ઝીંક ઓકસાઇડ વિશે વિસ્તૃત જાણકારી

Updated: May 19th, 2024


Google NewsGoogle News
ઝીંક ઓકસાઇડ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ઝીંક ઓકસાઇડ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ પ્રોડક્ટસ માટે વપરાય છે. ઝીંક ઓકસાઇડ સફેદ, ક્રિસ્ટલ પાવડરનારૂપમાં હોય છે. ઝીંક ઓકસાઇડ પાણીમાં ઓગળતું નથી. પરંતુ એસિડ અને આલ્કલાઈન સોલ્યુસનમાં ઓગળે છે. ઝીંક ઓકસાઇડ દરેક જાતના રબ્બર પ્રોડક્ટસમાં વપરાય છે. ઝીંક ઓકસાઇડ વલ્કેનાઇઝીંગ એજન્ટ છે.

રબ્બર પ્રોડક્ટસ : ઝીંક ઓકસાઇડ પોતે ક્રોસ લીનેકીંગ એજન્ટ છે. પોલીમર કન્ટેઇન હેલોજન અથવા કાર્બોકસાઇલ ગુ્રપ જેવા કે ક્લોરોપ્રીને રબ્બર, બ્રોમો બુટાઇલ રબ્બર, ક્લોરોબુટાઇલ રબ્બર અથવા કાર્બોક્સીલેટેડ નાઇટ્રાઇલ રબ્બર, કાર્બોક્સીલેટેડ સ્ટાયરીન બુટાડાઈન રબ્બર ક્રોસ લીન્કીંગનું કામ કરે છે. ઝીંક ઓકસાઇડ લેટેક્સ રબ્બરના પ્લાન્ટેશનને પ્રિઝર્વ કરે છે. કારણ કે ઓકસાઇડ એક જાતનું ફુન્ગીસ્ટેટ છે. ઝીંક ઓકસાઇડ ખાસ કરીને લેટેક્સ રબ્બરને જીલેશન સ્ટેબીલીટી આપે છે.

પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ : ઝીંક ઓકસાઇડ પ્લાસ્ટીકને રેજીસ્ટેન પાવર અને મિકેનિકલ સ્ટ્રેન્થ આપે છે. નાઇલોન ફાઈબર મોલ્ડીંગ સમયે ફાયર રેજીસ્ટન પ્રોપર્ટી આપે છે. ઝીંક ઓકસાઇડ મીક્સર પોલીઇથીલીનને અલ્ટ્રાવાયોલેટ રેડીએશનથી બચાવે છે. પોલીઓલીફાઈનનો કલર, સ્ટેનસીલ સ્ટ્રેન્થ અને વલ્કેનાઇઝેશન પ્રોપર્ટીમાં ઝીંક ઓકસાઇડ વધારો કરે છે.

મેટલ પ્રોટેક્ટીવ કોટિંગ : ઝીંક મેટલ પાવડર અને ઝીંક કમ્પાઉન્ડ મેટલની એન્ટીકોરોસીવ પ્રોપર્ટીને યુટિલાઇઝ કરે છે. ઝીંક ડસ્ટ-ઝીંક ઓકસાઇડ પેઇન્ટ પ્રાઈમર ગેલ્વેનાઇઝ આર્યન માટે ખૂબ જ ઉપયોગી નીવડેલ છે. ઝીંક ડસ્ટ-ઝીંક ઓકસાઇડ પેઇન્ટસ નોર્મલ એટમોસફીયરમાં સ્ટીલ સ્ટ્રકચરને સારુ પ્રોટેકશન આપે છે.

સિગારેટ ફીલ્ટર : ઝીંક ઓકસાઇડ અને આર્યન ઓકસાઇડ ટોબેકો સ્મોકનું HCN અને H2S ટોબેકોની ફ્લેવરને નુકસાન કર્યા વગર રીમૂવ કરે છે.

ફાયર રિટાર્ડન્ટસ : ઝીંક ઓક્સાઇડ અને તેની ડેરીવેટીવ ખાસ ફાયર પ્રુફ માટે ખાસ ઉપયોગી સાબીત થયેલ છે.

સોલ્યુસન : ઝીંક ઓકસાઇડ, બોરિક એસિડ, અને એમોનિયા, વોટર ઇનસોલ્યુબલ ઝીંક બોરેટ ટેક્ષટાઈલ ફાયર પ્રુફીંગ માટે વાપરી શકાય છે.

ચેતવણી : ઝીંક ઓકસાઇડ હેન્ડલ કરતી વખતે માસ્ક, ગ્લોઝ, ગોગલ્સ અને એપ્રન પહેરીને જ કામ કરવું હિતાવહ છે.

ધ ઇન્ડસ્ટ્રીઝ : ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ ઓથોરિટીઝ જરૂરી બને છે.



Google NewsGoogle News