Get The App

ગુવાર ગમ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
ગુવાર ગમ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ગુવાર ગમને લૅગુમિનિયસના ઝાડના બીઝમાંથી એકસ્ટ્રેક્ટ કરીને મેળવવામાં આવે છે. ગુવાર ગમ લોકસ્ટ બીન ગમ (કેરોબ સીડ ગમ)ને મળતો આવે છે. ગુઆર ગમ એ એક ઇકોનોમિક થીકનર અને સ્ટેબીલાઇઝર તરીકે ઉપયોગમાં લેવાય છે. ગુવાર ગમ ઠંડા પાણીમાં ખૂબ જ ઘટતા આપે છે અને સાથે સારૂ ઇમલસીફાયર પણ છે. ગુવાર ગમ નોન-આયોનિક ઇનગ્રેડીઅન્ટની સાથે ખૂબ જ તાકાતવાન બને છે. પરંતુ આયોનિક ઇનગ્રેડીઅન્ટની સામે ઇફેક્ટેડ બનતો નથી.

ગુવાર ગમમાં વોટર સોલ્યુબલ ફ્લોર (લોટ)નો ભાગ એક્ટીવ ૮૫% જેટલો હોય છે. તેને ગુઆરમ કહેવાય છે. તેમાં રહેલ ગેલેકટોઝ ૩૫ ટકા, તે સાથે સંભવિત ૬૩ ટકા પોલિસેક્રાઇડ અને ૫થી ૭ ટકા પ્રોટિનના હોય છે. ગુવાર ગમ ઠંડા તેમજ ગરમ બન્ને પાણીમાં ઓગળે છે. જે યેલો-ફ્રી-ફ્લોઇંગ પાવડર હોય છે. ગુવાર ગમ ટેસ્ટલેસ, ઓડરલેસ અને નોન-ટોક્સીક હોય છે.

ગુવાર ગમના ઉપયોગ : ફુડ, કન્ફેકશનરી, સિરપ-સરબત, કેચપ જે ફુડ ગ્રેડ હોય છે. કોસ્મેટીકમાં પર્સનલ કેર પ્રોડક્ટસમાં વપરાય છે. તે કોરમેટીક ગ્રેડના હોય છે. જેવા કે :-

* ૨ - હાઈડ્રોક્સી પ્રોપાઈલ ઇથર ઓફ ગમ ગુવાર = નોન-આયોનિક

* ૨ - હાઈડ્રોક્સી - ૩ - ટ્રાય મિથાઇલ એમોનિઓ પ્રોપાઇલ ઇથર, ક્લોરાઇડ = કેટ આયોનિક

* ૨ - હાઈડ્રોક્સી પ્રોપાઇલ - ૨ - હાઈડ્રોક્સી - ૩ ટ્રાય મિથાઇલ એમોનિઓ પ્રોપાઇલ ઇથર, ક્લોરાઇડ = કેટ આયોનિક

ઉપરના ત્રણ પ્રોડક્ટસ ગુવાર ગમ બેઝ જે પર્સનલ કેર જેવા કે ક્રીમ, લોશન ઓડર એબસોર્બન્ટ માટે વાપરી શકાય છે.

પ્રિન્ટીંગ ગમ : ગુવાર ગમનો અધિક વપરાશ કોટન પ્રિન્ટીંગ માટે થાય છે.

કોલોઇડ - હાઈડ્રોકોલોઇડ : પ્રિન્ટીંગ ગમની અંદર ગમ ગુવાર તો જે રીતે ઉપયોગ થઇ રહ્યો છે તે હકીકતમાં કલરને ડલ કરી શકે છે. કારણ કે જે પણ ગમ બને છે તે દરેક એમાઇન બેઝના હોય છે. એમાઇન બેઝ ગુવાર ગમ ટ્રાન્સપર્સી ખતમ કરી ગમને પાતળો બનાવી દે છે.

બીજા કારણોમાં ક્ષારયુક્ત પાણીમાં એમાઇન બેઝ ગુવાર ગમ સ્પ્રેડ થઇ જાય છે. સાથે તેની કોસ્ટ નીચે લાવવા મીઠાનો ઉપયોગ થાય છે. જેથી મીઠુ ક્વોલિટી સ્ટાર્ન્ડરાઇઝમાં વિભાજીત થઇ નકારાત્મક રાસાયણિક ક્રિયા કરે છે. તેના કારણે એમાઇન બેઝ ગુવાર ગમનું રાસાયણિક સ્ટ્રકચર ખોટું સાબિત થાય છે. તેની સામે એમાઇડ બેઝ ગુવાર ગમનું રાસાયણિક સ્ટ્રકચર ખૂબ જ પરફેક્ટ બને છે.

એમાઇડ બેઝ ગુવાર ગમમાં મીઠાનું પ્રમાણ ૩૦ ટકા જેટલું એડજેસ્ટ થઇ શકે છે. એમાઇડ બેઝ ગુવાર ગમને મીઠાથી વધારે નુકશાન થતું નથી. એટલે કે મીઠાની લાંબી અસર ગુવાર ગમ પર પડતી નથી. સાથે કોસ્ટ એડજેસ્ટ થઇ જાય છે. એમાઇડ બેઝ ગુવાર ગમની ઘટ્ટતા એમાઇન બેઝ કરતા ડબલ, તેમજ સુપર પ્રિન્ટીંગ સાથે ખૂબ જ સરળતાથી વોશીંગ થઇ શકે છે. કારણ કે એમાઇડ બેઝમાં ચિકાસનું પ્રમાણ નહિવત હોય છે. તેના કારણે પાણીમાં ગમ જલદીથી છૂટી જાય છે. તેના કારણે પ્રિન્ટીંગ થયેલ માલ ઝડપથી તૈયાર થાય છે. પાણીનો બચાવ થઇ શકે છે.

લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ ઓથોરીટીઝ જરૂરી બને છે.


Google NewsGoogle News