મડ થેરપી અને ફેસ માસ્ક વિશે વિસ્તૃત જાણકારી

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
મડ થેરપી અને ફેસ માસ્ક વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

અત્યારના સમયમાં નવી પેઢી સતેજ બનતી જાય છે. પોતાના જીવન અને શરિરની સુંદરતા બાબતે સજાગ બનતી જાય છે. નવી પેઢી ઘણા નવા ઉન્મેષો લઈને જીવી રહી છે. બદલાતા જમાનાની સ્ત્રીઓ જ્યારે કોઈના બેસણામાં જવા નીકળે છે ત્યારે અરિસામાં પોતાનો ચહેરો અચૂક નિહાળી લેવાનું ચૂકતી નથી. વડીલો પણ બદલાઈ રહ્યાં છે સાથે ઉદાર ભાવે કહેવા લાગ્યા છે કે જે અમને છૂટ નથી મળી તે તમને ભલે મળે. બસ, આટલી ઉદાર ભાવના નવા જનરેશન માટે પુરતી છે.

બીઝનેસ સ્તરે વિચારીએ તો મેનેજમેન્ટ અને માર્કેટીંગ ક્ષેત્રે હવે મહિલાઓએ પગપેસારો કર્યો છે. આજે ઉચ્ચસ્તરે બિરાજતી માનુનીઓ બીઝનેસ ડેવલોપમેન્ટમાં પોતે આકર્ષક દેખાય તે રીતે સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ કરતી થઈ છે. 

પોતાના શરીરના અવયવોની સંભાળ માટે સજાગ બની છે. પોતાના ચહેરાને ચમકદાર કરચલી વગરનો બનાવવા માટે મડ થેરપી અને ફેસ માસ્કનો બહોળો ઉપયોગ કરી કાયાને કંચન જેવી બનાવી રહી છે. તેવા જ મડ થેરપી અને ફેસ માસ્ક વિશે.

મડ થેરપી ઃ મડ થેરપી એટલે કાદવનો લેપ, આ થેરપી બીલકુલ નેચરલ હોય છે. સાથે વાતાવરણ નેચરલ પસંદ કરવું જરૂરી બને છે. જેવા કે ડુંગરોની કોતરો વચ્ચે ખળખળ વહેતી સરિતાના કિનારાની બાજુમાં સૂર્યપ્રકાશની વચ્ચે કે જ્યાં નેચરલ માટી ભીંજાયેલી હોય, પૂરો કાદવ બનેલ હોય એવા કાદવનો પૂરા શરીરે આછો લેપ કરી, સૂર્ય પ્રકાશથી કાદવમાં રહેલ ભેજને સૂકાવી દઈ, ઠંડા પાણી વડે સ્નાન કરવાથી ચામડીમાં નવચેતના, સ્ફૂર્તિ અને ચમક આવી જાય છે. આ પ્રયોગ ઘણાં લાંબા સમય સુધી કરવાથી ચહેરા ઉપરની કરચલી, ચરબી આ બધું જ નીકળી જાય છે. ત્યારબાદ કોસ્મેટિક પ્રસાધનનો ઉપયોગ કરી શકાય છે.

ફેસ માસ્ક-પેક ઃ ફેસ માસ્ક એક જાતનું પોલીમર છે. તેના એટલા શરીર માટેના ગુણધર્મો હોતા નથી પરંતુ ફેસ-પેક અતિ ઉત્તમ સાબિત થયેલ છે. કારણ કે ફેસ-પેકમાં માટીનો ઉપયોગ થતો હોવાને કારણે ચહેરાને ઠંડક પહોંચે સાથે ચામડીમાં સ્નિગ્ધતા આવે છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.

ફેસ પેક બનાવવા માટેના કી-ઈનગ્રેડીએન્ટ ઃ મુલતાની માટી, ઓલિવ ઓઈલ, ગુલાબજળ, ચંદન પાવડર, કપૂર, પરફયુમ્સ વડે ફેસ પેક બનાવી શકાય છે.

લાઈસન્સ ઃ ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.



Google NewsGoogle News