Get The App

'Bull-Dozer Justice' સુપ્રિમનો ચુકાદો આંતરમાળખાકીય સુવિધાઓ માટે લાંબા ગાળાની અસરો પહોંચાડશે

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
'Bull-Dozer Justice' સુપ્રિમનો ચુકાદો આંતરમાળખાકીય સુવિધાઓ માટે લાંબા ગાળાની અસરો પહોંચાડશે 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જાહેર રસ્તા ઉપરના દબાણો / ધામકસ્થળો અંગે સુપ્રિમકોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લેતાં સ્પષ્ટતા જરૂરી

ગતાંકથી ચાલુઃ

ગત લેખમાં સુપ્રિમકોર્ટની જસ્ટીસ બી.આર.ગવઈ અને વિશ્વનાથનની બેન્ચ દ્વારા 'બુલડોઝર જસ્ટીસ'ના ટાઈટલ હેઠળનો જે ચુકાદો આપેલ છે તેનું વિવરણ કરવામાં આવેલા અને તેમાં નામદાર ન્યાયમુર્તીઓએ દસ મુદ્દાની જે માર્ગદર્શક સુચનાઓ આપેલ છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલા અને આ ચુકાદાથી જે વહિવટી તંત્ર ઉપરની અસરો અને ગુજરાતમાં જે પ્રવર્તમાન કાયદાઓ બિનઅધિકૃત દબાણ / બાંધકામ દુર કરવા માટેની જોગવાઈઓ છે અને તે સંદર્ભમાં સુપ્રિમકોર્ટે અન્ય જે ચુકાદાઓ જુદાજુદા વિષયો Subject matter ધ્યાનમાં લઈને આપ્યો છે તે બાબતનો વિસ્તારપુર્વક આ લેખમાં આલેખન કરવામાં આવનાર છે જેથી નિતી નિર્ધારકો વહિવટીતંત્રના અમલીકરણ અધિકારીઓ માટે માર્ગદર્શક પુરવાર થશે. 

સુપ્રિમકોર્ટે Bull-Dozer Justiceના વિષય ઉપર ખાસ કરીને આરોપી Accused મોટાભાગે Heinous crime - માનવ વિરોધી ગુન્હાના આરોપીઓની મિલ્કતો / મકાનો તોડી પાડવાનું કૃત્ય. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, ગુજરાત જેવા રાજ્યોમાં આચરણ કરવામાં આવેલ જેથી સુપ્રિમકોર્ટ દ્વારા Suo-moto Cognizance લઈને માર્ગદર્શક આદેશો સાથે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે ફોજદારી ગુન્હાઓના આરોપીઓ અને દિવાની પ્રકારની બાબતોને Distinct કરવાની જરૂર છે. મોટા ભાગે એવું પણ બનતું હોય છે કે દિવાની બાબતોને લગતા કેસોને પોલીસ કે વહિવટીતંત્ર ફોજદારી કાર્યવાહી પણ સમાંતર સ્વરૂપે કરે છે અને તેને કારણે સુપ્રિમકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં Natural Justice and Humanitarian Ground ઉપર આરોપી જવાબદાર હોઈ શકે પરંતું તેના કારણે કુટુંમ્બના અન્ય સભ્યોને મકાન તોડવાથી નુકશાન પહોંચાડી ન શકાય અને એટલા માટે ૧૦ મુદ્દાઓની કાર્યપધ્ધતિ અનુસરવાના દિશાનિર્દીષ્ઠ આપ્યા છે. 

જમીન અને મિલ્કત સબંધી ગુન્હાઓ અંગે રાજ્યનો વિષય હોવાથી તેને લગતા જુદા જુદા કાયદાઓ વિદ્યમાન / અમલમાં છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સરકારી જમીન ઉપરના દબાણ અંગે અને દુર કરવા માટે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ નોટીસ આપવાની અને કલમ-૨૦૨ હેઠળ દબાણદારને દુર કરવાની જોગવાઈ કરતો કાયદો છે. પરંતું મોટાભાગે કલમ-૬૧ હેઠળની નોટીસો આપવામાં આવે પરંતું અસરકારક રીતે તમામ કેસોમાં કલમ-૨૦૨ હેઠળ કાર્યવાહી થતી નથી આ કાયદાની અસરકારકતા ઓછી હોવાથી રાજ્ય સરકારે જમીન પચાવી પાડવા માટેનો (Land Grabbing Act.) કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદામાં સરકારી / મ્યુનિસીપલ કોર્પોરેશન / નગરપાલીકા / પંચાયત / સ્થાનિક સંસ્થાઓ સહિતની જમીનોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં જીલ્લા કલેક્ટરના અધ્યક્ષપણામાં કમિટિ બનાવવામાં આવી છે અને તેમાં ખાનગી જમીનો / મિલ્કતો પણ ખોટી રીતે વેચવામાં કે તબદીલી કરવામાં આવી હોય તો તેમાં સમાવેશ થાય છે અને આ કાયદા હેઠળ સ્પેશ્યલ કોર્ટને નિર્ણય કરવાની સત્તાઓ આપવામાં આવી છે અને છ મહિનામાં નિર્ણય કરવાની પણ જોગવાઈ છે. 

આ કાયદાના નિયમો હેઠળ પણ કુદરતી ન્યાયના સિધ્ધાંત પ્રમાણે નોટીસ / સાંભળવાની કે રજુઆત કરવાની જોગવાઈઓ છે. આજ રીતે અર્ધ સરકારી સંસ્થાઓને જીલ્લા પંચાયત વિગેરેને અનઅધિકૃત ભોગવટા બદલ - Public Premises of Eviction Act ૧૯૭૩ હેઠળ Designated Officer ને પ્રક્રિયા અનુસરીને ભોગવટો ખાલી કરવાની જોગવાઈઓ છે.

હવે અર્થઘટનનો જે મુખ્ય મુદ્દો છે તે જમીન ઉપરના બાંધકામ તોડી પાડવાનો અથવા દુર કરવાનો જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૧ મુજબ અને ૨૦૨ અનુસાર સરકારી જમીન અને તેના ઉપરની ઈમારત કે બાંધકામનો કબજો / રાજ્યસાથે Forfeit ખાલસા કરવાની જોગવાઈ છે. 

તેમ જી.પી.એમ.સી. એક્ટ (કોર્પોરેશન) માં કલમ-૨૫૧ થી ૨૬૧માં ખાનગી મિલ્કત ઉપર બાંધકામ પરવાનગીની જોગવાઈ છે અને બાંધકામના નિયમ વિરૂધ્ધ બાંધકામ કરેલ હોય તો કલમ-૨૬૦ હેઠળ નોટીસ આપવાની જોગવાઈ છે. જેમ રાજકોટના ટી.આર.પી. ઝોનમાં જે જાણકારી છે તે મુજબ કલમ - ૨૬૦ની નોટીસ ટીડીઓ દ્વારા આપવામાં આવી પરંતું કલમ-૨૬૧ હેઠળ બાંધકામ દુર કરવાની નોટીસ અપાયેલ નથી અને આજ બાબત વિવાદાસ્પદ છે અને રાજ્યની મોટા ભાગની મહાનગરપાલીકાઓમાં કલમ-૨૬૦ હેઠળની નોટીસ અપાય છે. કલમ-૨૬૧ હેઠળ બાંધકામો દુર કરવામાં આવતા નથી અને તે અંગેની આડઅસર Adverse impact એટલા માટે થઈ છે કે સરકારે Impact fee લાવીને બિનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવાની જોગવાઇઓ કરી છે. એટલે બિનઅધિકૃત બાંધકામ કરનારાઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી આજ રીતે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫ હેઠળ કલેક્ટર દ્વારા બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે. પરંતું શરતભંગ કલમ-૬૬, ૬૭ હેઠળની જોગવાઈઓ પ્રમાણે કરવાનો હોય છે. પરંતું તેમાં મિલ્કતનો કબજો લેવાની જોગવાઈ છે. 

આજ રીતે ટી.પી. એક્ટમાં અને તે અંતર્ગત સી.જી.ડી.સી.આર હવે અમલમાં છે અને તેમાં બિનઅધિકૃત બાંધકામ થાય તો મૂળ કાયદાની જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી કરવાની થાય. વધુમાં ટી.પી.એક્ટના અમલીકરણ માટે પણ કલમ-૬૬/૬૭ની ફોજદારી કાર્યવાહી સહિતની જોગવાઈઓ છે. આમ ઉપર જણાવ્યા પ્રમાણેની જુદા જુદા કાયદા હેઠળની જમીન ઉપરના દબાણો અને બિનઅધિકૃત બાંધકામ દુર કરવાની જોગવાઈઓ છે.

હવે જી.પી.એમ.સી એક્ટમાં (મ્યુનિસીપલ કોર્પોરેશન) કલમ-૨૩૦ અને ૨૩૧ હેઠળ રસ્તા ઉપરના દબાણો અંગે કમિશનરને નોટીસ આપ્યા સિવાય કુદરતી પાણીના વહેણ અને જાહેર રસ્તા ઉપરના દબાણો નોટીસ આપ્યા સિવાય તોડવાની / દુર કરવાની સત્તાઓ છે અને આ જોગવાઈઓ સુપ્રિમકોર્ટના - ઑલ્ગા ટેલીસ ફ/જ મુંબઈ કોર્પોરેશન / સેવકરામ પ્રભુદાસ ફ/જ એચ.એસ.પટેલ - ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશનર, વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન (હું પક્ષકાર હતો), અનુપમ રેકડી વિ. જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન, નવાબખાન ગુલાબખાન વિ. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન. આ બધા કિસ્સાઓમાં નામદાર સુપ્રિમકોર્ટ / હાઈકોર્ટ દ્વારા શકવર્તી ચુકાદા આપ્યા છે. એટલે જે તાજેતરમાં Bull-Dozer Justiceનો જે ચુકાદો છે તેમાં વિસંગતતા જેવી સ્થિતિ અથવા તો જાહેર સુખાકારીના આંતરમાળખાકીય કામો હાથ ધરવામાં બાધારૂપ થઈ શકે છે.

 આ ઉપરાંત અંબાલાના (હરિયાણા) કેસમાં સુપ્રિમકોર્ટે જાહેર જગ્યા ઉપરના દબાણો દુર કરવા અને જાહેર હેતુમાટે નીમ થયેલ જમીનને તબદીલ ન કરવાની સુચનાઓ છે. (દા.ત. - ગૌચર સિવાય ઈલેક્ટ્રીક સબસ્ટેશન, આરોગ્ય, શિક્ષણ) આજ રીતે જાહેર જગ્યા ઉપરના ધાર્મિક સ્થળો દુર કરવા માટે ૨૦૦૯નો વડોદરા મહાનગરપાલીકાના કેસમાંથી તમામ રાજ્યોને ધામક સ્થળો કે જે બિનઅધિકૃત સ્વરૂપે નિર્માણ પામેલ છે તે દુર કરવાની સુચનાઓ છે અને સુપ્રિમકોર્ટ દર ત્રણ મહિને થયેલ પ્રગતિની સમિક્ષા કરે છે.

 આમ તમામ સુપ્રિમકોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લેતાં Bull-Dozer Justiceનો સુપ્રિમકોર્ટનો ચુકાદો આરોપીઓની મિલ્કતો દુર કરવા માટેની જે માર્ગદર્શક સુચનાઓ આપી છે તે જોતાં તમામ રાજ્યોએ જાહેર હિતમાં ન્યાયનું હિત જળવાય અને સાર્વજનિક કામો માટે અંતરાયરૂપ ન થાય તે માટે અર્થઘટન અને વિરોધાભાસને ધ્યાનમાં લેતાં Larger Bench ને Reference કરી અર્થઘટન કરાવવું જરૂરી છે.



Google NewsGoogle News