Get The App

એરોમા કેમિકલ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
એરોમા કેમિકલ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

(ગતાંકથી ચાલુ)

બેન્ઝાઈલ એસિટેટ : બેન્ઝાઈલ એસિટેટને બેન્ઝાઈલ આલકોહોલ અથવા બેન્ઝાઈલ કલોરાઈડ અને સોડિયમ એસિટેટ એસ્ટ્રીફીકેશન ધ્વારા મેળવવામાં આવે છે. 

તેનો ટેસ્ટ પર પ્રકારનો હોય છે. આ પ્રોડકટ્સ જસ્મીન પરફયુમ્સ બનાવવા માટે ઉપયોગી થાય છે.

બેન્ઝાઈલ બેન્ઝોએટ :- બેન્ઝાઈલ બેન્ઝોએટ, બેન્ઝાઈલ એસિટેટ પ્રકારનું સામ્ય ધરાવતું રસાયણ છે. તેનો ઉપયોગ કનફેકશનરી અને ચ્યુઈગમ ગમ માટે થાય છે.

બેન્ઝાઈલ સોલિસાઈલેટ : બેન્ઝાઈલ સેલિસાઈલેટને બેન્ઝાઈલ ક્લોરાઈડ અને સોડિયમ સેલિસાઈલેટ ને કન્ડેનશન કરીને મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ ફુટ-ફલેવર તરીકે થાય છે.

મિથાઈલ સેલિસાઈલેટ :- મિથાઈલ સોલિસાઈલેટ ને એસ્ટ્રીફીકેશન ઓફ સેલિસાઈલીક એસિડ વડે મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ રૂટ-બીયર, માઉથવોશ ચ્યુઇંગ ગમમાં વપરાય છે.

રાસબેરી કેટોન : ૧ - (૪ - હાઈડ્રોકસીફીનાઈલ) - ૩ - બુટાનોન : કે જે - એસિટોન સાથે પી-હાઈડ્રોકસીબેન્ઝાલડીહાઈડને કન્ડેનશન દ્વારા મેળવવામાં આવેલ છે. બીજી રીતે ફીનોલ અને મિથાઈલ વિનાઈલ કેટોનને હાઈડ્રોજીનેશન અથવા ફ્રાઈડીઅલ-ફાફટ વડે મેળવવામાં આવે છે.

એ - એમાઈલ મિનામલડીહાઈડ : કે જેને આલ્કલાઈન કન્ડેનસન ઓફ હેપ્ટાને ધ્વારા મેળવવામાં આવે છે. બેન્ઝાલડીહાઈડ - ઈમીટેશન એપલ, એપ્રિકોટ, પિચ, સ્ટ્રોબેરી ફલેવર્સ તરીકે ઉપયોગ થાય છે. 

ફ્રેગેંસ તરીકે જસ્મીન નોટ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. જે સોપ, ડીટરજન્ટમાં વાપરી શકાય છે.

મિથાઈલ બેન્ઝોએટ :- બેન્ઝોઈક એસિડને એસ્ટ્રીફીકેશન કરીને મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ ફલેવર અને ફ્રેગેસમાં થાય છે. તેની ઓર્ડર ફ્રુટી ટાઈપની હોય છે. તેમજ કલો નોટ પ્રકારના હોય છે.

સિટ્રાલ :- નેચરલ સિટ્રાલને એકસ્ટ્રેકશન પ્લાન્ટ ધ્વારા લેમન - ગ્રાસ ઓઈલમાંથી મેળવવામાં આવે છે. સિટ્રાલનો ઉપયોગ લેમન તરીકે સોપ અને ડીટરજન્ટમાં થાય છે.

લાઈસન્સ :- ધ લાઈસન્સ અન્ડર થ ઈન્ડસ્ટ્રીઝ એકર એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરેટીઝ જરૂરી બને છે.                    

  (સંપૂર્ણ)


Google NewsGoogle News