બજારની વાત .

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


સીડનીમાં બાલ્કનીનું ભાડું 81 હજાર રૂપિયા

સોશિયલ મીડિયા પર સીડનીના એક મકાન માલિકે બાલ્કની ભાડે આપવા માટે મૂકેલી એડની ભારે ચર્ચા છે. આ બંધ બાલ્કનીમાં એક બેડ છે, મિરર છે, ભોંયતળિયે રગ પાથરેલી છે છતાં માલિકે તેનું ભાડું ૯૬૯ ડોલર (લગભગ ૮૧ હજાર રૂપિયા) માગ્યું છે. માત્ર એક વ્યક્તિ સૂઈ શકે એવી બાલ્કનીમાં સૂર્યપ્રકાશ ભરપૂર આવે છે તેથી તેનું ભાડું વધારે હોવાનો માલિકનો દાવો છે.

આ બાલ્કની બે બેડરૂમના એપાર્ટમેન્ટનો ભાગ છે કે જેનું અઠવાડિયાનું ભાડું ૧૩૦૦ ડોલર (લગભગ ૧ લાખ રૂપિયા) મકાન માલિક માગી રહ્યો છે. બિલ ભરવાની જવાબદારી પણ ભાડૂઆતની રહેશે. મહિનાનું ભાડું ૪ લાખ રૂપિયાથી વધારે થયું આ એપાર્ટમેન્ટ સીડનીની હેમાર્કેટ વિસ્તારમાં છે કે જે હાઈ-ફાઈ એરીયા નથી તેથી કેટલાક લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, ન્યુયોર્કના મેનહટ્ટનમાં પણ આટલું ભાડું નથી.

બજારની વાત                          . 2 - image

એલએચએસ 1140બી ગ્રહ પર માનવજીવના અણસાર

પૃથ્વીની બહાર બીજે ક્યાંય માનવજીવન શક્ય છે કે નહીં તેની શોધ વરસોથી ચાલી રહી છે. આ શોધ સફળ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે કેમ કે, વિજ્ઞાાનીઓને માણસો રહી શકે એવો ગ્રહ એટલે કે એક્સોપ્લેનેટની ભાળ મળી છે. એલએચએસ ૧૧૪૦બી ગ્રહ પર પાણી ભરેલો મહાસાગર અને નાઈટ્રોજનયુક્ત વાતાવરણ હોવાના પુરાવા મળ્યા છે. જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપના સંશોધનમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે, એલએચએસ ૧૧૪૦બી પૃથ્વીથી પણ મોટો ગ્રહ છે તેથી ભવિષ્યમાં ત્યાં માનવજીવન શક્ય બની શકે છે.  આ ગ્રહ પર પૃથ્વી જેવા જ ખડકો છે અને સપાટી પરનું તાપમાન ૨૦ ડીગ્રી સેલ્સિયસની આસપાસ હોવાની શક્યતા છે. પૃથ્વીથી ૪૮ પ્રકાશ વર્ષ દૂર આવેલા ગ્રહ પર યાન મોકલીને સંશોધન કરાય પછી બીજી વિગતો જાણી શકાશે પણ અત્યાર સુધીના સંશોધને એક આશા ચોક્કસ જગાવી છે.

બજારની વાત                          . 3 - image

રાજીનામું અપાવવા અંધારિયા રૂમમાં પૂરી દીધો 

ચીનમાં ગુઆંગજો ડુઓઈ નેટવર્ક કંપનીએ લિયુ લિંઝુ  નામના કર્મચારીને રાજીનામું આપવાની ફરજ પાડવા ચાર દિવસ સુધી અંધારિયા રૂમમાં પૂરી રાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. લિંઝુ રાજીનામું નહોતો આપતો તેથી કંપનીએ તેને ટ્રેઈનિંગની ઓફર કરી હતી.લિંઝુને કંપનીની ઓફિસમાં ઉપરના માળે આવેલા રૂમમાં લઈ જઈને કોમ્પ્યુટર પર બેસાડીને થોડી વાર ટ્રેઈનિંગનું નાટક કરાયું. પછી પ્રેક્ટિસ કરવાનું કહીને ટ્રેઈનર બહાર નિકળ્યો એ સાથે જ રૂમનું બારણું બંધ કરીને બહારથી લાઈટ બંધ કરી દેવાઈ.  લિંઝુ ઘરે ના આવતાં તેની પત્નીએ ફોન કર્યો ત્યારે લિંઝુને બહાર મોકલાયો હોવાનું કહીને વાત ટાળી દેવાઈ. લિંઝુ ચાર દિવસ સુધી ઘરે ના આવતાં પત્ની પોલીસ પાસે ગઈ ત્યારે કંપનીએ ડરીને તેને છોડી દીધો ત્યારે ભાંડો ફૂટયો. કોર્ટે કંપનીને ૪૪ લાખ ડોલરનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

બજારની વાત                          . 4 - image

'ગુડ લક' મનાતા કીડાની કિંમત 75 લાખ 

કોઈ કીડાની કિંમત ૭૫ લાખ રૂપિયા હોય એવું કહે તો વાત માન્યામાં આવે ? મોટા ભાગનાં લોકો નહીં માને પણ સ્ટેગ બિટલ નામના કીડાની કિંમત સાચે જ ૭૫ લાખ રૂપિયા છે. તેનું કારણ એ કે, યુરોપીયન દેશોમાં સ્ટેગ બિટલને ગુડ લકનું પ્રતિક માનવામાં આવે છે. સ્ટેગ બિટલ પાસે હોય તો નસીબ ખૂલી જાય એવી માન્યતાના કારણે ઈટાલી સહિતના દેશોમાં મરી ગયેલા સ્ટેગ બિટલની માળા પહેરાય છે. 

સ્ટેગ બિટલ એક પ્રકારના મંકોડા છે. ૨ ગ્રામથી ૬ ગ્રામ વજન ધરાવતા સ્ટેગ બિટલમાં નર ૩૪ સેમીથી ૭૫ સેમી જ્યારે માદા ૩૦ સેમીથી ૫૦ સેમી લાંબાં હોય છે. તેમનું આયુષ્ય ૩ વર્ષથી ૭ વર્ષ સુધી હોય છે. ચમકતા કાળા માથા પર શિંગડાં ધરાવતા સ્ટેગ બિટલ દેખાવમાં ડરામણા લાગે છે પણ માણસોને નુકસાન કરતાં નથી. 

બજારની વાત                          . 5 - image

1 રૂપિયાના ઈન્કમટેક્સ વિવાદમાં 50 હજાર ફી !

દિલ્હીના અપૂર્વ જૈન નામના બિઝનેસમેને માત્ર ૧ રૂપિયાનો ઈન્કમટેક્સને લગતો વિવાદ સેટલ કરવા સીએને ૫૦ હજાર રૂપિયા ફી ચૂકવવી પડી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ઈન્કમટેક્સ વિભાગે અપૂર્વ જૈનને નોટિસ આપી પછી જૈન સીએ પાસે ગયા હતા. સીએએ તેમની પાસે કેસનો નિવેડો લાવવા માટે ૫૦ હજાર રૂપિયાની ફી માગી હતી. 

ડરેલા જૈને ફી ચૂકવી દીધી પછી સીએએ અઠવાડિયામાં કામ પતાવી દીધું ત્યારે જૈનને ખબર પડી કે, આખો મામલો માત્ર ૧ રૂપિયાનો હતો પણ સીએએ તેમને જાણ જ નહોતી કરી. ઈન્કમટેક્સ વિભાગે પણ અપૂરતી માહિતી આપીને નોટિસ મોકલીને જૈનને ડરાવી દીધા હતા. 

કેટલાક સીએનું કહેવું છે કે, સીએએ રી-કેલ્ક્યુલેશન કરીને વિવાદને ૧ રૂપિયા પર લાવી દીધો તેના માટે તેણે ફી લીધી હોય એ શક્ય છે. આ સંજોગોમાં એક પક્ષની વાતને આધારે કોઈ નિર્ણય પર ના આવી શકાય.

બજારની વાત                          . 6 - image

- ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ વોર

ચીન અને અમેરિકા વચ્ચેની બિઝનેસ ક્ષેત્રની કોલ્ડવોર બહુ મોટા પાયે ભભૂકેલી છે. અમેરિકાના માર્કેટ પર ચીનના ઉત્પાદનોનું પ્રભુત્વ વધી રહ્યું છે. અમેરિકાની સરકાર અને પ્રજા બંને આ પ્રભુત્વ ઓછું કરવા મથે છે પરંતુ તે માટે કોઇ નક્કર પ્લાનીંગ કરી શકાતું નથી. અમેરિકામાં ચૂંટણીઓ ચાલે છે માટે કોઇને ચીન સામે પગલાં લેવાનો ટાઇમ નથી. 

ચીનથી આવતા ડ્રોન, ચાઇનીઝ ટેકનોલોજી, સેલફોન, ઇવી, સોલાર પેનલ વગેરે પર અમેરિકા પ્રતિબંધ મુકીને  ચીનને ઝાટકો આપવા માંગે છે પરંતુ નવા પ્રમુખ કોણ આવશે તેની રાહ જોવાય છે.


Google NewsGoogle News