સોયામિલ્ક અને કેસિઈન પ્રોડકટસ વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
સોયામિલ્ક : સોયાબિનનું રૂપાન્તર ઉચ્ચ કક્ષાના પ્રોટિન માટે કરવામાં આવે છે. કે જેથી ઉચ્ચ પ્રકારના પીણાઓ બનાવી શકાય જે સહેલાઈથી પચી શકે. સોયામિલ્ક અને ગાયના દૂધમાં થોડો પણ ફર્ક હોતો નથી.
જેથી મિલ્ક પ્રોસેસિંગની રૂઢિચુસ્ત ઈન્ડસ્ટ્રીઝ હવે આ દૂધનો ઉપયોગ યોગાર્ટ તથા આઈસ્ક્રીમ બનાવવા માટે કરી રહી છે. ગ્રાહકો પણ ગાયના દૂધથી બનેલ અથવા સોયામિલ્કમાંથી બનેલ આઈસ્ક્રીમનો તફાવત પારખી શકતા નથી. સાથે ગાયના દૂધ કરતા સોયા દૂધની ઉત્પાદન ક્ષમતા વધારે થઈ શકે તેમ છે અને કિંમતમાં પણ સસ્તી પડી શકે તેમ છે.
સોયાબિનમાં મુખ્યત્વે બે પ્રકારના એન્ઝાઈમ્સનો સમાવેશ હોય છે જે સોયામિલ્કની પધ્ધતિમાં તેઓ નિષ્ક્રીય બને છે. લીયોકસીડેઝ જે ફેટી એસિડનું ઉગ્ર પણે ઓકસીડેશન કરે છે
. અને પેપ્સીન, ટ્રાયપેપ્સીન જેવા એન્ઝાઈમ્સ તેમાં સમાયેલા રહે છે. જે પ્રોટિનને પચાવવામાં મદદ રૂપ થાય છે.
સોયામિલ્ક પાવડર ઉત્પાદન પ્રક્રિયા ઃ આ એક ઈલેકટ્રિક પ્રી-હીટર સિસ્ટમ છે. જે મૂળભૂત રીતે લો-વોલ્ટેઈઝ હેઠળ સ્ટેનલેસ ટયૂબમાં પ્રવાહીને સરળતા પૂર્વક વહાવે છે. જે જેલિયનની અસર ધ્વારા વહેતી ઉર્જાને શોષી લે છે. આ હીટ એકચેન્જરની ટયૂબો બીજી ઘણી ટયૂબો સાથે લો-વોસ્ટેઈઝના ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલ હોય છે.
આ ટયૂબમાં વિજળીનો પ્રવાહ સતત વહેતો હોય છે. પ્રોડકટસને સ્થળાંતર કરવા માટેની જરૂરી ઉર્જા નળીઓમાંના પેસેજની આરપાર ઉત્પન્ન થયેલ વિદ્યુતને વહી જવા દે છે.
જ્યાં દિવાલ પાતળી હોય છે જેથી થોડી ઉર્જાનો શેષ ભાગ રહી જાય છે. તેથી બધો સમય માટે આ ક્રિયા અટકે અને જાય છે. આ પધ્ધતિ બીલકુલ જોખમ વગરની હોય છે. આ રીતે સતત વહેતી ઉર્જાથી પ્રવાહી સોસાઈ જાય છે.
અને તેનું પાવડરમાં રૂપાન્તર થાય છે. જે થર્મોસેન્સેટિવ પ્રોડકટસ જેવા કે કોકોનટ ક્રીમ અને સિગ્નતાવાળા ઘટ્ટ પ્રવાહી બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. તેવી જ રીતે આ પાવડરને ઉપર બતાવેલ દૂધના રૂપમાં પણ નિર્માણ કરી શકાય છે. આ પ્રોડકટસનો ઉપયોગ બેકરી, કેક, મીટ જેવા વધારાના પ્રોડકટસમાં પણ વાપરી શકાય છે.
કેસિઈન: દૂધમાં જે ૩ ટકા જેટલું પ્રોટિન હોય છે તેને કેસિઈન કહેવાય છે. જે ચીકણો પદાર્થ હોય છે. સાથે રહેલ ફોસ્ફરસ અને કેલ્શિયમને, કેલ્શિયમ કેસિઈનેટ કહેવાય છે. જે એસિડ ટ્રીટમેન્ટ પી.એસ. ૪.૭ વડે પ્રેસિપીટેડ થાય છે. અથવા એન્ઝાઈમ વડે ટ્રીટ કરવાથી (મેળવણ) પધ્ધતિ વડે બનેલ પદાર્થને પારાકેસિઈન કહેવાય છે.
એન્ઝાઈમ્સ: ગરમ સ્ક્રીમ્ડ મિલ્કને એન્ઝાઈમ્સ (મેળવણ) એકસ્ટ્રેક્ટ પધ્ધતિ વડે ક્રુડ કેસિઈનમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફેટના કન્ટેઈનને મેળવવામાં આવે છે.
લાઈસન્સ: ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લિયરન્સ ફ્રોમ પોલ્યુસન કંટ્રોલ બોર્ડ ઓથોરિટીઝ જરૂરી બને છે.