GSTની બાકી વસુલાત The Insolvency and Bankruptcy Code, 2016 હેઠળ થઇ શકે?
- GSTનું Ato Z - હર્ષ કિશોર
- કંપનીના અધિકારીઓ, મેનેજરો અને કર્મચારીઓએ હવે આઇઆરપીને રિપોર્ટ કરવાનો થાય અને તે કંપનીને લાગતો જે ડેટા માંગે તે પૂરો પાડવાનો થાય
કેટલાક કિસ્સામાં જ્યારે ખોટમાં ગયેલ/નાદાર થયેલ વેપારી/પેઢી સરકાર અને માલ સામાન પૂરો પાડનાર કે અન્ય લેણદારોની રકમ ચૂકવી ન શકે ત્યારે આપણે વસુલાત માટે GST સિવાય કેટલાક The Insolvency and Bankruptcy Code, ૨૦૧૬ જેવા અન્ય કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવાની થાય છે. આમ તો જીએસટી અને આઇબીસીનો કાયદો બંને અલગ અલગ હેતુઓ માટે બનાવવામાં આવેલ છે. પરંતુ જીએસટીના કાયદામાં કલમ ૮૨ હેઠળ IBC અને જીએસટી પૈકી પ્રથમ ચાર્જ કોનો થશે તે અંગેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે સિવાય જીએસટી રજીસ્ટ્રેશન અને પત્રકો અંગે પણ કેટલાક જાહેરનામા અને પરિપત્રો થયેલ છે. વસુલાતની સમગ્ર પ્રક્રીયા સમજવા માટે આપણે કેટલીક વ્યાખ્યાઓ અને પારિભાષિક શબ્દો સમજીએ.
અગત્યના પારિભાષિક શબ્દો જોઈએ ઃ
CIRP=Corporate Insolvency Resolution Process
CoC= Committee of Creditors
(આમાં ઓપરેશનલ ક્રેડીટર અથવા કંપનીનો સમાવેશ કરાતો નથી)
IP=Insolvency Professionals who are members of insolvency professional agencies
IPAs= Insolvency Professional Agencies. NCLT/DRT દ્વારા નિમણુંક થયેથી આવી એજન્સી insolvencyથી લઈને રીઝોલ્યુશન સુધી માંદી કંપનીનો વહિવટ/બોર્ડ પોતાના હસ્તક લે છે અને રીઝોલ્યુશન પ્લાન બનાવીને Committee of Creditors પાસે મુકે છે જે બાદમાં NCLT/Liquidator પાસે જઈ શકે છે.
- IPAs આવી એજન્સી જે કંપનીના દેવાનું રીઝોલ્યુશન થતું હોય તે કંપનીના એસેટના પ્રમાણમાં performance bonds આપે છે.
IU=Information Utility-would collect, collate, authenticate and disseminate financial information to facilitate proceedings.
કલમ ૩(૧૯) 'insolvency professional' (ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટન્ટ, એડવોકેટ, વગેરે) means a person enrolled under section ૨૦૬ with an insolvency professional agency as its member and registered with the Board as an insolvency professional under section ૨૦૭.
કલમ ૩(૨૦) 'insolvency professional agency" means any person registered with the Board under section ૨૦૧ as an insolvency professional agency
કલમ ૩(૨૧) 'information utility" means a person who is registered with the Board as an information utility under section ૨૧૦. આ લોકો કંપનીની નાણાકીય બાબતોની વિગતો એકઠી કરે છે, તેને પ્રમાણિત કરે છે, કંપનીની મિલકતો અને દેવું સરખાવે છે અને IBCની સમગ્ર પ્રક્રિયામાં સહભાગી બને છે.
કલમ ૩(૧૧) 'debt' (ઉધાર) means a liability or obligation in respect of a claim which is due from any person and includes a financial debt and operational debt. ઉધાર આપનારનો ક્લેમ ઉપસ્થિત થાય છે જેની વ્યખ્યા કલમ ૩(૬) હેઠળ આપવામાં આવેલ છે તેમજ 'કોર્પોરેટ પર્સન'ની વ્યાખ્યા કલમ ૩(૭) આપવામાં આવેલ છે. પરંતુ અહી ફાઈનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડરને બહાર રાખવામાં આવેલ છે. સિવાય કે તેના રૂ ૫૦૦ કરોડના એસેટ હોય તેવા NBFC. (દા. ત. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડ)
કલમ ૫(૨૬) resolution plan means a plan proposed by resolution applicant for insolvency resolution of the corporate debtor as a going concern in accordance with Part II (કંપનીને પુનઃ બેઠી કરવા માટેનો પ્લાન અથવા અન્ય કોઈ કંપની માંદા એકમને ખરીદે કે તેનું મર્જર થાય તે માટેનો પ્લાન)
Explanation.--For the removal of doubts, it is hereby clarified that a resolution plan may include provisions for the restructuring of the corporate debtor, including by way of merger (વિલીનીકરણ), amalgamation (એકીકરણ) and demerger (વિભાજન).
કલમ ૩(૩૦) 'secured creditor (સુરક્ષિત લેણદાર) means a creditor in favour of whom security interest is created
કલમ ૩(૩૧) 'security interest' (નાણાકીય સુરક્ષા) means right, title or interest or a claim to property, created in favour of, or provided for a secured creditor by a transaction which secures payment or performance of an obligation and includes mortgage, charge, hypothecation, assignment and encumbrance (ctustu) or any other agreement or arrangement securing payment or performance of any obligation of any person:
કલમ ૫(૫) corporate applicant means--
(a) corporate debtor (દેવાદાર કંપની); or
(b) a member or partner of the corporate debtor who is authorised to make an application for the corporate insolvency resolution processs or the pre-packaged insolvency resolution process (IBC ના ચેપ્ટર III-A અને કલમ ૫૪-એ થી ૫૪-પી સુધીની જોગવાઈઓ મુજબ), as the case may be, under the constitutional document of the corporate debtor; or
(c) an individual who is in charge of managing the operations and resources of the corporate debtor; or
(d) a person who has the control and supervision over the financial affairs of the corporate debtor;
અગત્યના જાહેરનામા : ૧. જાહેરનામું ક્રમાંક ૧૧/ ૨૦૨૦ તારીખ ૨૧.૩.૨૦૨૦ અને ૨. જાહેરનામું ક્રમાંક : ૩૯/૨૦૨૦ તારીખ ૫.૫.૨૦૨૦ છે. જ્યારે અગત્યના પરિપત્ર ક્રમાંક ૧૩૪/૪/ ૨૦૨૦ તારીખ ૨૩.૩.૨૦૨૦ અને પરિપત્ર ક્રમાંક ૧૨૫/૪૪ તારીખ ૧૮.૧૧.૨૦૧૯ છે.
CIRP લગતી કામગીરીના ક્રમને નીચે મુજબના છ ભાગમાં વહેંચી શકાય :
૧. સૌ પ્રથમ, કલમ ૬ મુજબ જે તે કંપની દ્વારા ઓછામાં રૂ. એક કરોડની રકમનું દેવું ચુકવવામાં ન આવે અથવા માંગણાની રકમ ભરવામાં નિષ્ફળ જાય તોઃ કલમ ૬ મુજબ ફાઈનાન્શિયલ ક્રેડીટર (કલમ ૭) કે ઓપરેશનલ ક્રેડીટર (કલમ-૮ અને ૯-તેમાં અન્ય બાબતો ઉપરાંત લીઝ અને હાયર પરચેસના વ્યવહારો, ફોરવર્ડ સેલ તેમજ ગેરંટી વગેરેનો પણ સમાવેશ થાય છે) અથવા કંપની પોતે (કલમ-૧૦) NCLT સમક્ષ CIRP માટે અરજી કરી શકે છે. આમ તો બેંકોને NPA માટે ૯૦ દિવસનો સમય હોય છે પરંતુ IBC મુજબ સામાન્ય સંજોગોમાં રીઝોલ્યુશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૧૮૦ દિવસ (કલમ ૧૨) મળે છે.
૨. NCLTની કક્ષાએ અરજીની ચકાસણી થયેથી અને યોગ્ય જણાયેથી તે NCLTમાં રજીસ્ટર કરશે. NCLTમાં અરજી દાખલ થયેથી મુખ્યત્વે ૩ બાબતો ઉપર કાર્યવાહી થાય છે- NCLT કલમ ૧૩ અને ૧૪ મુજબ મોરેટોરીયમ એટલે કે દેવા મોકુફીના સમયની જાહેરાત કરે છે (હવે કંપની સામે અન્ય કોઈ કોર્ટ કેસ ન થઇ શકે, વસુલાતના આકરાં પગલા ન લઇ શકાય, મિલકતની હરાજી ન થઇ શકે, NCLT સમક્ષ અન્ય અરજી ન થઇ શકે). બીજું, CIRPની પ્રક્રિયા શરુ થવાની જાહેરાત કરે છે અને અન્ય કોઈ સંસ્થા કે પેઢીની વસુલાત બાકી હોય તો તે રજુ કરવા જણાવાય છે (કલમ ૧૫). ત્રીજું, NCLT IRPની પણ નિમણુંક કરે છે (કલમ ૧૬). હવે પછીની માંદા એકમના મેનેજમેન્ટને લગતી આગળની કાર્યવાહી IRP કરશે.
IRPની સત્તાઓ : હવે, બોર્ડ ઓફ ડિરેક્ટર અથવા પેઢીના ભાગીદારોની સત્તાઓ સસ્પેન્ડ થઈ જાય છે અને હવે આ તમામ સત્તાઓ IRP ભોગવી શકે છે. કંપનીના અધિકારીઓ, મેનેજરો અને કર્મચારીઓએ હવે આઇઆરપીને રિપોર્ટ કરવાનો થાય અને તે કંપનીને લાગતો જે ડેટા માંગે તે પૂરો પાડવાનો થાય. તે જ રીતે કોર્પોરેટ કંપનીના એકાઉન્ટ સંભાળતી નાણાકીય સંસ્થાઓએ આઇઆરપીની સુચના મુજબ જરૂર પડે તેવી તમામ એકાઉન્ટની અને અન્ય વિગતો આઇઆરપીને પૂરી પાડવાની થાય.
કંપની વતી IRP તમામ દસ્તાવેજો, કરારો અને પહોંચો ઉપર સહી કરશે તેમજ બોર્ડ દ્વારા ઠરાવેલ શરતોને આધારે જરૂરી નિર્ણયો લેશે. આઈઆરપી પાસે ઇન્ફર્મેશન યુટિલિટી પાસેથી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના રેકોર્ડ અને માહિતી મેળવવાની સત્તા પણ રહેશે. ઉપરાંત તે બુકસ ઓફ અકાઉન્ટ, રેકોર્ડ અને કંપનીને લગતા અન્ય દસ્તાવેજો જે સરકારી કચેરીઓમાં હોય અથવા ઓડિટર્સ પાસે હોય કે એકાઉન્ટન્ટ પાસે હોય તે જોઈ શકશે. સાથોસાથ કંપનીની કાયદાકીય જવાબદારીઓ પણ હવે તેણે અદા કરવાની રહેશે.