બજારની વાત .

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


૧૦૫ વર્ષનાં ગિનીએ માસ્ટર્સ પૂરું કરીને ડીગ્રી લીધી

અમેરિકાના વર્જિનિયામાં ગિની હિસલોપે હમણાં પોતાની માસ્ટર્સ ડીગ્રી લીધી. ગિનીની ઉંમર કેટલી છે ખબર છે ? ૧૦૫ વર્ષ ! ગિનીએ ૮૦ વર્ષ પહેલાં ભણવાનું છોડી દીધેલું પણ અચાનક હવે ઈચ્છા થતાં કોર્સ વર્ક પતાવીને માસ્ટર્સ પૂરું પણ કરી નાંખ્યું. સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં તેમને માસ્ટર્સ ડીગ્રી અપાઈ ત્યારે જબરદસ્ત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. 

ગિની ૧૯૪૦માં સ્ટેનફોર્ડમાં ભણતાં હતાં અને પોતાના બધા ક્લાસ ભરીને કોર્સ વર્ક પણ પૂરું કરી નાંખેલું પણ પરીક્ષા લેવાય એ પહેલાં તેમના પ્રેમી જ્યોર્જ હિસલોપને બીજા વિશ્વયુધ્ધમાં આર્મીમાં ફરજ બજાવવા માટે તેડું આવ્યું. ગિની પણ પ્રેમી જ્યોર્જ સાથે યુદ્ધના મોરચે ઉપડી ગયાં તેમાં ભણવાનું છૂટી ગયું. જ્યોર્જ સાથે પરણીને તેમણે પરિવાર વસાવ્યો અને સરકારી નોકરી પણ મળી ગઈ તેથી માસ્ટર્સ ડીગ્રી ભૂલાઈ જ ગયેલી પણ અચાનક યાદ આવતાં ગિનીએ કામ ચાલુ કર્યું અને માસ્ટર્સ ડીગ્રી મેળવી લીધી.  

બજારની વાત                          . 2 - image

અમેરિકામાં દેખાયેલી પિંક ડોલ્ફિન અસલી કે નકલી? 

અમેરિકાના નોર્થ કેરોલિનાના સમુદ્રમાં એક પિંક કલરની ડોલ્ફિન દેખાતાં સૌ દંગ થઈ ગયાં છે. સોશિયલ મીડિયા પર આ પિંક ડોલ્ફીનનો ફોટો વાયરલ થતાં જોનારા આશ્ચર્યમાં પણ પડી ગયા છે કેમ કે ડોલ્ફિનનો રંગ કદી ગુલાબી હોતો નથી. 

આ કારણે આ ડોલ્ફિન ખરેખર પિંક કલરની છે કે પછી ટેકનોલોજીની મદદથી આવી નકલી ડોલ્ફિન બનાવાઈ છે એવો સવાલ કરાઈ રહ્યો છે. કેટલાંક તો એવી શંકા પણ વ્યક્ત કરી રહ્યાં છે કે, ઈન્ટરનેટ પર સનસનાટી ઉભી કરવા માટે કોમ્પ્યુટર પર પિંક ડોલ્ફિનનો ફોટો જનરેટ કરાયો છે. નજીકથી જોવાથી આ ડોલ્ફિન પ્લાસ્ટિકની હોવાનું પણ લાગે છે. સ્થાનિક મીડિયાએ પણ સમુદ્રકિનારે પિંક ડોલ્ફિન દેખાઈ હોવાના પોતાની પાસે કોઈ સમાચાર નથી એવું કહેતાં મૂંઝવણ વધી છે. જો કે ડોલ્ફિન સાચી હોય કે બનાવટી, અત્યારે તો તેમાં બધાંને રસ પડી રહ્યો છે. 

બજારની વાત                          . 3 - image

ન્યુ યોર્કમાં ખોખા જેવા ફ્લેટનું ભાડું ૪ લાખ

ન્યુ યોર્કમાં રહેવું મોંઘું છે એ બધાંને ખબર છે પણ મેનહટ્ટનના બેડરૂમ વિનાના એક એપાર્ટમેન્ટનું ભાડું સાંભળીને ચક્કર આવી જશે. ઉમર લેબોક નામના રીયલ એસ્ટેટ એજન્ટે ઈન્સ્ટાગ્રામ પર આ એપાર્ટમેન્ટ ભાડે આપવાનું હોવાની પોસ્ટ મૂકીને ભાડું ૪૬૯૫ ડોલર હોવાનું કહ્યું છે. ભારતીય ચલણમાં ગણો તો લગભગ ૪ લાખ રૂપિયા થાય. આ એપાર્ટમેન્ટમાં બેડરૂમ નથી, એક બાથરૂમ છે અને થોડીક વધારાની સ્પેસ છે કે જેનો ઉપયોગ બીજા લિવિંગ રૂમ કે ઓફિસ તરીકે કરી શકાય. 

ઈન્સ્ટાગ્રામ પર બે લાખથી વધારે લોકોએ આ વીડિયો જોયો છે અને મોટા ભાગનાં લોકો આ પોસ્ટ પર ટીકાત્મક કોમેન્ટ કરી રહ્યા છે પણ ઘણાં લોકોએ એ ભાડે લેવામાં રસ પણ બતાવ્યો છે. તેમનું કહેવું છે કે, ગમે તેટલા ભાડામાં પણ ન્યુ યોર્કમાં મેનહટ્ટનમાં રહેવા મળે તો તેનાથી મોટી કોઈ વાત નથી. 

બજારની વાત                          . 4 - image

યાદદાશ્ત ખોઈ બેઠેલા દાદાને પૌત્રીનું નામ યાદ આવ્યું ને...

અમેરિકામાં ડિમેન્શિયાનો ભોગ બનેલા એક વૃધ્ધ છેલ્લાં પાંચ વર્ષથી પોતાના પરિવારનાં લોકોનાં નામ પણ ભૂલી ગયેલા. પરિવારજનો તેમની સાથે રહેતાં પણ તેમને કોઈનાં નામ યાદ નહોતાં આવતાં કે બીજું કશું યાદ નહોતું તેથી ખપ પૂરતી વાત સિવાય ભાગ્યે જ કોઈ સંવાદ થતો. હમણાં અચાનક જ આ વૃધ્ધે તેમની પૌત્રીને નામ દઈને બોલાવી એ સાંભળીને સૌ દંગ થઈ ગયાં. એમ્બર્લી નામની છોકરીએ દાદાને પૂછયું કે, તેમને પોતાનું નામ યાદ છે ? દાદાએ ફરીથી હળવેથી તેનું નામ ઉચ્ચાર્યું. આ સાંભળીને  પૌત્રી તો દોડીને દાદાને વળગી જ પડી. પોતે દાદાની સૌથી લાડકી હોવાથી દાદાને પોતાનું નામ જ યાદ રહ્યું એ વિચારને દીકરી ગદગદ થઈ ગઈ.

આ લાગણીસભર ક્ષણનો વીડિયો અત્યારે ધૂમ મચાવી રહ્યો છે અને ૨ કરોડથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. 

બજારની વાત                          . 5 - image

ચીના એઆઈ સાથેની સેક્સ ડોલ બનાવી રહ્યા છે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે ચીનના વિજ્ઞાાનીઓ તેનો ફાયદો રોકડી કરવા માટે કરવામાં પડયા છે. ચીના એવી સેક્સ ડોલ બનાવી રહ્યા છે કે જે સાચુકલી પ્રેમિકા કે પ્રેમીની જેમ વાત કરતી હોય અને વર્તતી હોય. એઆઈના આધારે ચાલતી આ લાઈવ સેક્સ ડોલ ધૂમ મચાવી દેશે એવું ચીનાઓને લાગે છે. 

ચીનમાં અત્યારે સેક્સ રોબોટ જેવી સેક્સ ડોલ મળે જ છે પણ એ મૂંગી હોય છે. હવે ચેટ-જીપીટી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવી સેક્સ ડોલ બનાવાઈ રહી છે કે જે યુઝર સાથે વાતો કરશે, પ્રેમાલાપ કરશે અને સેક્સ દરમિયાન રીસ્પોન્સ પણ આપશે.  ચીનમાં અત્યારે શેનઝેનની સ્ટારપ્રે ટેકનોલોજી સેક્સ ડોલની સૌથી મોટી ઉત્પાદક કંપની મનાય છે. તેની સેક્સ ડોલ સ્ત્રી અને પુરૂષ બંને વર્ઝનમાં હોય છે.  આ કંપની એઆઈનો ઉપયોગ કરીને ચાઈનીઝ ભાષામાં વાતચીત કરતી સેક્સ ડોલ બનાવી રહી છે.



Google NewsGoogle News