એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image


FII ને પડેલો બેવડો ફટકો

બજેટ ૨૦૨૪એ ભારતીય ઈક્વિટીમાં વિદેશી રોકાણ પર બ્રેક મારી  દીધી છે. વિશ્લેષકોના મતે વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે આ બેવડો ફટકો છે.  તેઓએ માત્ર કેપિટલ ગેઈન ટેક્સમાં ફેરફાર જ નહીં પરંતુ F&O સેગમેન્ટમાં ઉચ્ચ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને ફરજિયાત કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પર ટેક્સ ફેરફારોનો પણ સામનો કરવો પડશે. આગામી કેટલાક મહિનામાં કંપનીઓની અર્નિંગ ગ્રોથ, ગ્લોબલ સેન્ટ્રલ બેંકોનું પોલિસી સ્ટેન્સ અને અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જેવા મુદ્દાઓ સામે આવશે. પછી તેઓ તેમના વલણનું પુનઃમૂલ્યાંકન કરે તેવી શક્યતા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પાસે ઓગસ્ટ સિરીઝની શરૂઆતમાં ૬૨,૦૦૦ લાંબા કોન્ટ્રાક્ટ છે, જે જુલાઈ સિરીઝમાં ૩.૧૯ લાખ હતા. જોકે તેઓ સિંગલ સ્ટોક ફ્યુચર્સમાં મોટી લોંગ પોઝિશન્સ ચાલુ રાખે છે.  સિંગલ સ્ટોક ફ્યુચર્સમાં સ્ટેન્ડિંગ સોદા ૬.૭૨ લાખ કોન્ટ્રાક્ટના હતા જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૬.૧૦ લાખ કોન્ટ્રેક્ટ હતા. ડેટા દર્શાવે છે કે  ઈન્ડેક્સ ફ્યુચર્સ લોંગ-શોર્ટ રેશિયો જુલાઈ સિરીઝ દરમિયાન જુલાઈના મધ્ય સુધી લગભગ ૫થ૧ રહ્યો હતો.

એરાઉન્ડ ધ માર્કેટ                                               . 2 - image

સરકાર ધીરે ધીરે જૂની ટેક્સ સિસ્ટમનો અંત લાવશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે (CBDT) જણાવ્યું હતું કે એકવાર નવી આવકવેરા પ્રણાલીને કરદાતાઓની પૂરતી સંખ્યામાં સ્વીકારી લેવામાં આવે તો જૂની આવકવેરા પ્રણાલીને પણ દૂર કરી શકાય છે. ડાયરેક્ટ ટેક્સની સર્વોચ્ચ સંસ્થા બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે ૧૫ ટકા કન્સેશનલ ડયુટીનું વિસ્તરણ કંપનીઓ તેનો ઉપયોગ કરવાની રીત પર આધારિત છે. તેના વિસ્તરણ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.  આપણે જોવું પડશે કે કંપનીઓ ૧૫ ટકાની છૂટનો ઉપયોગ કેવી રીતે કરે છે.  આ મૂળભૂત રીતે પરિવર્તનનો તબક્કો છે.  લોકો નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરી રહ્યા છે, તેઓ તેને ફાયદાકારક માની રહ્યા છે. 


Google NewsGoogle News