મેગ્નેશિયમ અને ડેરિવેશન વિશે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
મેગ્નેશિયમ -Mg આ એક મેટાલીક ઘટક હોય છે. તે સિલ્વરી, મોડરેટલી હાર્ડ આલ્કલાઈન - અર્થ મેટલ છે. જે દરેક પ્રકારે ફેબ્રીકેટેડ થઈ શકે છે.
સાથે સ્ટ્રોંગ રિડયુસીંગ એજન્ટ છે. એલ્યુમિનિયમ પ્રકારની ઈલેક્ટ્રીક કન્ડક્ટીવીટી ધરાવે છે. મેગ્નેશિયમ સેન્ટ્રલ એલિમેન્ટ ક્લોરોફાઈલ મોલેક્યૂલ છે. જે રેડ બ્લડ કોર્પસલ (પ્રાણી શરિરમાનો - અતીસુક્ષ્મ પદાર્થ) કણ, ખાસ કમ્પોનેન્ટ છે. સ્પે.ગ્રે. ૧,૭૪પ મેલ્ટીંગ પોઈન્ટ ૬૫૦ સે.ગ્રેડ, બોઈલીંગ પોઈન્ટ ૧૧૦૭ સે. ગ્રડ, સોલ્યુબલ ઈન એસિડ, ઈન સોલ્યુબલ ઈન વોટર.
* સોર્સ : મેગ્નેસાઈટ અને ડોલોમાઈટ, દરિયાના પાણીમાંથી અથવા બ્રાઈન.
* ડેરિવેશન : (૧) ઈલેક્ટ્રોલાઈસિસ ઓફ ફ્યુઝડ મેગ્નેશિયમ ક્લોરાઈડ. (૨) રિડક્શન ઓફ મેગ્નેશિયમ ઓક્સાઈડ વીથ ફેરોસિલીકોન.
* મેગ્નેશિયમ : ફાઈન પાવડર ૯૯.૫% પ્યોરિટી ધરાવે છે. જે બાર, સીટ, રોડ પ્લેટ, ટયુબીંગ, રિબન, ફ્લેકના રૂપમાં મળે છે.
* હેઝર્ડસ : (સોલિડ મેટલ) જે ૬૫૦ સે.ગ્રેડ તાપમાને સળગી ઉઠે તેવુ ઘટક છે. ડેન્ઝરસ ફ્લેમેબલ ફાયર રિસ્ક, ફાયર કન્ટ્રોલર તરીકે રેતી અથવા ટાલ્કનો ઉપયોગ કરી શકાય છે.
* ઉપયોગ : એલ્યુમિનિયમ એલોય પાર્ટસ, ડાય -કાસ્ટ, ઓટોપાર્ટસ, ફ્લેશ ફોટોગ્રાફી, પ્રોડક્શન ઓફ આર્યન, નિકલ ઝીંક, ટિટાનિયમ-ઝીક્રોનિયમ, કેથોડિક પ્રોટેક્શન, ઓપ્ટીકલ મિરર, ડ્રાય અને વેટ બેટરીમાં ઉપયોગ લઈ શકાય છે.
* મેગ્નેશિયમ ઓક્સાઈડ : (મેગ્નેશિયા) - Mgoબે પ્રકારે પ્રોડયુસ કરવામાં આવે છે. (૧) નીચા ટેમ્પ્રેસરે હાઈડ્રોક્સાઈડને ડીહાઈડ્રેશન કરી પફી (હલકુ) મટિરીયલને મેળવવામાં આવે છે. (૨) ડેન્સ મટિરિયલ્સને ઉચા ટેમ્પ્રેસરે ઓક્સાઈડને મેળવવામાં આવે છે.
* પ્રોપર્ટી : વાઈટ પાવડર, લાઈટ અથવા હેવી પાવડર, મેગ્નેશિયમ કાર્બોનેટને હીટીંગ કરી અથવા બેઝીક મેગ્નેશીયમ કાર્બોનેટ વડે બનાવવામાં આવે છે.
મેલ્ટીંગ પોઈન્ટ ૨૮૦૦ સે.ગ્રેડ, બોઈલીંગ ૩૬૦૦ સે.ગ્રેડ સોલ્યુબલ ઈન એસિડ અને એમોનિયા સોલ્ટ સોલ્યુસન.