ક્રિપ્ટો કરંસીના રોકાણકારોમાં દિલ્હી ટોપ પર , બીજે બેંગલુરૂ
એક અહેવાલ અનુસાર ક્રિપ્ટો કરંસીમાં દિલ્હીના રોકાણકારો સૌથી વધુ છે. દિલ્હી પછી બેંગલુરૂ અને મુંબઇનો વારો આવે છે. ક્રિપ્ટો કરંસીના રોકાણોમાં ૨૦ ટકા જેટલું રોકાણ ત્રણ મેટ્રો સિટીમાંથી આવે છે . જેમાં દિલ્હી (૮.૮%), હૈદ્રાબાદ (૮.૩%) અને મુંબઇ (૫.૨%)નો સમાવેશ થાય છે. ગરૂગાંવ જેવા શહેરોમાંના રોકાણકારોમાં ૬૦ ટકા યુવાનો છે. આમ પણ, ક્રિપ્ટોના કુલ રોકાણો પૈકી ૭૫ ટકા તો ૩૫ વર્ષની અંદરના હોય છે.