પેશ્ચ્યુરાઈઝડ મિલ્ક (દૂધ) વિશે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ભારતીય ડેરી ઉદ્યોગ આપણા દેશમાં ખૂબ જ વિકસેલા ક્ષેત્રોમાનું એક છે. આ ક્ષેત્ર એ માનવવિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે ઘણું જ મહત્વ ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોમાં ડેરી ઉદ્યોગનો વિકાસ ઘણો નોંધપાત્ર રીતે થયો છે. રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન, નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (એન.ડી.આર.આઈ.)ને ડેરી ઉદ્યોગનું ઉદ્ભવસ્થાન કહેવામાં આવે છે. જેમાં ભારતીય કેન્દ્ર પશુ ચિકિત્સા સંસ્થાન, રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલય જેવી સંસ્થાઓ કામદારોને ડેરી ઉદ્યોગ બાબતનું શિક્ષણ પુરું પાડે છે. આ પ્રકારના ડેરી ઉદ્યોગો પૂરા દેશમાં દૂધ, છાશ, બટર, પનીર, ચીઝ, આઈસ્ક્રીમ જેવા અનેક સારી ગુણવત્તા ધરાવતા પ્રોડકટ્સ બનાવી તેનું વિતરણ કરે છે. તેવા જ પ્રોડકટ્સ દૂધ વિશે લખીશું.
મિલ્ક (દૂધ) ઃ દૂધ એક જાતનું હેટરોજીનિઅસ (વિજાતીય-વિવિધ) પ્રવાહી છે. તેનું કંમ્પોઝીશન (ગાયના દૂધનું) જેમાં પાણી ૮૭ ટકા, ઈમલસીફાઈડ પાર્ટીકલ ઓફ ફેટ એન્ડ ફેટી એસિડ ૩-૮ ટકા, કેસિઈન ૩ ટકા, સુગર-લેકટોઝ ૫ ટકા, ફેટ પાર્ટીકલ ૬ થી ૧૦, માઈક્રોમિટર ડાયામિટરની લેઅર કોટિંગ થયેલ હોય છે. બાકીનામાં કેલ્શિમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર અને બીજા વિટામિનના બંધારણથી બનતું દૂધ એક પોષક તત્વ હોય છે. દૂધને વિવિધ રીતે ટ્રીટ કરવામાં આવે છે. જેમાં એક પેસ્ટયુરાઈઝેશન, હોમોજેનાઈઝેશન, કીગ્યુલેશન, ડી-હાઈડ્રેશન અને કન્ડેનશન. આ રીતની પદ્ધતિમાં માનવ વપરાશ માટે પેસ્ટયુરાઈઝ સિસ્ટમ અતિ ઉત્તમ સાબિત થાય છે.
પેસ્ટયુરાઈઝ મિલ્ક ઃ પેસ્ટર પદ્ધતીથી દૂધને ઉકાળી (સ્ટરીલાઈઝેશન) કરી કિટાણું રહિત કરવામાં આવે છે. હ્યુમન બોડી માટે દૂધ અતિ ગુણકારી પદાર્થ છે. તેનો ઉપયોગ કરતા પહેલાં નુકશાન કરતાં અને દૂધમાં રહેલા બેક્ટેરિયા (કિટાણું)ઓને દૂર કરવા તે ખૂબ જ અગત્યનું પાસું છે.
દૂધમાં રહેલ કિટાણુંઓને દૂર કરવા માટે હીટ ટ્રીટમેન્ટ (પેસ્ટર) પદ્ધતિ ખૂબ જ આગવી સિસ્ટમ છે. દૂધને પેસ્ટયુરાઈઝ કરવા માટેની બે પદ્ધતિ વિકસેલ છે. એક 'ફ્લેશ' અને બીજી 'હોલ્ડર' પ્રોસેસ છે.
ફ્લેશ સિસ્ટમ ઃ આ પદ્ધતિમાં દૂધને ૧૬૦ એ ૧૬૫ ફે.હીટ ઉષ્ણતામાને અમુક મિનીટ માટે ગરમ કરી, રૂમ ટેમ્પ્રેસરે ઠંડુ કરી બોટલ તેમજ પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવે છે. ત્યારબાદ રેફ્રીજરેટર પદ્ધતિ અપનાવી સંગ્રહ કરવામાં આવે છે.
(ક્રમશઃ)