એરાઉન્ડ ધ માર્કેટ .
ગ્રામીણ વેચાણમાં ગતિ ચાલુ રહેવાની અપેક્ષા
દેશની કેટલીક ટોચની ફાસ્ટ-મૂવિંગ કન્ઝયુમર ગૂડ્ઝ કંપનીઓ જુલાઇ-સપ્ટેમ્બરના સમયગાળામાં સતત ત્રીજા ક્વાર્ટરમાં ગ્રામીણ વેચાણની ગતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે, કારણકે અંતરિયાળ વિસ્તારોમાં માંગની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ગ્રામીણ પુનરુત્થાન વધુ સારું થઈ રહ્યું છે અને જ્યાં સુધી એફએમસીજી ક્ષેત્રે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રામીણ વોલ્યુમ વૃદ્ધિ શહેરી વોલ્યુમ વૃદ્ધિ કરતાં વધુ રહેશે.
છેલ્લા કેટલાક મહિનામાં ફુગાવો ઘટવાથી અને ગ્રામીણ વિકાસ પુનઃપ્રાપ્ત થતાં સ્થાનિક એફએમસીજી બજાર સકારાત્મક વપરાશ વલણો દર્શાવે છે. મજબૂત ગતિથી કંપનીઓએ ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગ્રામીણ વેતન અને બેરોજગારી એ ચાવીરૂપ મોનિટરેબલ હોવા છતાં, સામાન્ય કરતાં વધુ વરસાદે ભારતના ૭૫% જિલ્લાઓને આવરી લીધા છે, જે બજારને સ્થિર કરવામાં અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવામાં મદદ કરશે.
૧૦૦ અબજ ડોલરના વિદેશી રોકાણનો લક્ષ્યાંક
સરકાર આગામી વર્ષોમાં દર વર્ષે ૧૦૦ અબજ ડોલરના ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ઈન્ફલોના લક્ષ્ય પર વિચાર કરી રહી છે. ઔદ્યોગિક પ્રમોશન અને આંતરિક વેપાર વિભાગના સચિવ અમરદીપ સિંહ ભાટિયાએ જણાવ્યું કે આ ટાર્ગેટ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામમાં ભારત પરના વિશ્વાસને અનુરૂપ છે.
મેક ઈન ઈન્ડિયા પહેલાના ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિંહે કહ્યું, 'અમે ખૂબ ઊંચા રોકાણ પ્રવાહને લક્ષ્યાંકિત કરી રહ્યાં છીએ.
હાલમાં દર વર્ષે લગભગ ૭૦થી ૮૦ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવી રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે આગામી વર્ષોમાં આ આંકડો વધીને ઓછામાં ઓછા દર વર્ષે ૧૦૦ અબજ ડોલર થઈ જશે.'