરીથી ઓક્ટોબર ૨૦૨૩ દરમ્યાન હૂંડાઇએ સ્થાનિક સ્તરે પાંચ લાખ નવ હજાર ગાડીઓનું વેચાણ કર્યું છે. પહેલીવાર હૂંડાઇએ ૨૦૨૩માં છ લાખ ગાડીઓના વેચાણનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. જોકે હજુ એક મહિનો બાકી છે. જે રીતે લોકો નવી ગાડીઓ  છોડાવવાના ક્રેઝમાં અટવાયેલા છે તે જાતાં એમ લાગે છે કે છ લાખ ગાડીઓ વેચવાનો ટાર્ગેટ પુરો થઇ શકશે.

ક્રિકેટ વર્લ્ડ કપની સીધી અસર 3 - image

યુકો બેંંકમાં ૮૨૦ કરોડનો ફ્રોડ

કોલક્ત્તા સ્થિત યુકો બેંકમાં ૮૨૦ કરોડનો ફ્રોડ થતાં રિઝર્વ બેંકે ચિંતા વ્યક્ત કરી છે. રિઝર્વ બેંકે આગામી અઠવાડિયે  જાહેર ક્ષેત્રની દરેક બેંકોના  ચીફ એેક્ઝિટયુટીવની સાથે સાયબર સિક્યોરિટી  અંગે ચર્ચા કરવા બેઠક બોલાવી છે. અહીં ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસોમાં યુકો બેંકસાથે u Immediate Payment Service (IMPS) ફ્રોડ થયો હતો . જેમાં એક વ્યક્તિના ખાતામાં ૮૨૦ કરોડ રૂપિયા જમા થયા હતા. આ રકમ કોઇ બેંક ખાતામાંથી ડેબિટ નહોતી થઇ. યુકો બેંકે ૭૯ ટકા જેટલી રકમ રિકવર કરી હતી જ્યારે બાકીની રકમ ખાતેદારે લઇ લીધી હતી.

ક્રિકેટ વર્લ્ડ કપની સીધી અસર 4 - image

એમેઝોનનું AI Ready...

આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સી (AI)ની સ્કીલ ધરાવતા કર્મચારીઓની નિમણૂક થાય છે પરંતુ એક અહેવાલ અનુસાર આવા ચારમાંથી ત્રણ કર્મચારી એઆઇ ટેલેન્ટ નથી ધરાવતા. AI ટેલેન્ટ ધરાવતા લોકોને વધુ પગાર મળતા થયા છે.  AIના પગલે વિશ્વની અનેક સમસ્યાના સોલ્યુશન મળી રહેશે. એમેઝોને લોકોને AI ક્ષેત્રે તૈયાર કરવા પ્લાનીંગ કર્યું છે. AIને  લોકો સમજી શકે અને તેને શીખવાની તક પણ ઉભી કરાઇ રહી છે.

ક્રિકેટ વર્લ્ડ કપની સીધી અસર 5 - image

બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર થઇ રહ્યું છે

મુબંઇ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું સ્ટેશન આણંદ ખાતે તૈયાર થઇ રહ્યું છે. જેને આણંદ હાઇસ્પીડ રેલ સ્ટેશન કહે છે. આ સ્ટેશન ઉત્તરસંડાથી ૬૦૦ મીટર દુર છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે ૧૦૦ ટકા જમીનનું હસ્તાંતરણ થઇ ચૂક્યું છે. બુલેટ ટ્રેનના ૧૨ સ્ટેશનો હશે જેમાં મુંબઇ,  થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને અમદાવાદનો સમાવેશ થાય છે.

ક્રિકેટ વર્લ્ડ કપની સીધી અસર 6 - image

દિલ્હી એરપોર્ટ પર ચોથું ટર્મીનલ

દિલ્હી એરપોર્ટ પર ચોથું ટર્મીનલ ઉભું કરાશે એમ જાણવા મળે છે. હાલમાં દિલ્હી એરપોર્ટ પર T1, T2 અને u T3 અને એમ ત્રણ ટર્મીનલ છે. દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓની અવરજવર કોરોના પહેલાં હતી એટલી થઇ ગઇ છે. ૨૦૨૪માં આ ટ્રાફિક ૭૦ મિલીયન પર પહેંાચવાની શક્યતા છે. T2 સ્થાનિક ફ્લાઇટ માટે છે તો T3 ઇન્ટરનેશનલ ટ્રાફિક માટે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને જોઇને ચોથા ટર્મીનલ માટેની માંગ કરાઇ છે.

ક્રિકેટ વર્લ્ડ કપની સીધી અસર 7 - image

SME શેર પરના નિયંત્રણો કડક બનાવાયા

નાની અને મધ્યમ કંપનીઓ (SMEs) ના શેરમાં રોકાણકારોના ઝડપથી વધી રહેલા રસ વચ્ચે, શેરબજારોએ તબક્કાવાર રીતે સર્વેલન્સ પગલાં એટલે કે ગ્રેડેડ સર્વેલન્સ મેઝર્સ અમલીકરણની જાહેરાત કરી છે. એક્સચેન્જોએ જણાવ્યું હતું કે એસએમઈ પર દેખરેખ વિસ્તારવાનો નિર્ણય બજાર નિયમનકાર સેબી સાથેની સંયુક્ત બેઠકમાં લેવામાં આવ્યો હતો.  જ્યારે કોઈ કંપનીની નાણાકીય બાબતોમાં કેટલીક ગેરરીતિઓ જોવા મળે છે ત્યારે મોનિટરિંગ સિસ્ટમ અમલમાં આવે છે. રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે,  બ્રોકર્સ મોનિટર કરેલા શેરોનું ટ્રેડિંગ અથવા ખરીદી કરવાનું બંધ કરે છે. મોનિટરિંગ વ્યવસ્થા એક્સચેન્જો દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવતા અન્ય તમામ  મોનિટરિંગ પગલાં ઉપરાંત હશે. એસએમઈ સ્ટોક્સ માટે મોનિટરિંગ શાસન સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થતા ક્વાર્ટરથી પ્રભાવી થશે. એક્સચેન્જો મુખ્ય સિક્યોરિટીઝની ત્રિમાસિક સમીક્ષા દરમિયાન પસંદ કરેલી કંપનીઓની પ્રથમ યાદી બહાર પાડશે.  આ ફેરફાર સપ્ટેમ્બરમાં SME શેરો માટે ટૂંકા ગાળાના વધારાના સર્વેલન્સ મેઝર ફ્રેમવર્ક અને ટ્રેડ-ટુ-ટ્રેડ સેટલમેન્ટની રજૂઆત સાથે સુસંગત છે. આ નિર્ણયનો ઉદ્દેશ સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ ઘટાડવાનો અને આ સેગમેન્ટમાં અયોગ્ય વળતરને રોકવાનો છે.  બીએસઈ એસએમઈ આઈપીઓ ઇન્ડેક્સ આ મહિને ૧૩ ટકાથી વધુ અને આ વર્ષે લગભગ ૮૪ ટકા વધ્યો છે.  છેલ્લા ત્રણ વર્ષમાં રિટર્ન ૩,૦૦૦ ટકાથી વધુુ રહ્યું છે.  તેની સરખામણીમાં આ વર્ષે સેન્સેક્સ ૮.૫ ટકા વધ્યો છે અને ત્રણ વર્ષમાં તે લગભગ ૫૦ ટકા વધ્યો છે. 



Google NewsGoogle News