ડી-કેક એકસ્ટ્રેકટસન પ્લાન્ટ વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ડી-કેક એટલે તેલીબિયાને ક્રશિંગ મશીન વડે ક્રશ કરી તેલ કાઢી લીધા પછીનો જે વધેલ સોલિડ પદાર્થ હોય છે તેને ડી-કેક (ખોળ) કહેવાય છે. ડી-કેક એટલે આમ તો રસકસ વગરનો પદાર્થ હોય છે. આ ડી-કેકમાં ક્રશિંગ બાદ લગભગ આઠ ટકા જેટલું ઓઈલ હોય છે.
આ રીતે રહી ગયેલા તેલને એકસ્ટ્રેકટસન પ્લાન્ટ દ્વારા ડી-કેકમાં બહાર કાઢી લેવામાં આવે છે અને જે પદાર્થ વધે છે તેને ડી-કેક કહેવામાં આવે છે. આ ડી-કેક એક બાયો પ્રોડકટસ છે તેનો ઉપયોગ પશુ આહાર તરીકે થાય છે.
એકસ્ટ્રેકટસન પ્લાન્ટ એટલે શું ?
એકસ્ટેકટસન પ્લાન્ટ વગેરે કોઈપણ પદાર્થમાંથી ખેંચી લીધેલું પ્રવાહી, જેવું કે અર્ક, રસ, સત્વ, નિષ્કર્ય વગેરે. આ એકસ્ટ્રેકટસન પ્લાન્ટને સોલવન્ટ પ્લાન્ટ પણ કહેવાય છે. કારણ કે સોલવન્ટની મદદ વડે ઘન પદાર્થમાં રહેલ પ્રવાહીને જુદું પાડી દે તેને સોલવન્ટ પ્લાન્ટ કહેવાય છે.
આ પ્રકારે ડી-કેકને ફુડગ્રેડ હેકઝીન સોલવન્ટની મદદથી ડી-કેક (ખોળ)માં રહેલ આઠ ટકા જેટલું તેલ કાઢી લેવામાં આવે છે. અને બાકી જે ઘન પદાર્થ વધે છે તેને ડી-કેક કહેવાય છે. આ ડી-કેકને બાયોપ્રોડકટસ તરીકે વર્ણવામાં આવે છે. જે એક પ્રોટિન હોય છે.
બાયો પ્રોડકટસ એટલે શું ?
બાયો પ્રોડકટસ એટલે બાયોકેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી એટલે નિર્જીવ પદાર્થમાં જીવ ઉત્પન્ન કરવો.
બાયોકેમિસ્ટ્રીના સિદ્ધાંત પ્રમાણે કોઈપણ ખાદ્ય પદાર્થને પાણી લાગવાથી થોડા સમય બાદ તેમાં બેકટેરિયા ઉત્પન્ન થાય છે. જે ખોરાક અને પાણીના સહારે તેની વૃદ્ધિ થતી જાય છે. આ રીતે ઉત્પન્ન થતા બેકટેરિયાને બાયોકેમિસ્ટ્રી કહેવાય છે.
આજે આ પ્રકારના બાયો-પ્રોજેક્ટ આપણા ભારતમાં પણ આવી ચૂક્યા છે. જેમાં એન્ઝાઈમ (બેકટેરિયા), અર્થવર્મ (અળસિયા), જેવા વર્ગીકલ્ચર પ્રોજેકટોની સવારી ભારતમાં આવી ચૂકી છે. એન્ઝાઈમ આજે માનવજાતી માટે એક અગત્યનું આવરણ બની ગયેલ છે.
દેશી ખાતરથી ખેતિવાડીમાં પણ ક્રાંતિકારી ફેરફારો આવે તે અનિવાર્ય છે. ડી-કેક પણ એક ઉત્તમ ખાતર ગણી શકાય. જે પશ્ચિમના દેશોમાં આપણે ત્યાંથી જ જાય છે. તેના કારણે એક્સપોર્ટ પ્રમોશન પણ ખૂબ જ મોટું થઈ શકે તેમ છે.
આ રીતના સોલવન્ટ એકસ્ટ્રેકટસન પ્લાન્ટમાં પ્રોડકટસના નેચર પ્રમાણે બીજા સોલવન્ટનો ઉપયોગ કરી શકાય છે. તેમાં હેકઝીન, એસિટોન, આઈસો પ્રોપાઈલ આલકોહોલ, ઝાઈલીન, લીકવીડ સલફર ટ્રાયોકસાઈડ, ટ્રેટ બુટાઈલ ફોસફેટ જેવા રસાયણો વાપરી સોલવન્ટ એકસ્ટ્રેકટ કરી શકાય છે.
પ્રોજેક્ટ કોસ્ટ ઃ આ પ્રકારના પ્રોજેક્ટ સાઈટ, લોકેશન અને ફેબ્રીકેશન વર્ક પર આધારિત હોય છે.
લાઈસન્સ ઃ ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.