બિટકોઇન 1.50 લાખ ડોલર પર પહોંચશે
અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના હજુ શપથ બાકી છે તે પહેલાંતો ક્રિપ્ટો કરસીમાં તેજીના સૂસવાટા જોવા મળી રહ્યા છે. આ લખાય છે ત્યારે બિટકોઇનના ભાવ એક લાખ રૂપિયાને સ્પર્શી ગયા છે. ક્રિપ્ટો બજારના જાણકારો કહે છે કે બિટ કોઇનના ભાવ દોઢ લાખને સ્પર્શી શકે છે.
છેલ્લા એક વર્ષમાં બિટકોઇનના ભાવમાં ૧૬૪ ટકાનો વધારો નોંધાયા છે. ટ્રમ્પ ચૂંટાવા સાથેજ ક્રિપ્ટોના બજારમાં તેજી જોવા મળી રહી છે.
દિલ્હીની ખાન માર્કેટમાં સોથી ઉંચા ભાવ
એક અંદાજ પ્રમાણે બિઝનેસ માટેની સૌથી મોંધી જગ્યાઓમાં દિલ્હીની ખાન માર્કેટ ૨૨મા નંબરે આવે છે. જ્યાં સ્કેવર ફૂટના ભાવ અંદાજે ૧૯,૩૩૦ રૂપિયા છે. વિશ્વમાં તે ભલે ૨૨માં સ્થાને હોય પણ ભારતમાં તે ટોપમાં આવે છે. ૧૯,૩૩૦ના ભાવની દુકાન લેવા માટે પણ ખાન માર્કેટમાં વેઇટીંગ ચાલે છે. વિશ્વમાં સૌથી ઉંચા ભાવ ઇટાલીના મિલાનમાં છે. ત્યાં ૨૦૪૭ ડોલરનો ભાવ ચાલે છે. આ વિસ્તારોમાં ચાલતી બિઝનેસ સ્પર્ધાના કારણે ભાવો ઉંચા જાય છે.
કર્ણાટક...ગ્રાન્ટ સામે જોખમ
૧૫માં ફાયનાન્સ કમિશને ૨૦૨૧ થી ૨૬ માટે ફાળવેલા ૧૮,૯૪૮ કરોડ રૂપિઆની ગ્રાન્ટ સામે જોખમ ઉભું થશે. જો કર્ણાટકની સરકાર સ્થાનિક પંચાયતોની ચૂંટણી સંપન્ન નહીં કરાવે તો આ ગ્રાન્ટ જતી રહેશે. જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બેંગલુરૂ મહાનગર પાલિકાની ચૂંટણી હજુ બાકી છે. ૧૫મા ફાયનાન્સ કમિશને આ રકમ ફાળવી હતી. તેની સમય મર્યાદામાં હવે ૧૪ મહિના બાકી છે. બધી ચૂંટણીઓ એક સાથે કરેતોજ સમય મર્યાદાને પહોંચી શકાય એમ છે.
૮મું પે કમિશન ...સરકારી કર્મચારીઓને ૫૦,૦૦૦નો પગાર
૮મા પે કમિશનમાં સરકારી કર્મચારીઓને શરૂઆતથીજ ૫૦,૦૦૦નો પગાર મળી રહે એવું લાગી રહ્યું છે. સરકારી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર ૫૧,૪૮૦ જેટલો હશે જે વર્તમાનમાં ૧૮,૦૦૦ જેટલો છે.૨૦૧૬માં ૭માં પગાર પંચ આવ્યું હતું. ૨૦૧૪માં મનમોહન સિંહની સરકારે તેની રચના કરી હતી.