Get The App

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image


ભારત-અમેરિકાનો વેપાર 17 લાખ કરોડને પાર થશે

વર્ષ ૨૦૦૦માં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦ બિલિયન યુએસ ડોલર હતો, આ આંકડો ૨૦૨૩ સુધીમાં વધીને ૧૯૫ બિલિયન યુએસ ડોલર થઈ ગયો છે, જ્યારે સંરક્ષણ વેપાર શૂન્યથી વધીને સમાન સમયગાળામાં વધીને ૨૪ બિલિયન ડોલર થઈ ગયો છે.  જાણકારોએ કહ્યું હતું કે ૨૦૨૪માં દ્વિપક્ષીય વેપાર ૨૦૦ બિલિયન યુએસ ડોલરના આંકને પાર કરે તેવી અપેક્ષા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, અમેરિકા ભારતમાં એફડીઆઈનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત હતો, અને ૪.૯૯ બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. ૩.૨૫ લાખ કરોડ ભારતમાં આવ્યા હતા.  જે કુલ એફડીઆઈ  ઇક્વિટી પ્રવાહના લગભગ ૯% હતા.  એપ્રિલ ૨૦૨૩ માં પ્રકાશિત અભ્યાસ મુજબ, ૧૬૩ ભારતીય કંપનીઓએ યુએસમાં ૪૦ બિલિયન ડોલર કરતાં વધુનું રોકાણ કર્યું અને ૪૨૫,૦૦૦ થી વધુ સીધી નોકરીઓનું સર્જન કર્યું છે.  નાણા મંત્રાલય અને યુ.એસ.  ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોઓપરેશન વચ્ચે ૨૦૨૨માં ઈક્વિટી રોકાણ, સહ-વીમો, અનુદાન, શક્યતા અભ્યાસ અને ટેકનિકલ સહાયને સક્ષમ કરવા માટે ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.  

2025માં રોજગારીમાં વધારો થશે

નવા વર્ષની શરૂઆત પહેલા રોજગારીના મોરચે સકારાત્મક સંકેત છે. ૨૦૨૫માં નવા રોજગારને લઈને ભારતીય આઈટી સેક્ટરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ઉદ્યોગનું ધ્યાન હવે નવી કુશળતા, ખાસ કરીને છૈં અને ડેટા સાયન્સ પર છે. ઉપરાંત, ટિયર-૨ શહેરોમાં થઈ રહેલા ફેરફારોને કારણે, આઈટી ક્ષેત્ર તેજી માટે તૈયાર છે. છેલ્લા એક વર્ષથી આ સેક્ટરમાં ધીમી ભરતીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક સંશોધન અહેવાલ મુજબ, ભારતમાં આઈટી  ક્ષેત્રે ૨૦૨૪ માં ઓનબોર્ડિંગમાં વિલંબ અને એકંદર હાયરિંગ પ્રવૃત્તિમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ૨૦૨૫ દરમિયાન પુનઃપ્રાપ્તિ અને વિકાસની અપેક્ષા છે. ૨૦૨૪ માં, ભારતીય આઈટી  સેક્ટરમાં પાછલા વર્ષની સરખામણીમાં લગભગ ૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે મુખ્યત્વે મુખ્ય આથક પડકારો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ઉદભવ્યો હતો.


Google NewsGoogle News