ટૂર ઓપરેટર અને ટ્રાવેલ એજન્ટની સેવાઓ ઉપર GSTની જવાબદારીની વિગતો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ટૂર ઓપરેટર અને ટ્રાવેલ એજન્ટની સેવાઓ ઉપર GSTની જવાબદારીની વિગતો 1 - image


- GSTનું A to Z - હર્ષ કિશોર

- જો કોઈ વિદેશી ટુરિસ્ટ માટે ભારતના ટૂર ઓપરેટર કોઈ વ્યવસ્થા કરે છે તો તેને સ્થાનિક સર્વિસ પ્રોવાઈડર્સ તરફથી મળતા કમિશન પર ૧૮ ટકા લેખે જીએસટી ભરવાનો થાય

તફાવત : સૌપ્રથમ આપણે ટૂર ઓપરેટર અને ટ્રાવેલ એજન્ટ વચ્ચેનો તફાવત જોઈએ તો ટુર ઓપરેટર ગ્રાહકો માટેના ટૂર પેકેજ બનાવે છે અને સીધા ગ્રાહકને કે ટ્રાવેલ એજન્ટને વેચે છે જ્યારે ટ્રાવેલ એજન્ટ પોતે એવા પેકેજ બનાવતા નથી. તે માત્ર ટૂર ઓપરેટરને બદલે અથવા તો એના વતી અમુક કમીશન લઈને આવા પેકેજ ગ્રાહકને વેચે છે. જાહેરનામા ૧૧/૨૦૧૭ તા. ૨૮.૬.૨૦૧૭ની એન્ટ્રી ૨૩ મુજબ   

Tour operator (સેવા આપનાર) ”any person engaged in the business of planning, scheduling. Organizing, arranging tours (which may include arrangements for accommodation, sightseeing or other similar Services) by any mode of transport, and includes any person engaged in the business of operating tours.

ટ્રાવેલ એજન્ટની જુદી કોઈ વ્યાખ્યા GST કાયદામાં આપવામાં આવેલ નથી. એજન્ટની જનરલ વ્યાખ્યા આ પ્રમાણે છે ઃ

GSTની કલમ ૨(૫) મુજબ “agent” means a person, including a factor, broker, commission agent, arhatia, del credere agent, an auctioneer or any other mercantile agent, by whatever name called, who carries on the business of supply or receipt of goods or services or both on behalf of another;

ટૂર ઓપરેટરનું કામ : સામાન્ય રીતે ટૂર ઓપરેટર એક જ અવેજના પેકેજમાં જેનું સેવા-વાઈઝ વર્ગીકરણ યાત્રીઓ પાસે ઉપલબ્ધ હોતું નથી. તેમાં હવાઈ જહાજ કે રેલવેની ટિકિટનું બુકિંગ, હોટલ બુકિંગ, મની ચેન્જર, સાઈડ સીઈંગના બુકિંગ વગેરેનો સમાવેશ થતો હોય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ માત્ર રહેવા માટે કે મુસાફરી માટે હોટેલ કે વાહનનું બુકિંગ કરે છે ત્યારે તે રિઝર્વેશન એજન્ટ તરીકે કામ કરી રહ્યો હોય છે. તે સમયે તેને ટૂર ઓપરેટર ગણવામાં આવતો નથી. જો કોઈ કિસ્સામાં રહેવાની, મુસાફરી માટેની સેવાની વ્યવસ્થા સિવાય માત્ર અલગ અલગથી જુદી વ્યક્તિ દ્વારા એલિફન્ટ કે કેમલ રાઈડ સર્વિસ, લોકલ સાઈટ સીઈંગ, સ્થાનિક રેસ્ટોરન્ટમાં લંચ કે ડિનર ગોઠવી આપે તો અને તેવા સમયે ગ્રાહકને એક કોન્સોલિડેટેડ ઈનવાઈઝ આપવામાં આવે તો તે ટૂર ઓપરેટર તરીકે નહીં પરંતુ સપોર્ટ સર્વિસ તરીકે ગણાય છે. આવું 'ક્રાઉન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ'ના કિસ્સામાં રાજસ્થાનની એડવાન્સ રુલિંગ ઓથોરિટીએ પોતાના તા. ૨૬.૧૧.૨૦૧૯ના રોજના આદેશમાં જણાવેલ છે.

કેટલીક વાર ટૂર ઓપરેટર માત્ર પ્યોર એજન્ટ તરીકે ગ્રાહકને એર ટિકિટ કે હોટલ બુકીંગમાં મદદ કરે છે અને એરલાઇન/ હોટેલ અને ગ્રાહક એમ બંને બાજુથી પાસેથી કમિશન મેળવે છે. તેવા કિસ્સામાં તેણે નિયમ ૩૩ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એટલે કે બે જુદી ઇન્વાઇઝ બનાવી દેવી જોઈએ.

ટૂર ઓપરેટરની સર્વિસ : કેરલા રાજ્યમાં ચાલતી રહેતી હાઉસબોટ અને ક્રૂઝ શિપમાં જો રહેવાની, જમવાની, ટ્રાન્સપોર્ટેશનની સાઈટ સીઈંગની અને અન્ય વેલ્યુ એડેડ સર્વિસ એક કોમ્બો પેકેજના ભાગકૂપે પ્રોવાઇડ કરવામાં આવે તો તેને ટૂર ઓપરેટરની સર્વિસ કહેવાય છે. એ જ રીતે લક્ઝરી જેમ કે ટ્રેન 'મહારાજા એક્સપ્રેસ' હેરીટેજ ઓફ ઇન્ડિયા' વગેરેમાં થતા પ્રવાસોનો સમાવેશ પણ ટૂર ઓપરેટર સર્વિસીસમાં થાય છે. આમાં વિવિધ સેવાઓ જેવી કે રહેવાની, અટેચ બાથકૂમ, જમવાનું, ડાઇનિંગ કાર, બાર, લાઈવ ટીવી, વાઈફાઈ ફેસીલીટી, ગાઈડ, લોકલ સાઈટ સીઈંગ જેવી તમામ સેવાઓ આ ટુર પેકેજનો ભાગ હોય છે. પરંતુ કાશ્મીરમાં જે શિકારા પ્રકારના હાઉસબોટ હોય છે અને તેમાં રહેવાની અને જમવાની સગવડ હોય છે તેને ટૂર ઓપરેટર્સ સેવા ગણાતી નથી. આવી સેવાને હોટલ, ધર્મશાળા કે ગેસ્ટ હાઉસ અથવા તો કેમ્પ સાઈટ સમાનની સેવા ગણવામાં આવે છે અને તેને આ સેવાઓને લગતા વેરાના દર અને નિયમો લાગુ પડે છે.

વેરાનો દર : ટૂર ઓપરેટરની સેવાઓ ઉપર વેરા શાખ વગર પાંચ ટકા જીએસટી લાગે છે. પરંતુ જો સમાન લાઈન ઓફ બિઝનેસમાં એટલે કે એક ટૂર ઓપરેટર બીજા ટૂર ઓપરેટર પાસેથી સેવાઓ લે તો ૨૫ જાન્યુઆરી ૨૦૧૮થી તેને વેરા શાખ મળવાપાત્ર થાય છે. હાલ ટૂર ઓપરેટર પાસે પાંચના સ્થાને ૧૮% વેરો ભરીને ITC લેવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ નથી તેવું દિલ્હી એડવાન્સ રુલિંગ ઓથોરિટી દ્વારા તારીખ ૨૮.૬.૨૦૧૯ ના તેમના આદેશ ક્રેમાંક ૦૯/DAM/૨૦૧૮માં ટી. યુ. આઇ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના કરદાતાના કેસમાં જણાવવામાં આવેલ છે. 

પ્લેસ ઓફ સપ્લાય ઃ હવે આપણે જોઈએ આઈજીએસટીની કલમ ૧૩ મુજબ પ્લેસ ઓફ સપ્લાય. 

૧. જો કોઈ વિદેશી ટુરિસ્ટ માટે ભારતના ટૂર ઓપરેટર કોઈ વ્યવસ્થા કરે છે તો તેને સ્થાનિક સર્વિસ પરોવાઈડર્સ તરફથી મળતા કમિશન પર ૧૮ ટકા લેખે જીએસટી ભરવાનો થાય. પરંતુ જો ટૂર ઓપરેટર પોતે બધા બુકિંગ કરતો હોય તો કલમ ૧૩(૩)(b) મુજબ તે સેવા ભારતમાં આપેલ ગણાશે. ત્યારે તે મુખ્ય વ્યક્તિ તરીકે આઇટીસી વગર પાંચ ટકા ભરવા માટે જવાબદાર થાય છે. 

૨. ભારતમાંથી બીજા દેશો માટેના પ્રવાસોનું આયોજન જ્યારે ટૂર ઓપરેટર દ્વારા કરવામાં આવે છે ત્યારે પ્લેસ ઓફ સપ્લાય કલમ ૧૨(૨) મુજબ નક્કી કરવાનું થાય. કારણ કે ટૂર ઓપરેટર અને ગ્રાહક બંને ભારતમાં આવેલા છે. આવા કિસ્સામાં ભારતના ટૂર ઓપરેટર ફોરેનમાં સ્થિત હોટલ માટે એજન્ટ તરીકે કામ કરે છે. પ્લેસ ઓફ સપ્લાય સેવા મેળવનારનું લોકેશન થશે.

૩. જ્યારે એક કરતાં વધુ રાજ્યોમાં કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટૂરનું આયોજન કરવામાં આવે ત્યારે પ્લેસ ઓફ સપ્લાયની ગણતરી કરવાની થોડી અઘરી થાય છે. દાખલા તરીકે, ભારતના ચાર જુદા જુદા રાજ્યોમાં આવેલ ધાર્મિક સ્થળોની એક યાત્રા હોય તેમાં ભારતીય અને વિદેશી લોકો ટૂરમાં જોડાયા હોય તો અને આ ટુરમાં મુસાફરી ખર્ચ, રહેવાનું, જમવાનું અને સાઈટ સીઈંગ, વગેરે માટે દસ દિવસની ટૂર માટે  થઈને કુલ કૂપિયા બે લાખની રકમ થતી હોય તો

અ. ભારતીય યાત્રીઓના કિસ્સામાં આઈજીએસટીની કલમ ૧૨(૨) મુજબ જે જનરલ જોગવાઈ છે તે અનુસાર સેવા મેળવનારનું એડ્રેસ ભારતના જે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં હોય તે પ્લેસ ઓફ  સપ્લાય થાય. અહીં જે રાજ્યોમાં ટુર થાય ત્યાં અવેજની વહેંચણી કરવાની જકૂર રહેતી નથી. 

બ. વિદેશી યાત્રીના કિસ્સામાં આઈજીએસટીની કલમ ૧૩(૩)(મ) મુજબ જે જગ્યાએ સેવા મળેલ છે તે જગ્યા  પ્લેસ ઓફ  સપ્લાય થશે. આવા કિસ્સામાં કુલ પ્રવાસના દિવસો પૈકી જે રાજ્યમાં જેટલા દિવસ પ્રવાસ કર્યો હોય તેના પ્રમાણમાં અવેજને વહેચવાનો થાય અને એ માટે ટૂર ઓપરેટરે જુદા જુદા ૪ રાજ્યો માટે જુદી જુદી રકમના બિલ દરેક વિદેશી પેસેન્જર માટે બનાવવાના થાય.

ટાઈમ ઓફ સપ્લાય : નેટ બેન્કિંગથી/ઓનલાઈન રીતે મળતા પેમેન્ટ અને એજન્ટો થકી થતા બુકિંગને કારણે GSTની કલમ ૧૩(૧)(ડી)ની જોગવાઈઓનું પાલન કરવામાં ટૂર ઓપરેટરોને કેટલીક મુશ્કેલીઓ આવે છે કારણ ૮૫થી ૯૦ ટકા કિસ્સામાં એડવાન્સ પેમેન્ટ આવે છે જેનું તેને વાઉચર બનાવવાનું થાય અને વેરો ભરવાનો તેમજ જ્યારે સર્વિસ આપવામાં આવે ત્યારે ઇન્વોઈસ સામે તેને મજરે લેવાનું થાય અને GSTR-૧ માં દર્શાવવાનું થાય. બુકિંગ કેન્સલ થાય ત્યારે જે પ્રશ્નો થાય તે અલગ.

વિઝા : સરકાર દ્વારા જે વિઝા પ્રોસેસિંગ ચાર્જીસ લેવામાં આવે છે તેના ઉપર જીએસટી લાગતો નથી. પરંતુ જો વિઝા અથવા પાસપોર્ટ આઉટસોર્સ કરેલ હોય તેવા વિઝા ફેસીલીટેશન સેન્ટર ઉપરથી લેવામાં આવે તો તે જીએસટી પાત્ર થાય છે. 

હવે જ્યારે કોઈ એર ટ્રાવેલ એજન્ટ વધારાનું અવેજ લઈને પોતાના ગ્રાહકોને પાસપોર્ટ કે વિઝાની સેવા પૂરી પાડે તો આઇટીસી સાથે તેને ૧૮% ભરવાના થાય. રેલવે રિઝર્વેશનના કિસ્સામાં ટ્રાવેલ એજન્ટને મળતા કમિશન ઉપર તેણે ૧૮% ભરવાના થાય.



Google NewsGoogle News