Get The App

યુઝડ લ્યુબ્રીકેટિંગ ઓઈલ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
યુઝડ લ્યુબ્રીકેટિંગ ઓઈલ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

- યુઝડ લ્યુબ્રીકેટિંહ ઓઈલ- વેસ્ટ-ટુ-વેલ્થ

ભારતમાં ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે જાપનીસ અને કોરિયન કંપનીઓ સાથેના સંયુક્ત સાહસો ઘણી સારી રીતે કામ કરી રહ્યાં છે. જેમાં મારૂતી-સુઝુકી, હીરો-હોન્ડા, બીરલા-યામાહા વગેરેના દાખલા મોજુંદ છે. આજે ભારતમાં ઓટોમોબાઈલ્સ ઉધોગ ખૂબ જ પ્રમાણમાં વિસ્તરેલ છે. આ કારણોથી ઓટોમોબાઈલ્સમાં વપરાતા લ્યુબ ઓઈલનું માર્કટ પણ ખૂબ વધતું જઈ રહ્યું છે. આ પ્રકારના લ્યુબ ઓઈલો લગભગ ઇન્ટરનેશનલ કંપનીઓના જ વપરાય રહ્યાં છે. આ રીતે વપરાયેલા લ્યુબ ઓઈલનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે પાણી અને સોઈલ પોલ્યુસનનું પ્રમાણ વધારે છે. જેથી આ પ્રકારના યુઝ્ડ, વેસ્ટ લ્યુબ ઓઈલને ફરીથી ટ્રીટ કરી ઉપયોગમાં લઈ શકાય તો પોલ્યુસન તેમજ ફોરેન-એકચેઇન્જનો બચાવ થઈ શકે તેમ છે. સાથે વધતા જતા ઓઈલના વપરાશમાં થોડી રાહત થઈ શકે તેમ છે.

પ્રોસેસ : મિકેનિકલ સેપ્રેશન, હીટિંગ ટ્રીટમેન્ટ, અને ડી-હાઈડ્રેશન, એસિડ ટ્રીટમેન્ટ એન્ડ ન્યૂટ્રેલાઈઝેશન, કલે ટ્રીટમેન્ટ, ફીલ્ટર ટ્રીટમેન્ટ, સેન્ટ્રીફ્યુઝેશન.

મિકેનિકલ સેપ્રેશન : આ પધ્ધતિમાં વપરાયેલા લ્યુબ ઓઈલને ફાઈન-મેચ-મેટલ- કલોથ સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. જેથી ઇનસોલ્યુબલ ડર્ટ અને ફાઈબર જેવા પદાર્થ રીમૂવ થાય છે.

હીટ ટ્રીટમેન્ટ અને ડી-હાઈડ્રેશન : આ પધ્ધતિમાં સાફ થયેલા લ્યુબ ઓઈલને ૧૫૦ સે.ગ્રેડ તાપમાને ડી-હાઈડ્રેશન કરવામાં આવે છે. તયારબાદ આ લ્યુબ ઓઈલને ઠંડુ કરવામાં આવે છે. પછીથી આ લ્યુબ ઓઈલને એસિડ ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે. 

એસિડ ટ્રીટમેન્ટ અને ન્યુટ્રેલાઈઝેશન : આ પધ્ધતિમાં ડી-હાઇડ્રેશન થયેલા લ્યુબ ઓઈલને એજીટેટેડ વેસલ્સમાં ભરવામાં આવે છે. ત્યાં આ લ્યુબ ઓઈલને સંલફ્યુરિક એસિડ વડે ટ્રીટ કરવામાં આવે છે. જેથી આ લ્યુબ ઓઈલમાં રહેલ સ્લજ (કચરો) સેટલ થાય છે. જે કચરા ને રી-મૂવકરી સાફ ઓઈલને બીજી ટેંકમાં લઈ જવામાં આવે છે. ત્યાં આ લ્યુબ ઓઈલને સોડિયમ કાર્બોનેટ વડે ન્યુટ્રલ કરવામાં આવે છે.

કલે ટ્રીટમેન્ટ : આ પધ્ધતિમાં લ્યુબ ઓઈલને કલે વડે ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે. ત્યાં લ્યુબ ઓઈલમાં રહેલ બાકીના રજકણો છૂટા પડે છે.

ફીલ્ટર ટ્રીટમેન્ટ: આ પધ્ધતિમાં કલે વડે ટ્રીટ થયેલ લ્યુબ ઓઈલને ફીલ્ટર પ્રેસ વડે ફીલ્ટર કરવામાં આવે છે. જેથી યુઝડ લ્યુબ ઓઈલ ફરીથી વાપરી શકાય એ કન્ડીશનમાં ઉપલબ્ધ બને છે.

એડિટીવ: આ રીતે તૈયાર થયેલ લ્યુબ ઓઈલમાં અમૂક પ્રકારના એડિટીવ ઉમેરવામાં આવે છે. જેવા કે ડીટરજન્ટ, ડીસ્પસેન્ટ, કોરોઝીઓન, ઇનહેબીટર, એન્ટી-વેર જેવા એડિટીવ ઉમેરવામાં આવે છે. જેથી તૈયાર થયેલ લ્યુબ ઓઇલ વેચાણ માટે અનુકુળતા પ્રાપ્ત કરે છે.

ધ ઇન્ડસ્ટ્રીઝ : ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફોર્મ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ એન્ડ એક્સાલોઝીવ ઓથોરિટીઝ જરૂરી બને છે.


Google NewsGoogle News