સોયા મિલ્ક અને કેસિઈન પ્રોડકટ્સ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
સોયા મિલ્ક અને કેસિઈન પ્રોડકટ્સ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

સોયામિલ્ક ઃ સોયાબિનનું રૂપાન્તર ઉચ્ચ કક્ષાના પ્રોટિન માટે કરવામાં આવે છે. કે જેથી ઉચ્ચ પ્રકારના પીણાઓ બનાવી શકાય જે સહેલાઈથી પચી શકે. સોયામિલ્ક અને ગાયના દૂધમાં થોડો પણ ફર્ક હોતો નથી.

 જેથી મિલ્ક પ્રોસેસિંગની રૂઢિચુસ્ત ઈન્ડસ્ટ્રીઝ હવે આ દૂધનો ઉપયોગ યોગાર્ટ તથા આઈસ્ક્રીમ બનાવવા માટે કરી રહી છે. ગ્રાહકો પણ ગાયના દૂધથી બનેલ અથવા સોયામિલ્કમાંથી બનેલ આઈસ્ક્રીમનો તફાવત પારખી શકતા નથી. સાથે ગાયના દૂધ કરતા સોયા દૂધની ઉત્પાદન ક્ષમતા વધારે થઈ શકે તેમ છે અને કિંમતમાં પણ સસ્તી પડી શકે તેમ છે.

સોયામિલ્ક પાવડર ઉત્પાદન પ્રક્રિયા ઃ આ એક ઈલેક્ટ્રિક પ્રિ-હીટર સિસ્ટમ છે. જે મૂળભૂત રીતે લો-વોલ્ટેઈઝ હેઠળ સ્ટેનલેસ ટયૂબમાં પ્રવાહીને સરળતા પૂર્વક વહાવે છે. જે જેલિયનની અસર ધ્વારા વહેતી ઉર્જાને શોષી લે છે. આ હીટ-એકચેન્જરની ટયૂબો બીજી ઘણી ટયૂબો સાથે લો-વોસ્ટેઈઝના ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલ હોય છે. 

આ ટયૂબમાં વિજળીનો પ્રવાહ સતત વહેતો હોય છે. પ્રોડક્ટસને સ્થળાંતર કરવા માટેની જરૂરી ઉર્જા નળીઓમાના પેસેજની આરપાર ઉત્પન્ન થયેલ વિદ્યુતને વહી જવા દે છે. આ પધ્ધતિ બીલકુલ જોખમ વગરની હોય છે. આ રીતે સતત વહેતી ઉર્જાથી પ્રવાહી સોસાઈ જાય છે. અને તેનું પાવડરમાં રૂપાન્તર થાય છે. આ પાવડરને ઉપર બતાવેલ દૂધના રૂપમાં પણ નિર્માણ કરી શકાય છે. આ પ્રોડક્ટસનો ઉપયોગ બેકરી, કેક, મીટ જેવા વધારાના પ્રોડક્ટસમાં પણ વાપરી શકાય છે.

કેસિઈન ઃ દૂધમાં જે ૩ ટકા જેટલું પ્રોટિન હોય છે તેને કેસિઈન કહેવાય છે. જે ચીકણો પદાર્થ હોય છે. સાથે રહેલ ફોસ્ફરસ અને કેલ્શિયમને કેલ્શિયમ કેસિઈનેટ કહેવાય છે. જે એસિડ ટ્રીટમેન્ટ પી. એસ. ૪.૭ વડે પ્રેસિપીટેડ થાય છે. 

ડ્રાય કેસિઈન ઃ ડ્રાય કેસિઈન બનાવવા માટે સ્કીમ્ડ મિલ્ક અથવા બટર મિલ્કનો ઉપયોગ કરી કેસિઈન બનાવી શકાય છે. કેસિઈન બનાવવા માટે દૂધને ૭૦ સે. ગ્રેડ અથવા ૯૦ સે. ગ્રેડ તાપમાને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ આ દૂધને સલફયુરિક એસિડ અથવા હાઈડ્રોકલોરિક એસિડ વડે પ્રેસિપીટેટેડ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રેસિપીટેટેડ થયેલા માસને પાણી વડે વોશ આપવામાં આવે છે. છેલ્લે લેકટિક એસિડ વડે પ્રેસિપીટેટેડ કરવામાં આવે છે. છેલ્લે વોશ આપી જે મટિરીયલ વધે તેને ડ્રાય કરી, પલ્વરાઈઝ કરવામાં આવે છે. જે પાવડર ફોમમાં આવે છે. તેને કેસિઈન કહેવામાં આવે છે.

નોંધ ઃ કેસિઈનને લાઈમ વોટરમાં મેળવવાથી તે ગ્લુ બને છે ઃ જે ગરમીનો ખુબ જ પ્રતિકાર કરી શકે છે. તેમજ આર્ટીફીશીયલ આયવરી જેવા કે બોલ્સ, કોમ્બસ, ટોઈલેટ બોક્સ વગેરેમાં ઉપયોગમાં લઈ શકાય છે.

લાઈસન્સ ઃ ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ ઓથોરિટીઝ જરૂરી બને છે.



Google NewsGoogle News