Get The App

હાઇડ્રોકાર્બન અને બાયોડીઝલ વિશે વિસ્તૃત માહિતી

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
હાઇડ્રોકાર્બન અને બાયોડીઝલ વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ધ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ પ્રોડક્શન ડેવલોપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર નવેસરથી ઉભુ કરી રહી છે. જેમાં ઊંચી કવોલિટીના વેલ્યુએડેડ (રીફાઈન્ડ) પેટ્રોલિયમ, પ્રોડક્ટસ કન્ઝુમર્સ સુધી ઇકોનોમિક દરે મળી રહે તે રીતનું ઇન્ફ્રાસ્ટકચર ઉભુ કરી રહી છે.

ઇન્ડીયાનું એન્યુઅલ ફ્રુડ ઓઈલ અને કન્ડેનસેટ પ્રોડક્શન ૨૦૦૭નું ૩૩.૯૭ મિલીયન ટન જેટલું હતું તેના કરતા વપરાશ વધતા ૨૦૦૭માં ૧૧૦.૮૬ મિલીયન ટન ઇમ્પોર્ટ કરવું પડયું હતું. જ્યારે નેચરલ ગેસ ૮૭.૯૭ (MMSCMD) મિલીયન સ્ટાર્ન્ડ ક્યુબીક મિટર પર ડે જેટલું પ્રોડક્શન હતું આ પ્રમાણેનું પ્રોડક્શન જોતા ફ્રુડ ઓઈલની ડીમાન્ડ નેચરલ ગેસ કરતા ઘણી ઉચી હતી.

પેટ્રોલિયમ કર્ન્ઝવેશન રીચર્સ એસોસિએશન અને ઓરગેનાઈઝેશન અન્ડર મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ ઇકોનોમિક સેક્ટર જેવાકે, ટ્રાન્સપોર્ટ, ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલચર અને હાઉસ-હોલ્ડની જરૂરત પૂરી થઈ શકે તે રીતેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ થઇ રહ્યું છે.

ધ ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા ઓઈલ અને ગેસના ડેવલોપમેન્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર કન્ટ્રીમાં ઉભુ કરી રહી છે. જેમાં ૨૦૦૮ અને ૨૦૦૯માં નેચરલ ગેસનું પ્રોડક્શન લગભગ ૮૦ મિલીયન સ્ટાર્ન્ડ ક્યુબીક મિટર જેટલું વધી શકશે અને ૨૦૧૧, ૧૨માં વધીને ડબલ થઈ શક્શે.

ઇન્ડીયન ગર્વમેન્ટ બીજી રીતે પણ વિચારી રહી છે કે નેચરલ ગેસ, લીકવીફાઈડ નેચરલ ગેસ (LNG) ને ટ્રાન્સ નેશનલ પાઈપ લાઈન દ્વારા ઇમ્પોર્ટ કરવામાં આવે અને તે ઇરાન, તુર્કમેનીસ્તાન અને મ્યાનમાર કન્ટ્રીમાંથી ઇન્ટરનેશનલ પાઇપ લાઈન નેટવર્કસ દ્વારા ઇમ્પોર્ટ કરવામાં આવે.

ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) : એનવીરોનમેન્ટ, ફ્રેન્ડલી સોર્સ ઓફ એનર્જીને ઇથેનોલ સુગરકેન મોલાસીસમાંથી મેળવવામાં આવે જેથી ફાર્મર સુગર કેનનું વાવેતર વધારે જેથી ફાર્મરનું રીર્ટન પણ વધે. ઇથેનોલનું કોમ્બીનેશન પેટ્રોલ સાથે કરવામાં આવે અને તેના વપરાશમાં તેનું રીઝલ્ટ ઓછું પેદા કરે પોલ્યુઅન્ટ કરે, ઇથેનોલ ૧૦૦% એનવિરોનમેન્ટ ફ્રેન્ડલી હોય છે.

નેપ્થા એકસ્પોર્ટ : ઓઈલ અને નેચરલ ગેસ (ONGC) અને ઇન્ડીયન ઓઈલ કોપોરેશન (IOC) બન્ને કંપની નેપ્થા એક્સ્પોર્ટ કરે છે. ઓ એન જીસી નેપ્થાને નેચરલ ગેસમાંથી પ્રોડયુસ કરે છે. અને ફીડસ્ટોક ફર્ટીલાઈઝર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવે છે.

બાયોડીઝલ : આપણી પાસે ૬૦-Mn Ha (Millian hectares) વેસ્ટલેન્ડ (પડતરજમીન) છે. જે જેત્રોફા ટ્રી પ્લાન્ટેશન માટે ખૂબજ અનુકુળ સાબીત થઈ શકે તેમ છે. જેમાં મલ્ટીપર્પઝ ટ્રી જેત્રોફા માટે અગત્યની બની શકે તેમ છે. જેત્રોફાને ઉગાડવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂરત રહે છે. જેત્રોફા પ્લાન્ટનું આયુષ્ય લગભગ ૫૦ વર્ષ સુધીનું હોય છે. અને તેને વાવેતર પછી બે વર્ષે ફ્રુટ આવવા શરૂ થઈ જાય છે. અને તે એક હેક્ટરે ૫ ટન ઓઈલસીડ આપે છે. અને તેમાંથી ૨ ટન બાયોડીઝલ મેળવી શકાય છે.

R&D : મોડીફાઈડ જેત્રોફા વેરાયટી ડેવલોપીંગ માટે રીસર્ચ એન્ડ ડેવલોપીંગ ખૂબ જ જરૂરી છે. કારણકે તેમાંથી વધારે કન્ટેન્ટ ઓઈલના મેળવી શકાય. તે રીતની ટેકનોલોજી અપનાવવી જરૂરી બને છે.



Google NewsGoogle News