Get The App

કેલ્શિયમ કાર્બોનેટ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
કેલ્શિયમ કાર્બોનેટ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

કેલ્શિયમ કાર્બોનેટ CAS ૧૩૧૭-૬૫-૩ માઈન્સમાં ડીપોઝીટ થયેલ સર્ફેસ મિનરલને ગ્રાઈન્ડ કરીને મેળવવામાં આવે છે. બીજી રીતે પ્રેસિપિટેટેડ (સિન્થેટીક)ને કેલ્શિયમ ક્લોરાઈડ અને સોડિયમ કાર્બોનેટને વોટર સોલ્યુશન રીએકશનથી મેળવવામાં આવે છે. બીજા પ્રકારે સસ્પેન્શન ઓફ હાઈડ્રેટ લાઈમ અને પાણીમાં કાર્બન ડાયોકસાઈડ પાસિંગ કરીને મેળવવામાં આવે છે.

કેલ્શિયમ કાર્બોનેટ એ એક જાતનો ખૂબ જ સ્ટેબલ, કોમન અને ડિસ્પર્સડ મટિરીયલ્સ છે. કેલ્શિયમ કાર્બોનેટને ઈન્ડીયામાં (લાઈમ-સ્ટોન), ઈટાલીમાં (ટ્રાર્થટાઈન) અને ઈંગ્લેન્ડમાં (ચોક પાવડર) તરીકે ઓળખવામાં આવે છે.

પ્રોપર્ટી : વાઈટ પાવડર અથવા કલરલેસ ક્રિસ્ટલ, ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, ૮૨૫ સે.ગ્રેડ તાપમાને ડીકમ્પોઝ બને છે. બહુ જ થોડો પાણીમાં ઓગળે છે. કાર્બન ડાયોકસાઈડ સાથે વિકાસ પામે છે. તેનું ઓક્સીકરણ થતું નથી.

ઉપયોગ : સોર્સ ઓફ લાઈમ, ન્યુટ્રલાઈઝીંગ એજન્ટ, ફીલર અને એકસ્ટેન્ડર ઈન રબ્બર, પ્લાસ્ટીક, પેઈન્ટ, ઓથેસિસીફાઈંગ એજન્ટ ઈન પેપર, પુટી, ફોર્ટિફીકેશન ઓફ બ્રેડ, ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, એન્ટાસિડ, વાઈટ વોશ, પોર્ટલેન્ડ સિમેન્ટ, એનાલિટીકલ કેમિસ્ટ્રી, કાર્બન ડાયોકસાઈડ જનરેશન લેબોરેટરીઝ.

ચોક પાવડર : આ મિનરલ નેચરલ કેલ્શિયમ કાર્બોનેટનું બંધારણ છે. આ ચોક પાવડરનો ઉપયોગ લખવાના ચોક બનાવવા માટે થાય છે. ચોક પ્રિયારેડ (ડ્રોપ ચોક, કેલ્શિયમ કાર્બોનેટ પ્રિયારેડ પ્રકાર હોય છે.

પ્રોપર્ટી : ફાઈન વાઈટ ટુ ગ્રેઈસ પાવડર, ઓર્ડર લેસ, ટેસ્ટલેસ, સ્ટેબલ ઈન એર, મેલ્ટીંગ પોઈન્ટ (ડીકમ્પોઝ એટ ૮૨૫ સે. ગ્રેડ વીથ ઈવોલ્યુસન ઓફ કાર્બન ડાયોકસાઈડ).

ડેરિવેશન : નેટીવ કેલ્શિયમ કાર્બોનેટને ગ્રાઈન્ડીંગ કરી ફાઈન પાવડરમાં રૂપાંતર કરવામાં આવે છે.

ઉપયોગ : મેડિસીન (એન્ટાસિડ), ટૂથ પાવડર, કેલ્સિમાઈન, પોલિશીંગ પાવડર, સિલીકેટ સિમેન્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

લાઈમસ્ટોન : ન બળી શકે એ પ્રકારનું મિનરલ હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્સાઈટનું બંધારણ હોય છે. લાઈમસ્ટોનમાં ઈમ્પ્યોરીટી જેવા કે ડોલોમેટિક લાઈમસ્ટોન પ્રકારનું મિનરલ હોય છે. લાઈમસ્ટોનમાં ૫ ટકાથી વધારે મેગ્નેશીયમ કાર્બોનેટ હોય છે.

વાઈટીંગ પાવડર : જે નેચરલ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. તેમાં સિલીકા આર્યન, એલ્યુમિનિયમ અથવા મેગ્નેશીયમ હોય છે. જે વાઈટીંગ પાવડરને દુષિત કરે છે. જે રબ્બરમાં ફીલર અને પ્લાસ્ટીકમાં વાઈટવોશનું કામ કરે છે.



Google NewsGoogle News