ઓલિવ ઓઈલ અને પ્રોડકટસ વિશે વિસ્તૃત માહિતી

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ઓલિવ ઓઈલ અને પ્રોડકટસ વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશોમાં છેલ્લા ઘણા વર્ષોથી થતું આ અદ્ભૂત ફળ છે. જે હવે લગભગ પૂરી દુનિયામાં આ ફળનું તેલ એટલે કે ઓલિવ ઓઈલ, જૈતુન જેને ગુજરાતીમાં જીતફળ કહેવામાં આવે છે.

ઓલિવ ઓઈલમાં પુષ્કળ માત્રામાં મોનો સેચ્યુરેટેડ ફેટ હોય છે. તેમજ તે એન્ટી ઓક્સીડેન્ટ પ્રોર્પટી ધરાવે છે. જે ધમનીઓમાં ચરબી જામવા દેતું નથી. ઓલિવ ઓઈલ હૃદયરોગ અને ડાયાબિટીઝ ઉપર ઘણું અક્ષીર સાબિત થયેલ છે. આ ઓઈલમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઘણી જ ઓછી હોય છે.

ઓલિવ ઓઈલમાં રહેલ વિટામિન એ, ડી, ઈ, કે અને બી-કેરોટિન - કેન્સર થતું અટકાવે છે. ઓલિવ ઓઈલમાં રહેલ ઓલિક એસિડ સ્તન કેન્સર તેમજ અલ્ઝાઈમર જેવા રોગ માટે ફાયદાકારક નિવડેલ છે. ઓલિવ ઓઈલ ખાદ્યતેલની તુલનામાં ઘણું મોઘું છે. પરંતુ જરૂરતવાળા લોકો ખરીદે છે.

ઓલિવ ઓઈલના ગુણધર્મો : મનુષ્યની ઉમર વધતાની સાથે ત્વચાના માળખા તેમજ ત્વચા કાર્યશૈલિને નુકશાન થાય છે. ઉંમર વધતા ત્વચાની ડર્મિસ અને એચિર્ડમમિસ પાતળી થતી જાય છે. આંતઃ તથા બાહ્ય ત્વચાને જોડતાં વિસ્તારમાં લવચીકતા ઘટે છે. કોલાજેનના જથ્થામાં રેસા જણાવા લાગે છે. જેથી ટિચ્યૂ નુકસાન સામે લડત આપી શકતા નથી. ઈન્હિબિટર્સના ઉપયોગ દ્વારા કોષોને નુકસાન થતું અટકાવી શકાય છે. ઓલિવ ઓઇલ એ એક જાતનું કુદરતી ઈન્હિબીટર છે. જે અણુ ઘટકો સામે રક્ષણ આપવા સક્ષમ છે.

ઓલિવ ઓઈલ પ્રોર્પટી : પેલ યેલો અથવા ગ્રીનીસ યેલોલીકવીડ, નોન ડ્રાઈંગ ઓઈલ સ્લાઇટ ઓર્ડર અને ટેસ્ટ, સોલ્યુબલ ઈન ઈથર, કલોરોફ્રોમ અને કાર્બન ડાયોકસાઈડ સ્પે.ગ્રેવીટી ૦.-૯૧૦-૦.-૯૧૮, સેપોનિફીકેશન વેલ્યુ ૧૮૮-૧૯૬. આયોડિન વેલ્યુ ૭૭-૮૮, ફલેશ પોઈન્ટ ૪૩૭ં ફે. (૨૨૫ં સે.ગ્રેડ). નોન-ટોકસિક, - કલાઉડી પોઈન્ટ- ૬.૬ ટુ ૧.૧ સે. ડેરીવેશન ઃ- બાય એકસ્પ્રેસીંગ ધ પલ્પ ઓફ ધ ફ્રુટ ઓફ ધ ઓલિવ ટ્રી.

(ક્રમશઃ)


Google NewsGoogle News