એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image


નિર્ણાયક ખનિજોના બે ડઝનથી વધુ બ્લોક્સ માટે બિડિંગ 

સરકાર સોમવારે ક્રિટિકલ મિનરલ્સની હરાજીના પરિણામો જાહેર કરશે, જે ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવી હતી.  ખાણ મંત્રાલય પણ તે જ દિવસે લગભગ ૧૫ બ્લોકની હરાજીના ચોથા રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહ્યું છે. જે ૭ માઈનિંગ બ્લોક્સના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે તેમાં ગ્રેફાઈટ, મેંગેનીઝ, લિથિયમ, રેર અર્થ એલિમેન્ટ્સ, નિકલ, ક્રોમિયમ અને ફોસ્ફોરાઈટની ખાણોનો સમાવેશ થાય છે.  આ ખાણો ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આવેલી છે.  માર્ચમાં કેન્દ્ર સરકારે ઓફરના પ્રથમ રાઉન્ડમાં ૨૦ બ્લોકમાંથી ૧૩ બ્લોકની હરાજી પ્રક્રિયા રદ કરી દીધી હતી કારણ કે સંભવિત રોકાણકારોએ તેમાં મર્યાદિત રસ દર્શાવ્યો હતો.  પ્રથમ રાઉન્ડના બાકીના ૭ મિનરલ બ્લોકની પસંદગીની છેલ્લી તારીખ પણ ૧૧ માર્ચથી લંબાવીને ૮ જુલાઈ કરવામાં આવી હતી.

એરાઉન્ડ ધ માર્કેટ                                               . 2 - image

ડિપોઝિટ ખર્ચમાં વધારો થવાને કારણે બેન્કિંગ સેક્ટર પર દબાણ

નાણાંકીય વર્ષ ૨૦૨૫માં બેંકો માટે ભંડોળના ખર્ચમાં ૨૫-૩૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો થવાની ધારણા છે.  તેનું કારણ એ છે કે બેન્કોએ ફિક્સ ડિપોઝિટ પર સતત ફેરફાર કરીને વ્યાજ વધારવું પડે છે.  તેની અસર બેંકોના નફા પર પડી રહી છે. ક્રિસિલ રેટિંગ્સ અનુસાર, આ નાણાંકીય વર્ષ ૨૦૨૫માં  બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ રેટ માર્જિનમાં ૧૦-૨૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરીને ૩.૦ - ૩.૧ ટકા થઈ શકે છે.  બેંકોની અસ્કયામતો પરનું વળતર  પણ ઘટીને ૧.૧ થી ૧.૨ ટકા થઈ શકે છે જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૪માં તે ૧.૩ ટકા હતું. નવી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો મોટા ભાગે સપાટ થઈ ગયા છે.  જો કે, જૂની થાપણોના નવીનીકરણની બાકી રહેલી રકમ તેના પર અસર કરી રહી છે.  જ્યારે જૂની ડિપોઝિટ નવીકરણ માટે આવે છે, ત્યારે તેની કિંમત હાલની થાપણના ઊંચા દરે નવેસરથી નક્કી કરવી પડશે. મે ૨૦૨૨ થી વ્યાજ ચક્રને કડક બનાવ્યા પછી, થાપણોની કિંમતમાં ૧૪૦ બેસિસ પોઈન્ટ એટલે કે ૧.૪ ટકાનો વધારો થયો છે.


Google NewsGoogle News