Get The App

વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન પર 5% GST લાદવા વિચારણા

Updated: Mar 24th, 2025


Google News
Google News
વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન પર 5% GST લાદવા વિચારણા 1 - image


જીએસટી કાઉન્સિલ તેની આગામી બેઠકમાં વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતા તમામ પ્રકારના ડ્રોન પર એકસમાન ૫ ટકા જીએસટી લાદવાનો નિર્ણય લઈ શકે છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોનના વિવિધ વર્ગીકરણ અંગેની મૂંઝવણ દૂર કરવા અને ઉદ્યોગને સ્પષ્ટતા આપવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. આ નિર્ણય ભારતના ઝડપથી વિકસતા ડ્રોન ઉદ્યોગ માટે મોટી રાહત બની શકે છે. હાલમાં, દેશમાં લગભગ ૪૮૮ ડ્રોન કંપનીઓ કાર્યરત છે, જેમણે અત્યાર સુધીમાં લગભગ ૫૧૮ મિલિયન ડોલરનું રોકાણ મેળવ્યું છે. હાલમાં, ડ્રોન પરના જીએસટી દરો તેમના વર્ગીકરણના આધારે બદલાય છે.  વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન, જો HSN કોડ ૮૮૦૬ હેઠળ 'વિમાન' તરીકે આવતા હોય, તો તેમના પર ૫% જીએસટી લાગશે. તે જ સમયે, જો ડ્રોનમાં કેમેરા જોડાયેલ હોય અને તેને HSN ૮૫૨૫ હેઠળ 'ડિજિટલ કેમેરા' ગણવામાં આવે, તો તેના પર ૧૮% જીએસટી વસૂલવામાં આવે છે.  વધુમાં, વ્યક્તિગત ઉપયોગ માટે ખરીદેલા ડ્રોન પર HSN ૮૮૦૬ હેઠળ ૨૮% સુધીનો જીએસટી લાગુ પડે છે. તાજેતરના સમયમાં સરકારે ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.  

વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન પર 5% GST લાદવા વિચારણા 2 - image

એશિયા-પેસિફિકમાં ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી વધુ વળતર 

એશિયા પેસિફિકમાં ભારત રિયલ એસ્ટેટ માટે ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતું બજાર રહ્યું છે.  ભારતમાં રોકાણમાં સૌથી વધુ વધારો ૨૦૨૪ના બીજા ભાગમાં નોંધાયો છે.  તે જ સમયે, ૨૦૨૪ના બીજા ભાગમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં રિયલ એસ્ટેટ રોકાણ વાર્ષિક ધોરણે ૬ ટકા વધ્યું છે જ્યારે વાર્ષિક ધોરણે ૧૨ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ના બીજા ભાગમાં એશિયા પેસિફિકમાં રિયલ એસ્ટેટમાં રોકાણ ૬ ટકા વધીને ૮૩.૨ બિલિયન ડોલર થયું છે.  તે વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધીને ૧૫૬ બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું. રોકાણમાં આ વધારો પ્રદેશના ટોચના નવ બજારો - ઓસ્ટ્રેલિયા, ચીન, હોંગકોંગ, ભારત, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને તાઇવાનની સતત મજબૂતાઈને રેખાંકિત કરે છે. અહેવાલ મુજબ, ૨૦૨૪ના બીજા ભાગમાં દક્ષિણ કોરિયા, જાપાન અને ચીનની સંયુક્ત ભાગીદારી કુલ ૮૩.૨ બિલિયન ડોલરના રિયલ એસ્ટેટ રોકાણમાં ૫૯ ટકા હતી.  ભારતમાં રોકાણમાં વાષક ૮૮ ટકાનો વધારો જોવા મળ્યો અને રોકાણ વધીને ૩ બિલિયન ડોલર થયું છે.

Tags :