CAI પાસે ઓડિટ ધોરણો જારી કરવાની કોઈ સત્તા નથી
સોલિસિટર જનરલે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) ને પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું છે કે ઈન્સ્ટિટયૂટ આફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) પાસે ઑડિટ માટે કોઈ બંધનકર્તા ધોરણો અથવા માર્ગદર્શિકા જારી કરવાનો કોઈ અધિકાર નથી. આ બાબતથી વાકેફ સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ICAI કોઈપણ ઓડિટ ફર્મ સામે પગલાં પણ લઈ શકે નહીં. જો કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે કાર્યવાહી કરી શકે છે. ઓડિટ અને એકાઉન્ટિંગ સંબંધિત કોઈપણ ધોરણો જારી કરવાની સત્તા માત્ર સરકાર અને આ કિસ્સામાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયની છે. NFRA કે ICAI પાસે ઓડિટ માટે બંધનકર્તા ધોરણો જારી કરવાની સત્તા નથી. તેઓ માત્ર સરકારને ભલામણો કરી શકે છે. તે સૂચનોને સ્વીકારવા કે નકારવાનો અંતિમ નિર્ણય માત્ર સરકાર જ લઈ શકે છે. ICAI દ્વારા ગયા મહિને જારી કરાયેલ ગુણવત્તા વ્યવસ્થાપન ધોરણના સંદર્ભમાં કાનૂની અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.
સોનામાં ત્રણ વર્ષમાં સૌથી ખરાબ સાપ્તાહિક દેખાવ
વિતેલા સપ્તાહમાં સોનાના ભાવમાં ફ્લેટ મૂવમેન્ટ જોવા મળી હતી, પરંતુ અઠવાડિયા માટે તે ૪% નીચે છે, જે ત્રણ વર્ષમાં સૌથી ખરાબ સપ્તાહ છે. સોનાના ભાવમાં સુધારા માટેનું એક મુખ્ય કારણ મજબૂત યુએસ ડોલર છે. સ્પોટ સોનું વધીને ૨,૫૬૯ ડોલર પ્રતિ ઔંસ થયું હતું, જે પાંચ સત્રો પછી ૦.૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં જીત બાદ યુએસ ડોલરમાં તેજી ચાલુ છે. સામાન્ય રીતે સલામત ખરીદી માટે સોનાને પ્રાધાન્ય આપતા રોકાણકારો પાસે હવે ફેડ રેટ કટ અને ડૉલરની મજબૂતાઈને જેવા વિકલ્પો છે. યુ.એસ.માં ફુગાવાના ડેટા અને ફેડની ફુગાવા પર લગામ લગાવવાની સંભાવનાના અહેવાલોથી પણ સોનાના ભાવ પર દબાણ રહ્યું છે.