પેશ્ચ્યુરાઈઝ મિલ્ક (દૂધ) વિશે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
દૂધમાં રહેલ કિટાણુંને દૂર કરવા માટે હીટ ટ્રીટમેન્ટ (પેસ્ટર) પધ્ધતિ ખૂબ જ આગવી સિસ્ટમ છે. દૂધને પેશ્ચ્યુરાઈઝ કરવા માટેની બે પધ્ધતિ વિકસેલ છે. એક 'ફ્લેશ' અને બીજી 'હોલ્ડર' પ્રોસેસ છે.
ફ્લેશ સિસ્ટમ : આ પધ્ધતિમાં દૂધને ૧૬૦ થી ૧૬૫ ફે. હીટ ઉષ્ણતામાને અમુક મિનિટ માટે ગરમ કરી, રૂમ ટેમ્પ્રેસરે ઠંડુ કરી બોટલ તેમજ પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવે છે. ત્યારબાદ રેફ્રીજરેટર પધ્ધતિ અપનાવવી સંગ્રહ કરવામાં આવે છે.
હોલ્ડર સિસ્ટમ : આ પધ્ધતિમાં દૂધને ૧૪૦ ફે. હીટ ઉષ્ણતામાને ૩૦ મિનિટ સુધી ગરમ કરી ઠંડુ પડતા પહેલા બોટલિંગ કરી, રેફ્રીજરેટરમાં રાખવામાં આવે છે.
મિલ્ક સબસ્ટિટયુટ : ડાયમાલ્ટમાંથી બનતું જાડા સિરપ જેવું ખુશ્બુદાર વાસવાળું અને મીઠા સ્વાદ વાળુ હોય છે. તેમાં ૨૪થી ૨૮ ટકા પાણી, ૧.૩ ટકા એશ, ૦.૭૧૮ થી ૧.૫૧ ટકા લેકટિક એસિડ, ૪.૬૮ થી ૫.૦૬ ટકા નાઇટ્રોજનના હોય છે. આ રસાયણોથી બનેલ દૂધને, મિલ્ક સબસ્ટિટયુટ કહેવાય છે.
એડલસ્ટ્રેશન : સૌથી જૂની પધ્ધતિ દૂધમાં પાણી મેળવવાની છે. દૂધમાં પાણી મેળવવાથી તેનો નેચરલ કલર દૂર થઇ જાય છે. જે દૂધના અનુભવીને જલદીથી ખ્યાલ આવી જાય છે. દૂધનો નેચરલ કલર યેલોઇસ વાઇટ હોય છે. જે પાણી મેળવવાથી બ્લુઇસ ટીન્ટ આવી જાય છે. જે દૂધ માપવાના સાધનથી પકડાય છે.
હોલ મિલ્ક : એડલસ્ટ્રેશનની બીજી પધ્ધતિમાં દૂધમાંથી ક્રીમ કાઢી લઇ બાકીના વધેલા દૂધને હોલમિલ્ક ઓફ સ્કીમ્ડ અથવા પાર્ટલી હોલમિલ્ક તરીકે ઓળખવામાં આવે છે.દૂધને ટેસ્ટ કરવા માટે લેક્ટોમિટર અને હાઈડ્રોમિટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વડે દૂધની સ્પે. ગ્રેવીટી આપવામાં આવે છે. જેમકે પાણીની સ્પે. ગ્રેવીટી ૧, હોય છે. જો પાણીમાં દૂધ મેળવવામાં આવે તો તેની સ્પે. ગ્રેવીટી વધીને ૧.૦૩૦ જેટલી થાય છે.
નોંધ : દૂધમાં ભેળસેળ કરવી એ કાયદાકીય ગુનો બને છે. અમૂક વેપારીઓ દૂધમાં પ્રવાહી ડીટરજન્ટ, વેજીટેબલ ફેટ, મીઠું, ખાંડ, યુરિયા જેવા રસાયણો નાંખી સિન્થેટિક દૂધ બનાવવાની કોશીષ કરતા હોય છે. પરંતુ દૂધનું એનાલીસિસ કરવાથી આવા રસાયણો પકડી શકાય છે.
પ્રોજેક્ટ : આ પ્રકારના ડેરી ઉદ્યોગો જ્યાં ગાય ભેંસને પૂરતો ખોરાક (ઘાસ) કે અન્ય પૂરવઠો સહેલાઇથી મળી શકે, ત્યાં આ ડેરી ઉદ્યોગ નાખી શકાય છે. કારણ કે ગાય અને ભેંસ પોતે જ એક દૂધ બનાવતી ફેકટરી છે.