એલ્ગા (શેવાળ) લીલ વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
આવતી સદી માટે અન્ન અભિયાનની તડામાર તૈયારીઓ વિશ્વ આરોગ્ય સંસ્થાના નેજા હેઠળ થઈ રહી છે. તેના સૌ પ્રથમ અભિયાન તરીકે પડતર, પથરાળ તેમજ ડુંગરની કોતરોમાં નાના-મોટા તળાવોની રચના કરી, આ તળાવોમાં પાણી ભરી અથવા વરસાદના પાણીને એકઠું કરી તેમાં એલ્ગા (શેવાળ) લીલનું વાવેતર કરવું અને તેની ઉપજ લઈ તેને ખોરાકમાં અથવા ફાસ્ટફુડમાં ઉપયોગ કરવો. કારણ કે એલ્ગા એક જાતની ખેતી છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે.
એલ્ગા શું છે ?
એલ્ગા એટલે દરિયાળ, તળાવ ઉપર બાઝતો શેવાળ (લીલ) છે. જે ક્લોરોફાઇલ અંગસ્થિત પ્રાણીજ કે વનસ્પતિજન્ય એ એવી એક હરિયાળી ચાદર છે કે તેને કોઈ ફુલ કે છોડ જેવું કશું હોતું નથી. પરંતુ એકકોશીય ફરી ફરી ઉત્પન્ન થતો માઇક્રો ઓરગેનિજમ છોડ હોય છે. જે એકસો ફુટની લંબાઈનો પણ હોઈ શકે છે. એલ્ગા ચાર પ્રકારના હોય છે. જેમાં બ્રાઉન, રેડ, ગ્રીન અને બ્લ્યુ ગ્રીન. બલ્યુ ગ્રીન એલ્ગા જમીન ઉપર પણ ઉગી નીકળે છે. એલ્ગા ફોટોસાઇનથેસિસ સૂર્યપ્રકાશ અને પાણીના ભેજથી આપોઆપ ઓક્સીજનને રીમૂવ કરી કાર્બન ડાયોકસાઇડને મુક્ત કરે છે. એલ્ગામાં ઘણા પ્રકારના મિનરલ, વિટામિન, પ્રોટિન, એસેન્સીયલ એગિનો એસિડ, એલજીનિક એસિડ અને બીજા ઘણા દ્રવ્યો રહેલા હોય છે.
એલ્ગામાં ૭૦ ટકા જેટલો પ્રોટિનનો સમાવેશ છે. તેથી તે બીજા શાકભાજી કરતા વધારે પ્રોટિન પુરુ પાડી શકે છે. પહેલાના સમયમાં એલ્ગાની ખેતી પશુઆહાર અને આયોડિનના સોર્સ માટે કરવામાં આવતી હતી. અને તે સીર્ફ તળાવોમાંથી જ મેળવવામાં આવતી હતી. બ્લ્યુગ્રીન એલ્ગા ઝેરી હોય છે જે માછલી અને બીજા જીવો માટે ખતરો ઉભો કરી શકે છે. ફોસફેટ બેઝ ડીટરજન્ટ વેસ્ટ એલ્ગાને ઉદ્દીપ્ત થવામાં બાધારૂપ બને છે.
ઉત્તમ પ્રકારના એલ્ગાને વૈજ્ઞાાનિકો પ્રિર્ઝવ તેમજ રીફાઇન્ડ કરી ખોરાક તેમજ ફાસ્ટ ફુડ તરીકે ઉપયોગમાં લઈ શકાય અને માનવ આહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી રીતે ચોક્કસ પ્રકારના એલ્ગા પાવડરના પેકેટ તેમજ ટીન પેકેજમાં વેચી શકાય અને માનવ આહાર તરીકે પ્રોટિન યુક્ત ખાદ્ય પદાર્થ તૈયાર થઇ શકે તેવા અંદાજીત આ પ્રોડકટસને બજારમાં લાવવાની તજવીજ થઇ રહી છે.
પ્રોજેક્ટ ઃ- આ પ્રકારના પ્રોજેક્ટો સેન્ટ્રલ ફુડ કોર્પોરેશન અને એગ્રીકલ્ચર ઓરગેનાઇઝેશનના સહયોગથી આપણે ત્યાં પણ લાવી શકાય તેમ છે. જે વધતી જતી માનવ વસ્તિ માટે સહાયરૂપ બની શકશે.
નોંધ ઃ- આ પ્રોડક્ટસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ધારાધોરણ મુજબ ઉત્પાદીત કરી શકાશે અથવા પેકેજ સિસ્ટમથી વેચી શકાશે જે ફુડ એન્ડ ડ્રગ એક્ટ પર આધારિત હશે.