Get The App

બ્રાન્ડ અને રિબ્રાન્ડ સફળતા અને નિષ્ફળતા

Updated: Oct 31st, 2021

GS TEAM


Google News
Google News
બ્રાન્ડ અને રિબ્રાન્ડ સફળતા અને નિષ્ફળતા 1 - image


- ભૂતકાળ પર નજર કરો તો અનેક કંપનીઓએ નામ બદલ્યા છે 

- પણ તેમાં ફેસબુક જેવું સેન્સેશન કોઇ કંપનીએ ઉભું નથી કર્યું

રીબ્રાન્ડીંગ એ બહુ જોખમી પણ બની શકે છે. આપણે ભલે એમ કહીએ કે નામમાં શું રાખ્યું છે પણ જ્યારે બિઝનેસ ઠંડો પડી જાય ત્યારે રીબ્રાન્ડ માટે વિચારવું પડે છે.

આપણે ત્યાં વાસ્તુ શાસ્ત્રીઓ અને આંકડા શાસ્ત્રીઓ ક્યા અક્ષરથી કંપનીનું નામ રાખવું તેની ટીપ્સ આપતા હોય છે

સૌથી મોટો ફ્લેાપ શૉ માસ્ટર કાર્ડનો છે. જેના કારણે કંપનીની બ્રાન્ડને નુકશાન થયું હતું. અંતે બધું પાછું ખેંચવું પડયું હતું જોકે આવો અખતરો કંપનીને ૧૦ મિલિયન ડોલરમાં પડયો હતો

કો ઇ નવો બિઝનેસ કરવા માંગે તો તેનું નામ નક્કી કરવા મથામણ કરતા હોય છે. આપણે ત્યાં નવો બિઝનેસ શરૂ કરનાર મોટા ભાગે ઘાર્મિક નામોને પસંદ કરે છે. જેમકે શ્રીનાથ,જયઅંબે જેવા નામોનો ઉપયોગ કરે છે. પરંતુ એકવાર બજારમાં સ્ટોરનું નામ ચાલી ગયા પછી તે નામ પણ બદલવા કોઇ તૈયાર નથી હોતું. જેની કંપનીનું નામ લોકજીભે ચઢી જાય તે બ્રાન્ડ બની જાય છે. સોશ્યલ નેટવર્ક જાયન્ટ ફેસબુકે પોતાનું  નામ બદલીને મેટા કરીનેે સેન્સેશન ઉભું કર્યું છે. ફેસબુક નામ બદલ્યું છે તેની પાછળના અનેક કારણો છે અને તે બિઝનેસ સ્ટ્રેટેજીનો એક ભાગ પણ  છે. 

ભૂતકાળ પર નજર કરો તો અનેક કંપનીઓએ નામ બદલ્યા છે પણ તેમાં ફેસબુક જેવું સેન્સેશન કોઇ કંપનીએ  ઉભું નથી થયું. ટોચની આઇટી કંપનીઓ પણ પોતાનું બ્રાન્ડ નેમ બદલી ચૂકી છે. કેમકે ફેસબુક એક હીટ બ્રાન્ડ હતી આપણે ત્યાં વાસ્તુ શાસ્ત્રીઓ અને આંકડા શાસ્ત્રીઓ ક્યા અક્ષરથી કંપનીનું નામ રાખવું તેની ટીપ્સ આપતા હોય છે. ભારતમાં શરૂ થયેલા સ્ટાર્ટઅપના નામો ગળે ના ઉતરે એવા નથી હોતા છતાં તે સફળ થઇ રહ્યા છે. 

વેબસાઇટ શરૂ કરવા ડોમેઇન નેમ લેવા જાવતો ખ્યાલ આવે કે કેટલાક કેચી શબ્દોવાળા ડોમેઇન નેમ લોકો લઇને બેઠા હોય છે. ેએડવાન્સમાં બુક કરાવી દેવાયેલા ડોમેઇન લાખો રૂપિયામાં વેચાતા હોય છે.  રી બ્રાન્ડીંગ એ બહુ જોખમી પણ બની શકે છે. આપણે ભલે એમ કહીએ કે નામમાં શું રાખ્યું છે પણ જ્યારે બિઝનેસ ઠંડો પડી જાય ત્યારે રીબ્રાન્ડ માટે વિચારવું પડે છે.  

બહુ ઓછા લોકોને ખબર છે કે આજની સૌથી નામાંકિત બ્રાન્ડ ગુગલ શરૂઆતમાં BackRub તરીકે બજારમાં હતી. એવીજ રીતે ભારતની પહેલી ફૂડ યુનિકોર્ન કંપની Zomato તેની શરૂઆતમાં Foodiebay તરીકે ઓળખાતી હતી. એવીજ રીતે ઇન્સટાગ્રામ Burbn તરીકે ઓળખાતી હતી. એમેઝોન Relentless તરીકે ઓળખાતી હતી. 

૨૦૨૩માં ડિજીટલ પેમેન્ટ સર્વિસ PayPal એક ટ્રીલીયન ડોલરનું ટર્ન ઓવર કરશે. તે પે પાલનું નામ Confinity હતું. કહે છે કે ફૂડીબેે નામ બદલીને ઝોમેટો રાખ્યું તે પછી ત્રણ અબજ ડોલરની સંપત્તિવાળી કંપની બની હતી. એટલેકે નામ બદલ્યા પછી કંપની કમાતી થઇ હતી.

જે માઇક્રોબ્લોગીંગ મેસેજીંગ સર્વિસ ટ્વિટર લોકોમાં પ્રિય છે તે સોશ્યલ મિડીયા જાયન્ટનું શરૂઆતનું નામ Odeo હતું. જેફ બિસોઝે જ્યારે એમેઝોન પર બુક્સ વેચવાની સાથે બિઝનેસની શરૂઆત કરી ત્યારે તેનું નામ relentless હતું. એમેઝોન નામ રાખ્યા પછી જેફ બિસોઝ વિશ્વના ટોચના પૈસાદારોમાં આવી ગયા હતા. 

આજે ભલે ગુગલ છવાઇ ગયેલું હોય પણ Yahooનો પણ એક જમાનો હતો. સ્ટેન્ડફોર્ડના બે એન્જીન્યરોએ ઇન્ટરનેટ સર્ચ એન્જીન Jerry’s Guide To The World Wide Web શરૂ કર્યું હતું. જોકે આ લાંબુ નામ અંતે શોર્ટ બનાવીને રૂચર્ર્ર રખાયું હતું. 

જ્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટસ જેવી ઇકોમર્સની કંપનીઓ માર્કેટમાં નહોતી ત્યારે લોકો Yahoo  ને ઓળખતા હતા. તેના પરથી લોકો લે-વેચ કરતા હતા. ૧૯૯૫માં શોધાયેલી આ કંપની શરૂઆતમાં  ઓક્શન વેબ તરીકે ઓળખાતી હતી.  

અમેરિકા સ્થિત Tinder ૨૦૧૬માં ભારતથી લોંચ કરાઇ હતી. ત્યારે ઓન લાઇન ટેડીંગ સાઇટોની બોલબાલા હતી. હતી. શરૂઆતમાં તેનું નામ મેચ બોક્સ હતું. કંપનીવાળા કોઇ કેચી નામની શોધમાં હતા અને તેમને Tinder નામ મળી ગયું હતું. જે હીટ સાબિત થયું હતું.

નામો બદલીને રીબ્રાન્ડ કરતી કંપનીઓ બધી કમાય છે એવું નથી . અનેક કંપનીઓ નામ અને લોગો બદલવામાં ફ્લોપ ગઇ છે. આવો સૌથી મોટો ફ્લેાપ માસ્ટર કાર્ડનો છે. સૌથી મોટી ફાયનાન્સીયલ કંપની ગણાતી માસ્ટરકાર્ડે લોગો બદલીને રિબ્રાન્ડ માટેનો અખતરો કર્યો હતો. પરંતુ ગ્રાહકોે મૂંઝવણમાં મુકાયા હતા. જેના કારણે કંપનીની બ્રાન્ડને નુકશાન થયું હતું. અંતે બધું પાછું ખેંચવું પડયું હતું જોકે આવો અખતરો કંપનીને ૧૦ મિલીયન ડોલરમાં પડયો હતો.માસ્ટર કાર્ડે આખી બ્રાન્ડ નહીં પણ માત્ર લોગો બદલવા પ્રયાસ કર્યો હતો તે તેને મોંધો પડયો હતો. 

એવીજ રીતે BP લોગો સાથે ઓળખાતી બ્રિટીશ પેટ્રોલિયમ ૨૦૦૦ના વર્ષમાં પોતાની કંપનીનો ૭૦ વર્ષથી ચાલી આવતો લોગો બદલવા પ્રયાસ કર્યો હતો.  પરંતુ તેના કારણે કંપનીની મૂળ ઓળખ અટવાઇ જતી હતી. મોટા ઉહાપોહ બાદ નવા લોગોનો આઇડયા પડતો મુકવો પડયો હતો. કહે છે કે કંપનીએ બ્રાન્ડ બદલવા પાછળ ૧૨૫ મિલીયન ડોલરનો ધૂમાડો કર્યો હતો. 

લોગો બદલવાની લ્હાયમાં પેપ્સીને કોકાકોલા પણ ફ્લેાપ પુરવાર થયા છે. ઇન્ટરનેટ બ્રાઉઝર મોઝિલા ફાયરફોક્સે પણ લોગો બદલવાનો પ્રયાસ કર્યો હતો. પેપ્સિકોની જેમ ટ્રોપિકાનાએ પણ લોગો બદલ્યા પછી પસ્તાવો વ્યક્ત કર્યો હતો. ફેસબુકે બ્રાન્ડ બદલવા પ્રયાસ કર્યો છે જેની સફળતા માટે થોડો સમય રાહ જોવી પડશે.

બિઝનેસમાં નબળાઈના કારણે કંપની નામ બદલે છે

ચાલુ કંપનીઓ જ્યારે નામ બદલીને નવેસરથી રી બ્રાન્ડ કરવાની વાત કરે ત્યારે તેને બિઝનેસમાં રહેલી નબળાઈ સાથે સરખાવી શકાય. અચર્ર્ર જેવી કંપનીનું પહેલાનું નામ બજારમાં ચાલે એવું નહોતું.

જુનું નામ

નવું નામ

Face book

Meta

Back Rab

google

Foodiebay

Zomato

confinity

Pay Pal

Odeo

Twitter

Relentless

Amazon

Jeerr's Guide to

-

The world wide web

Yahoo

Auction Web

e Bay

Match Box

Tinder


Tags :