Get The App

ખેલકૂદની સેવાઓ પરના GST ને લગતી જોગવાઈઓની છણાવટ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
ખેલકૂદની સેવાઓ પરના GST ને લગતી  જોગવાઈઓની છણાવટ 1 - image


- GSTનું  Ato Z-હર્ષ કિશોર

- IPLની વાત કરીએ તો તે જાહેરનામાં ક્રમાંક 12 તારીખ 28. 6. 2017 ની એન્ટ્રી 53 હેઠળ માફી મળે તેમ નથી કારણ કે તે ફેડરેશન, એસોસિએશન અથવા બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવતી નથી

આજના જમાનામાં ખેલકૂદને લગતા કાર્યક્રમો લગભગ દરરોજ કોઈને કોઈ જગ્યાએ થતા હોય છે. જેમાં ભાગ લેવા માટેની ફી, મેમ્બરશીપ, સ્પોન્સરશીપ, પ્રાઈઝ મની વગેરેના મુદ્દા જીએસટીની દ્રષ્ટિએ ચકાસવાના થાય છે. આવા મોટાભાગના ખેલકૂદના આયોજનો સરકારી સંસ્થાઓ જેમ કે નેશનલ સ્પોર્ટ્સ એકેડેમી, સ્પોર્ટ્સ ક્લબ, ઓલમ્પિક એસોસિએશન, વગેરે દ્વારા કરવામાં આવે છે.  આવી સંસ્થાઓને ખેલાડીઓ દ્વારા ભાગ લેવા માટેની ભરવામાં આવતી ફી અને અન્ય આવક ઉપર વેરા મુક્તિ મળેલ હોય છે. પરંતુ સાથે-સાથે ખાનગી સંસ્થાઓ દ્વારા જેમ કે ક્રિકેટ માટે IPL કે કબ્બડી માટે પ્રો-કબડી લીગ જેવા આયોજનો થતા હોય છે. અને તે સિવાય કેટલાક લોકો દ્વારા રેસ કલબની પ્રવૃત્તિ પણ કરતી હોય છે જે જીએસટી હેઠળ વેરાપાત્ર થાય છે.

જાહેરનામા ક્રમાંક ૧૨/ ૨૦૧૭ તારીખ ૨૮. ૬. ૨૦૧૭ માં આપેલ વ્યાખ્યા મુજબ:

(zx) “recognised sports body” means - 

(i) the Indian Olympic Association; 

(ii) Sports Authority of India; 

(iii) a national sports federation recognised by the Ministry of Sports and Youth Affairs of the Central Government, and its affiliate federations; 

(iv) national sports promotion organisations recognised by the Ministry of Sports and Youth Affairs of the Central Government; 

(v) the International Olympic Association or a federation recognised by the International Olympic Association; or 

(vi) a federation or a body which regulates a sport at international level and its affiliated federations or bodies regulating a sport in India;

અને

(zw) “recognised sporting event” means any sporting event,- 

(i) organised by a recognised sports body where the participating team or individual represent any district, state, zone or country; 

(ii) organised - 

(A) by a national sports federation, or its affiliated federations, where the participating teams or individuals represent any district, state or zone; 

(B) by Association of Indian Universities, Inter-University Sports Board, School Games Federation of India, All India Sports Council for the Deaf, Paralympic Committee of India or Special Olympics Bharat; 

(C) by Central Civil Services Cultural and Sports Board; 

(D) as part of national games, by Indian Olympic Association; or 

(E) under Panchayat Yuva Kreeda Aur Khel Abhiyaan (PYKKA) Scheme;

અગત્યના મુદ્દા જોઈએ તો:

૧. જ્યારે કોઈપણ ખેલકૂદની સ્પર્ધામાં ભાગ લેવા માટેની ફી એકઠી કરવામાં આવે ત્યારે જે તે સંસ્થાએ રમત માટે જરૂરી મેદાન, સાધન સામગ્રી, મેચ ગોઠવવાની, સ્કોર લખવાના અને વિજેતા ઘોષિત કરવા માટેની સેવાઓ આપતી હોય છે. આ સેવાઓ વેરાપાત્ર થાય.

૨. જ્યારે હરાજી (મૈગ) માં ભાગ લઈને કોઈ ફ્રેન્ચાઇસી કોઈ ટીમ ખરીદે (જેમ કે ક્રિકેટ માટે IPL કે કબ્બડી માટે પ્રો-કબડી લીગમાં) ત્યારે બિડરે ફોરવર્ડ ચાર્જ મુજબ જીએસટી ભરવાનો થાય છે.

૩. જીએસટી હેઠળ સ્પોન્સરશિપની કોઈ વ્યાખ્યા આપેલ નથી. પરંતુ અગાઉ સર્વિસ ટેક્સના કાયદા  મુજબ જોઈએ તો તેમાં સ્પોન્સરનું નામ લખવું, કંપનીનું નામ કે લોગો અથવા ટ્રેડ નેમ પ્રદર્શિત કરવું, સ્પોન્સરને બુકિંગ માટેના વિશેષ અધિકારો આપવા અને સ્પર્ધા માટે ટ્રોફી કે ઇનામો પણ સ્પોન્સર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

૪. સ્પોન્સરશીપના કિસ્સામાં સ્પોન્સરરે લાગુ પડતા દરે રિવર્સ ચાર્જ મુજબ જીએસટી ભરવાનો થાય.

૫. હેડિંગ ૯૯૭૬ મુજબ કસીનો, રેસ ક્લબ અથવા ખેલકૂદને લગતા ઇન્ડિયન પ્રીમિયર જેવા લીગ જેવા કાર્યક્રમોમાં પ્રવેશ માટે લાગતો વેરાનો દર ૨૮% તે સિવાયના સાંસ્કૃતિક અને અન્ય કાર્યક્રમોમાં ૧૮%.

૬. કોઈ ખેલાડી દ્વારા વ્યક્તિગત રીતે માન્યતા પ્રાપ્ત ખેલકૂદની સંસ્થાને ખેલાડીની સેવા પૂરી પાડવામાં આવે જેમાં ખેલાડી, અમ્પાયર, કોચ, ટીમ મેનેજર, જજ, ટાઇમ કિપર, વગેરેનો સમાવેશ થાય તો વેરો લાગતો નથી. 

૭. જો એક માન્યતા પ્રાપ્ત ખેલકૂદની સંસ્થા એવી જ બીજી માન્યતા પ્રાપ્ત ખેલકૂદની સંસ્થાને રમત રિલેટેડ સેવા પૂરી પાડે તો તે પણ માફી રહે છે.

૮. એવોર્ડ ફંક્શન, કોન્સર્ટ, પેજન્ટ કે કાર્યક્રમમાં પ્રવેશ માટે જો ટિકિટનો દર ૫૦૦ થી ઓછો હોય તો વેરો લાગતો નથી.

૯. જાહેરનામાં ક્રમાંક ૧૨ તારીખ ૨૮. ૬. ૨૦૧૭ ની એન્ટ્રી ૫૩ અને એચએસએન ૯૯૮૫ મુજબ ખેલકૂદના કાર્યક્રમોને એટલે કે અત્રે ઉપર જોયા મુજબ (zw) “recognised sporting event” lt meaning ના સીચહૈહય માં પડતા ીપીહાજ ને સ્પોન્સર કરવાની સેવા માફી રહે છે. 

૧૦. IPL ની વાત કરીએ તો તે જાહેરનામાં ક્રમાંક ૧૨ તારીખ ૨૮. ૬. ૨૦૧૭ ની એન્ટ્રી ૫૩ હેઠળ માફી મળે તેમ નથી કારણ કે તે ફેડરેશન, એસોસિએશન અથવા બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવતી નથી.

૧૧. ઇનામની રકમ ઉપર જીએસટી લાગે કે નહીં તે અંગે જુદા જુદા મત પ્રવર્તે છે. એવું પણ બને તે ઈનામ જીતનાર વ્યક્તિ જીએસટી હેઠળ નોંધાયેલ ના હોય તો સ્વાભાવિક છે ત્યારે વેરો ના લાગે. સામે આ અંગેના એડવાન્સ રૂલિંગ પણ એવા આવેલ છે જેનાથી જોઈએ તેથી સ્પષ્ટતા થતી નથી.

અગત્યનું એડવાન્સ રુલિંગ: મહારાષ્ટ્ર અપેલેટ ઓથોરીટી ફોર એડવાન્સ રુલિંગએ 'વિજય બી શિર્કે' ના કેસમાં ઓથોરીટી ફોર એડવાન્સ રુલિંગના વિરુદ્ધનો નિર્ણય આપેલ છે અને જણાવેલ છે કે અરજદાર ઘોડાના માલિક છે અને આ ઘોડા મુંબઈ અને પૂણેની જુદી-જુદી ક્લાબોમાં  હોર્સ રેસમાં ભાગ લે છે. તે સિવાય અરજદારના ઘોડા મૈસુર, મદ્રાસ, હૈદરાબાદ અને કલકત્તા ખાતે આવેલ રેસકોર્સ અને ક્લબોની રેસમાં પણ ભાગ લે છે. અરજદારને રેસમાં જે ઇનામની રકમ મળે છે તે અગાઉ સર્વિસ ટેક્સ હેઠળ વેરાપાત્ર હતી અને હવે જીએસટી હેઠળ પણ કલમ સાતની જોગવાઈઓ મુજબ તે સપ્લાય ગણાશે અને ૧૮ ટકાના દરે તેના ઉપર વેરો લાગશે. અપેલેટ ઓથોરીટી ફોર એડવાન્સ રુલિંગ એ વધુમાં જણાવ્યા મુજબ આ કિસ્સામાં અરજદાર વેપારીને વેરાપાત્ર સપ્લાયની ITC  મળશે પરંતુ એન્ટ્રી ફી, ઘોડાને ટ્રેનર દ્વારા અપાતા ટ્રેનિંગ સામેના ટ્રેનિંગ ચાર્જ, અને અન્ય ચાર્જની વેરા શાખ મળવાપાત્ર થતી નથી. 

તાજા સમાચાર: કોરોનાના કારણે વેપારીઓને પત્રકો ફાઈલ કરવામાં પડેલ મુશ્કેલીઓ અને નોંધણી દાખલો રદ થયા બાદ રિસ્ટોર થવાના કિસ્સાઓમાં વેપારીઓને વેરાશાખ લેવામાં ઘણી તકલીફો પડતી હતી તેના નિરાકરણ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ સમયના બજેટ માટે સંસદમાં રજૂ થયેલ ફાઇનાન્સ એકટ થકી જીએસટી કાયદામાં બે નવી કલમ ઉમેરવામાં આવેલ છે. 

કલમ ૧૬(૫) મુજબ નાણકીય વર્ષ ૨૦૧૭- ૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ ની ઇન્વોઇસ કે ડેબીટ નોટ માટે નવેમ્બર ૩૦ સુધી કલમ ૩૯ મુજબ જો પત્રકો ફાઇલ કરેલ હોય તો તે વેપારી વેરાશાખ લઈ શકશે તે મતલબનો સુધારો થયેલ છ અને તેની અમલી તારીખ ૨૭.૯.૨૦૨૪ છે. અગાઉ સપ્ટેમ્બર બાદ ભરેલ પત્રકોના કિસ્સામાં વેરાશાખ મળવાપાત્ર થતી ન હતી.

વધુમાં નવી કલમ ૧૬(૬) મુજબ જ્યારે કોઈ નોંધાયેલ કરદાતાનો નોંધણી દાખલો કલમ ૨૯ મુજબ રદ થઈ ગયેલ હોય અને બાદમાં કલમ ૩૦ પ્રમાણે કે અન્ય અપીલ અધિકારી કે ટ્રીબિનલ મારફતે તેનો નોંધણી રદના આદેશનું revocation થયેલ હોય અથવા તો નોંધણી દાખલો રદ થયાની તારીખે કોઈ ઇન્વોઈસ કે ડેબિટ નોટની વેરાશાખ લેવાનું પ્રતિબંધિત ના હોય તો તેવા કેસમાં પણ આવા ઇનવાઈઝ કે ડેબિટ નોટના સંદર્ભમાં કલમ ૩૯ મુજબના ૩૦ નવેમ્બર સુધી પત્રકો ભરીને અથવા તો નોંધણી દાખલો રદ થયો હોય અને તે રદનું revocation થયેલ હોય તેના ૩૦ દિવસની અંદર પત્રક ભરેલ હોય તો બેમાંથી જે મોડું હોય ત્યાં સુધી તેને વેરા શાખ મળવા પાત્ર થશે.


Google NewsGoogle News