Get The App

થેલિક અનહાઈડ્રાઇડ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
થેલિક અનહાઈડ્રાઇડ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

થેલિક અનહાખડ્રાઇડ વાઇટ, ક્રિસ્ટલ, અને સોલિડ પ્રકારનું હોય છે. તેનો ઉપયોગ સિન્થેટીક રેઝીન મેન્યુફેકચરીંગ માટે થાય છે. આ રેઝીનનો ઉપયોગ પેઇન્ટ પ્રોડક્ટસમાં બાઈન્ડર તરીકે વાપરવામાં આવે છે. પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ૮૦% આલ્કાઇડ રેઝીન વપરાય છે. આ સિન્થેટીક રેઝીનને થેલિક અનહાઈડ્રાઇડ સાથે પોલિડાઈડ્રીડ આલ્કોહોલ, ફેટી ઓઇલ અને એસિડ ને કન્ડેનસિંગ સિસ્ટમથી બનાવવામાં આવે છે.

થેલિક અનહાઈડ્રાઈડ ફ્લેક્સ, મોલટેન અથવા બ્રીક્યૂરેડ ફોમમાં વેચાય છે. થેલિક અનહાઇડ્રાઇડ ફ્લેક્સને હેન્ડલીંગ અથવા પેકિંગ સમયે ઇનફ્લેમેબલ તો છે જ સાથે હેલ્થ હેઝાર્ડસ પણ છે. થેલિક અનહાઈડ્રાઇડ લીક્વીડ અથવા મોલટેનનો દેખાવ વોટર વિસ્કોસિટી પ્રકારનો હોય છે.

એપ્લીકેશન ઃ થેલિક અનહાઈડ્રાઇડ ને પ્લાસ્ટીકમાં કેમિકલ ઇન્ટરમિડીએટ તરીકે ઉપયોગમાં લેવાય છે. વિનાઇલ ક્લોરાઇડમાં થેલેટ ઇસ્ટરનો પ્લાસ્ટીસાઇઝર તરીકે ઉપયોગ થાય છે. બીજા પ્રોડક્ટસમાં થેલેટ પ્લાસ્ટીસાઇઝરનો ઉપયોગ ફ્લેક્સીબલ પીવીસી પ્રોડક્ટસ જેવા કે કેબલ, પાઈપ, લેધર, શૂઝ, ફીલ્મફોર પેકેજીંગ વગેરે માટે થાય છે. થેલિક અનહાઈડ્રાઇડનો બીજી રીતનો મોટા પ્રમાણમાં ઉપયોગ પોલિસ્ટર રેઝીન અને થોડા પ્રમાણમાં આલ્કાઇડ રેઝીન પેઇન્ટ અને લેકર બનાવવા માટે થાય છે.

પ્રોસેસ પ્રમાણે ઓર્થો ઝાઈલીનને રીએક્ટરમાં પાસ કરવામાં આવે છે. ઓર્થોઝાઈલીનને પાસ કરવા માટે ક્લે અથવા પ્રોક્લેઇન રીંગ ટયૂબ કે જે કેટેલાઇસ્ટ (વેનાડીયમ પેન્ટોકસાઇડ અથવા ટીટાનિયમ ઓક્સાઇડ) પ્રકારની વાપરવામાં આવે છે. મેન્યુફેક્ચરીગ પ્રોસેસમાં લગભગ ૦.૯૦ ટન ઓર્થો ઝાઈલીન અથવા ૧-૧ ટન ઓફ નેપ્થોલીન વાપરી, તેનો ઉતારો ૧ ટન જેટલો થેલિક અનહાઈડ્રાઇડનું ઉત્પાદન થાય છે. પાર્ટ ઓફ ધ ફુડ પ્રોડક્ટસ લીક્વીડને કલેક્ટ કરી લેવામાં આવે છે. જે કોન્ટિટી વધે છે તે સોલિડ પાર્ટ હોય છે. અને છેલ્લે પ્યોરિફ્રીકેશન પાર્ટ પ્યોર થેલિક અનહાઈડ્રાઇડ હોય છે અને તે ઉંચી ગુણવત્તા ધરાવે છે.

પ્રોડકશન ઃ ૨૦૦૧માં ઇન્ડીયાનું થેલિક અનહાઈડ્રાઇડ પ્રોડકશન ૧.૪૬ લાખ ટન આકવામાં આવ્યું હતું. જે વધીને ૨૦૦૬-૦૭માં ૨.૨૨ લાખ ટન જેટલું થયેલ છે. જે એન્યુઅલ ગ્રોથ ફેટ ઓફ ૭.૨૫ ટકાનો વધારો થયેલ છે.

લાઈસન્સ ઃ ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કંટ્રોલ બોર્ડ અને એક્સપ્લોસીવ ઓથોરેટીઝ જરૂરી બને છે.


Google NewsGoogle News