Get The App

ફોક્સકોન સામે ફરિયાદ

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
ફોક્સકોન સામે ફરિયાદ 1 - image


ફોક્સકોન સામે ફરિયાદ

તમિળનાડુના ફોક્સકોનના પ્લાન્ટમાં મહિલાઓને જોબ આપવા બાબતે ભેદભાવ ચાલે છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે જેકે ફોક્સકોને આ આક્ષેપોને નકાર્યા છે અને કહ્યું છે કે અમે ૨૫ ટકા મહિલાઓને ફ્રેશ જોબ આપી છે અને તે બધીજ પરણિત છે. તાઇવાનીઝ ટ્રેડ પ્રમેાશન કાઉન્સીલે  ભારતમાં કામ કરતી તાઇવાનની કંપનીઓને કહ્યું છે કે તમે ભારતના બિઝનેસના વાતવરણને સમજો અને તે પ્રમાણે કામ કરો. જ્યાં એપલ આઇ ફોન બને છે તે ફોક્સકોન સામે ફરિયાદ હતી કે તે પરણિત સ્ત્રીઓને નોકરી પર નથી રાખતા.

ફોક્સકોન સામે ફરિયાદ 2 - image

બેંગલુરૂમાં સેમસંગની  ઓફિસનું ભાડું 50 કરોડ

સાઉથ કોરિયાની ટેકનીકલ જાયન્ટ સેમસંગે બેંગલૂરૂમાં ચાર લાખ સ્કેવરફૂટની ગોલ્ડસ્ટોન ટાવર ખાતેનો ઓફિસનો વાર્ષિક ભાડા કરાર રીન્યુ કર્યો છે. આ ભાડુંું ૫૦ કરોડનું છે. ૨૦૧૯માં આ સ્પેસ સેમસંગે લીધી હતી. હવે કરાર પાંચ વર્ષ સુધી રીન્યુ કરેલ છે. આ જમીન સાથે ૫૬૨ કાર પાર્ક કરી શકાય એવો પ્લોટ પણ છે. સેમસંગે કરાર અનુસાર પહેલાં  ૪૦ કરોડ ચૂકવી દીધા છે.

ફોક્સકોન સામે ફરિયાદ 3 - image

- ગુગલે બેંગલુરૂમાં  નવી ઓફિસ લીધી ભાડું..4 કરોડ

ગુગલે તાજેતરમાં બેંગલુરૂ ખાતે એલમ્બિક સીટીમાં  ૬૪૯,૦૦૦ સ્કેવર ફૂટની નવી ઓફિસ લીધી છે. ત્રણ વર્ષના ભાડા પટ્ટે લેવાયેલી ઓફિસ ખાસ કરીને અમેરિકાથી શિફ્ટ થઇ રહેલા કેટલાક સ્ટાફ માટે છે. તેનું ભાડું ૪ કરોડ રૂપિયા છે. કહે છેકે સુંદર પિચાઇ કેટલીક મહત્વની ઓેફિસો ભારત શિફ્ટ કરી રહ્યા છે.

- રીટા સિંહની પડતીનો સમય

મેડમ રીટા સિંહનું નામ રોકાણકારોમાં બહુ જાણીતું હતું. ૧૮ વર્ષ પહેલાં જ્યારે તે દુબઇથી પોતાની કંપની માટે ભંડોળ મેળવવા આવ્યા ત્યારે રોકાણકારોને રાહ જોવડાવ્યા કરી હતી. તે જ્યારે આવ્યા ત્યારે મોડા આવ્યા બદલ માફી માંગ્યા વગર પોતાની સિધ્ધિ વર્ણવ્યા કરી હતી. તેમની સ્પીચ તે લોકોને છેતરવા માટે હતી એમ કહેવાયું હતું. હાલમાં તેમની પડતી ચાલે છે. તે રોકાણકારોને ત્યાં ધક્કા ખાઇ રહ્યા છે.રીટા સિંહ જાણી ગયા છે કે સમય સમય બલવાન હૈ..

- 2031માં ભારત બીજા નંબરનું આર્થતંત્ર બનશે 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર મિચ્ચેલ દેવવ્રતા પાત્રાએ કહ્યું છે કે ૨૦૩૧સુધીમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં બીજા નંબર પર આવી જશે. ગય અઠવાડિયે મસૂરી ખાતે નેશનલ એકોડેમી ઓફ એેડમિનિસ્ટ્રેશનમાં બોલતા તેમણેે એમ પણ કહ્યું હતું કે  ૨૦૬૦ સુધીમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી મોટું બની જશે. લાંબા સમયના મજબૂત ગ્રોથ માટે ભાવોમાં સ્થિરતા હોવી જરૂરી છે. તેમણે કહ્યું કે લોકો ભલે કહે કે ૨૦૪૮માં ભારત બીજા નંબરનું અર્થતંત્ર બનશે એમ કહે પરંતુ હું તે માટે ૨૦૩૧નો સમય કહું છું. આગામી વર્ષોમાં ભારત વિશ્વનું ઇકોનોમીક પાવરહાઉસ બની શકે છે.

ફોક્સકોન સામે ફરિયાદ 4 - image

- ફિેનટેકના વિકાસમાં જેન AIની મહત્વની ભૂમિકા

ભારતમાં નાના વ્યવસાયના માલિકોને સશક્તિકરણ કરવામાં ફિનટેક કંપનીઓ જે મહત્વની ભૂમિકા ભજવે છે તે તેઓની સેવાઓની વિશાળ શ્રેણી પરથી સ્પષ્ટ થાય છે. ચુકવણીઓ, ક્રેડિટ અને રોકાણ વિકલ્પોની અક્સેસ, વધુ સારી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, બહેતર નાણાકીય વ્યવસ્થાપન, અન્યો વચ્ચે તેમને સક્ષમ કરવા તેમજ કાર્યકારી મૂડી અને રોકડ પ્રવાહ ધિરાણ મેળવવા માટે પણ મદદ કરે છે. જેમ જેમ વધુ ને વધુ વ્યવસાયો ડિજીટલ થઈ રહ્યા છે તેમ, ફિનટેક કંપનીઓ ભૌતિક માળખા પર કોઈ નિર્ભરતા વિના તમામ નાણાકીય સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવીને ડિજિટલ યુગમાં વ્યવસાયો અને વ્યક્તિઓની વિશાળ શ્રેણીને ખીલવા માટે સક્ષમ બનાવી રહી છે.  

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર બહેતર અંડરરાઈટિંગ, ઉત્તમ ગ્રાહક અનુભવ અને વ્યક્તિગત ઓફરિંગને સક્ષમ કરીને નાણાકીય સેવાઓને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યાં છે.   આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સફળતાઓ અને નવીનતાઓ જોઈ છે અને જેન એઆઈ તેમાંથી એક છે.  જેન એઆઈ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  અને મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ચોક્કસ સબસેટ છે જે નવી ડેટા જનરેટ કરી શકે તેવી સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેન એઆઈ પાસે કાર્યક્ષમતા અને ખર્ચ બચતમાં લાભની સુવિધા આપીને, ક્લાયન્ટ ઈન્ટરફેસને ફરીથી આકાર આપીને, આગાહીની ચોકસાઈ વધારીને અને જોખમ વ્યવસ્થાપન અને અનુપાલનમાં સુધારો કરીને નાણાકીય સેવાઓ પ્રદાતાઓ અને ફિનટેક કંપનીઓને સશક્ત કરવાની ક્ષમતા છે. એક અહેવાલ મુજબ, જેન એઆઈ માર્કેટનું બજાર કદ ૨૭.૬૬% ના વાર્ષિક વૃદ્ધિ દરથી વધશે, જેના પરિણામે બજારનું કદ ૪.૨૦ બિલિયન ડોલર થશે.  

- ચોમાસા અને તહેવારો દરમિયાન કારની ખરીદી વધશે

છેલ્લા કેટલાક સપ્તાહમાં કારના વધુ સ્ટોક અંગે ડીલરોની ફરિયાદ પર ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ વિનોદ અગ્રવાલે કહ્યું કે આ ચિંતાનો વિષય નથી.  તેમણે કહ્યું, મને ખાતરી છે કે માંગ અને પુરવઠા વચ્ચે વધુ સારું સંતુલન છે.  આપણે સ્ટોક વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ.  આ માટે કંપનીઓ જરૂરી પગલાં લેશે. ગયા મહિને ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનએ દેશભરના ડીલરો પાસે ફોર-વ્હીલરના વધતા સ્ટોક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.  આ વધારાનો સ્ટોક વ્યાજ ખર્ચમાં વધારો થવાને કારણે ડીલરો પર નાણાકીય દબાણ લાવી શકે છે. ચોમાસા અને તહેવારોના હકારાત્મક વલણને કારણે સારી વૃદ્ધિની અપેક્ષા છે.  સ્થાનિક વેચાણમાં સતત ઘટાડાનું એક કારણ નાની કારની માંગમાં ઘટાડો છે.  જો ડીલર મજબૂત છે તો કંપની મજબૂત છે.  


Google NewsGoogle News