Get The App

બજારની વાત .

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
બજારની વાત                                               . 1 - image


ખુદા દેતા હૈ તો સોફા ફાડ કે ભી દેતા હૈ............

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ એવી કહેવત છે પણ અમેરિકાના ન્યુ યોર્કમાં ત્રણ વિદ્યાર્થીને સોફા ફાડકે ખજાનો મળી ગયો. ન્યુ યોર્ક સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતાં કેલ્લી ગુઆસ્તી, રીઝ વેર્કહોવન અને લારા રુસ્સોએ ભેગાં મળીને એપાર્ટમેન્ટ ભાડે રાખેલું. એપોર્ટમેન્ટના ડ્રોઈંગ રૂમમાં મૂકવા તેમણે એક જૂનો સોફો માત્ર ૧૫ ડોલરમાં ખરીદ્યો હતો. આ સોફાનો ઉપયોગ ત્રણેય ગપ્પાં મારવા માટે અને બેસવા કરતાં હતાં. 

એક રવિવારે ત્રણેય બેસીને ગપ્પાં મારતાં હતાં ત્યાં સોફાના હાથામાં અંદર કંઈક હોવાનું લાગ્યું એટલે તેમણે કુશન દૂર કરીને જોયું તો અંદર નોટોનું બંડલ હતું. ગણતરી કરી તો પૂરા ૪૦ હજાર ડોલર નિકળ્યા. આટલી રકમ જોઈને કોઈની પણ દાનત બગડે પણ ત્રણેય વિદ્યાર્થીએ સોફાનાં જૂનાં માલિક એવાં ૯૧ વર્ષનાં વિધવા વૃધ્ધાને શોધી કાઢીને તપાસ કર્યા પછી રકમ પાછી આપી દીધી. વૃધ્ધાએ તેમને ઈનામ તરીકે ૧૦૦૦ ડોલર ઇનામમાં આપ્યા. 

બજારની વાત                                               . 2 - image

મશરૂમ ખાધા પછી યુવકે ગુપ્તાંગ કાપી નાંખ્યું

ઓસ્ટ્રિયામાં બનેલી એક વિચિત્ર ઘટનામાં ૩૭ વર્ષના યુવકે સિલોસિબિન મશરૂમ ખાધા પછી થયેલી ખરાબ અસરના પ્રભાવ હેઠળ કુહાડીથી પોતાનુ ગુપ્તાંગ જ કાપી નાંખ્યું. મેગા જર્નલ ઓફ સર્જરીમાં છપાયેલી આ કેસની વિગતો પ્રમાણે, ડોક્ટરે સર્જરી કરીને તેનું ગુપ્તાંગ ફરી જોડી આપ્યું પણ સાથે સાથે મેજિકલ મશરૂમ તરીકે ઓળખાતા સિલોસિલિન મશરૂમથી સાવચેત રહેવાની ચેતવણી પણ આપી છે. મેજિકલ મશરૂમ ખાવાથી થયેલા આભાસના કારણે તેણે પોતાની જાતને જ શિકાર બનાવી દીધી. 

ડોક્ટરોનું કહેવું છે કે, જેમને પણ માનસિક બિમારી હોય તેમણે સાયકેડેલિક કમ્પાઉન્ડ ધરાવતીં કોઈ પણ વસ્તુ ખાતાં પહેલાં તેની અસરો શું થાય એ વિશે જાણી લેવું જરૂરી છે કેમ કે દર વખતે ડોક્ટરો સર્જરી કરીને સારવાર કરી આપે એવું બનતું નથી. આ યુવક ડીપ્રેશનનો શિકાર હતો અને વધારે પડતો દારૂ પીતો હતો તેથી સાયકીયાટ્રિસ્ટની સારવાર લેતો હતો. 

બજારની વાત                                               . 3 - image

દિલ્હીથી આવેલા ફેન સામે ધોનીએ જોયું પણ નહીં

સામાન્ય લોકોમાં સેલિબ્રિટી માટે જોરદાર ક્રેઝ હોય છે પણ સેલિબ્રિટીને તેની પરવા પણ નથી હોતી તેની સાબિતી આપતો વીડિયો વાયરલ થયો છે. ગૌરવ કુમાર નામનો મહેન્દ્રસિંહ ધોનીનો ફેન દિલ્હીથી ૧૨૦૦ કિલોમીટર સાયકલ ચલાવીને રાંચી પહોંચ્યો હતો. ધોનીને મળવા ગૌરવે ફાર્મહાઉસની બહાર એક અઠવાડિયા લગી ધામા નાંખ્યા પણ ધોનીએ તેને મળવાની તસદી સુધ્ધાં ના લીધી. અઠવાડિયા પછી ધોની કોઈ કામ માટે જીપમાં બહાર નિકળતો હતો ત્યારે ગૌરવ તેને મળવા દોડી ગયો પણ ધોની તેની સામે જોયા વિના હાથ હલાવીને નિકળી ગયો. ધોની કામ પતાવીને પાછો આવ્યો ત્યારે પણ એવું જ થયું. 

ગૌરવ આ પહેલાં ધોનીને મળવા માટે સાયકલ પર દિલ્હીથી છેક ચેન્નાઈ ગયો હતો. આઈપીએલની મેચ દરમિયાન તેણે ધોનીને મળવા પ્રયત્ન કરેલો પણ ધોનીએ તેને ભાવ જ નહોતો આપ્યો. 

બજારની વાત                                               . 4 - image

૩૧ વર્ષ પછી ટ્રેઝર હંટનો અંત, ૧૪ કરોડનો ખજાનો મળ્યો

પશ્ચિમના દેશોમાં બુક મારફતે કે ટીવી પર ટ્રેઝર હંટના શો સામાન્ય છે. બુક કે ટીવી શોમાં અપાતી હિંટના આધારે લોકો ખજાનાની શોધમાં સાહસિકો નિકળી પડે ને વરસોની મહેનત પછી ખજાનો શોધી કાઢે એવું બને છે. ફ્રાન્સમાં માઈકલ બેકરે ૧૯૯૩માં ગોલ્ડન આઉલ એટલે કે સોનાનું ઘુવડ જમીનમાં દટાયું હોવાનું ટ્રેઝર હંટ બુકમાં લખીને સોનાનું ઘુવડ કેવું દેખાય છે તેનું ચિત્ર આપેલું. બુકમાં ૧૧ પઝલ દ્વારા હિંટ આપીને બેકરે  લોકોને આ ઘુવડ શોધી કાઢવાની ચેલેન્જ આપી હતી. 

વિશ્વની સૌથી લાંબી આ ટ્રેઝર હંટનો ૩૧ વર્ષ પછી અંત આવ્યો છે અને કેટલાક સાહસિકે આ સોનાનું ઘુવડ શોધી કાઢયું હોવાનું જાહેર કરાયું છે. ખજાનો શોધનારનું નામ જાહેર કરાયું નથી પણ તેની કિંમત કેટલી છે તેની વિગતો આપી છે. આ વિગતો પ્રમાણે, સોનાનું ઘુવડ ૧.૫૦ લાખ યુરો એટલે કે લગભગ ૧૪ કરોડનું છે તેથી શોધનારા માલામાલ થઈ જશે. 

બજારની વાત                                               . 5 - image

જેકપોટ લાગ્યો તેમાં તો યુવતી પરેશાન થઈ ગઈ

મોટા ભાગનાં લોકો પોતાની પાસે મોટા પ્રમાણમાં ધન આવી જાય તો સુખી થઈ જવાય એવું માનતાં હોય છે પણ મિશેલ નામની અમેરિકન યુવતીએ ધનિક બન્યા પછી પોતે સાવ ગરીબ બની ગઈ હોવાનો દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે. આ યુવતીને ૪.૫૦ લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૫ કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો હતો. આ નાણાં મિશેલના ખાતામાં આવ્યાં કે તરત તેનાં સગાં-વહાલાં, બોયફ્રેન્ડ વગેરેએ નાણાં માગવા માંડયાં પણ મિશેલ આ નાણાં બચાવી રાખવા માગતી હતી તેથી ધીરે ધીરે બધાં તેનાથી દૂર થઈ ગયાં. 

મિશેલનો બોયફ્રેન્ડ  નોકરી છોડીને ધંધો કરવાની વાતો કરવા લાગેલો પણ મિશેલે ના પાડતાં જ એ છોડીને જતો રહ્યો. તેની બહેન અને માતા-પિતાએ પણ પોતાને હિસ્સો આપવા કહ્યું પણ મિશેલે ના પાડતાં એ લોકો પણ તેને છોડીને જતાં રહેતાં મિશેલ એકલી રહી ગઈ છે. 

બ્રાયન જોનસન યુવાન દેખાવા ૧૬ કરોડ ખર્ચશે

સદાબહાર એટલે કે હમેશાં નવયુવાન રહેવા માટે લોકો જાત જાતના નુસખા અપનાવે છે પણ અમેરિકન અબજોપતિ બ્રાયન જોનસન જેવું ગાંડપણ કોઈ ભાગ્યે જ કરે. યુવાન લોહી શરીરમાં આવશે તો ચામડી પર દેખાતી કરચલીઓ ઓછી થઈ જશે એવું કોઈએ કહેતાં ૪૬ વર્ષના બ્રાયને થોડા સમય પહેલાં પોતાના યુવાન દીકરાનું લોહી પોતાના શરીરમાં દાખલ કરાવ્યું હતું. તેના કારણે બહુ ફરક પડી ગયો હોવાનું લાગતાં બ્રાયન ભવિષ્યમાં પણ એવું કરવા માગે છે. બ્રાયન પોતાના ચહેરાની ચામડીને યુવા રાખવા માટે રોજ ૧૧૦ ગોળીઓ ખાય છે. 

અત્યાર સુધીમાં લાખો ડોલરનો ખર્ચ કરી ચૂકેલા બ્રાયન હવે યુવાન રહેવા માટે રેડ લાઈટ થેરેપી લઈ રહ્યા છે ને તેની પાછળ પણ ૨૦ લાખ ડોલર એટલે કે લગભગ ૧૭ કરોડ રૂપિયા ખર્ચ કરશે. બ્રાયનની કંપની કેરનેલ બ્રેઈન એક્ટિવિટી પર નજર રાખતી ડીવાઈસ બનાવે છે.


Google NewsGoogle News