Get The App

મિનરલ (રોક-સેન્ડ) ઈન્ડસ્ટ્રીઝ વિશે વિસ્તૃત માહિતી

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
મિનરલ (રોક-સેન્ડ) ઈન્ડસ્ટ્રીઝ વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

જલ, જ્વાલા, જ્વાલામુખી બરબાદીના વાદળ છવાઈ રહ્યાં છે. બરફના પહાડો ઓગળી રહ્યાં છે. નદીઓ બે કાંઠે વહેવા લાગશે. દરિયો પાણીને સમાવી નહીં શકે. સુનામીના એંધાણ આછા પાતળા દેખાય રહ્યાં છે.

ધરતીનું તાપમાન વધતું ચાલી રહ્યું છે. ધરતી ધુ્રજી રહી છે. ધરતીના પેટાળમાં ગરમીનું વાતાવરણ વધી રહ્યું છે. કેટલાક દેશોમાં જ્વાળા મુખી ફાટી રહ્યાં છે. મોટા શહેરોમાં મિલોના ધુઆ ઉડી રહ્યાં છે. કાર્બન ડાયોકસાઈડના ચારેય બાજુ ધૂમાડો જ છે.

કયો હે કુદરત નારાજ ! તબાહીથી બચવાનો કોઈ જ રસ્તો નથી - ખતરાની ઘંટી મુંબઈને પણ આવરી રહી છે. દરેક જગ્યાએ વાતાવરણમાં વધી રહી છે. ગ્લોબલ વોર્મિગ સીર્ફ માનવસર્જીત છે. કુદરત કરતા મોટે ભાગે માનવ જ દોશી છે. માનવીએ ધરતીમાંથી બધું જ કાઢી લીધું છે. ધરતીમાંથી દરેક પ્રકારના મિનરલ, કોલસો, ગેસ, ઓઈલ જેવા દરેક પ્રકારના હાઈડ્રોકાર્બન સોલવન્ટો કાઢી લેવામાં આવે છે. ધરતીના પેટાળો ખાલી થતાં જાય છે. બાકી રહે છે તો ખાલી હવા...

આજે દરેક પ્રકારના મિનરલની શોર્ટ વર્તાઈ રહી છે. દરેક ઉદ્યોગોને લગતા મિનરલની અછત સર્જાઈ રહી છે. ખાત્રી દાયક મિનરલ મળતા નથી દરેક ઈન્ડસ્ટ્રીઝને અલગ-અલગ પ્રકારના મિનરલ લાગતા હોય છે તેવા જ મિનરલ વિશે -

સિસીકા-ક્વાર્ટઝ : (સિલીકોન ડાયોકસાઈડ), Sio2, સિલીકા એક પ્રકારનું મિનરલ છે. જેને નેચરલ સોર્સ વડે મેળવવામાં આવે છે. સિલીકા એક જાતની સેન્ડ (રેતી) છે. જે કલરલેસ, ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, ક્રિસ્ટલ, વાઈટ પાવડર પ્રકારની હોય છે. જે ઈનસોલ્યુબલ ઈન વોટર, સોલ્યુબલ ઈન મોલટેન આલકલી.

ઉપયોગ : ગ્લાસ- વોટર ગ્લાસ મેન્યુફેકચરીંગ, સિરામિક, એબ્રેસીવ, એન્ટીકેકીંગ- એજન્ટ ઈન ફુડ, ફીલર ઈન ફોસ્મેટિક, ફાર્માઈન્ડસ્ટ્રીઝ- ડીટરજન્ટ, પેપર, ઈનસેકટી સાઈડ, પ્લાસ્ટીક જેવા ઉદ્યોગોમાં પૂષ્કળ પ્રમાણમાં વપરાય છે.

ક્વાર્ટઝ : કેશ નં- ૧૪૮૦૮-૬૦-૭, Sio2, ક્રિસ્ટલાઈઝડ સિલીકોન-ડાયોકસાઈડ (સિલીકા), નેચરલ સોર્સથી મેળવાય છે.

ઉપયોગ : ઈલેકટ્રોનિક કમ્પોનનેટ, રેડીઓ અને ટીવી કમ્પોનનેટ અને ગ્લાસ ઈન્ડસ્ટ્રીમાં વપરાય છે.       (ક્રમશઃ)


Google NewsGoogle News