એરાઉન્ડ ધ માર્કેટ .
ટેરિફ ઘટાડવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર
ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ જણાવ્યું હતું કે ભારત અને યુએસએ વાજબી અને સમાન વેપાર માટે ટેરિફ ઘટાડવા પર સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમને કહ્યું હતું કે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી વધુ ટેક્સ વસૂલતો દેશ છે. યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા આયોજિત એક ઈન્ડસ્ટ્રી ઈવેન્ટમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે ટેરિફ ઘટાડવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. વેપાર વધારવા અને તેને વધુ ન્યાયી અને સમાન બનાવવા માટે આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે.ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર ઝડપથી વધી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ ૧૨૦ બિલિયન ડોલર સુધી પહોંચ્યો છે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર અને સૌથી મોટું નિકાસ કેન્દ્ર છે.
ઉચ્ચ વળતરના દાવાઓ પર કડક કાર્યવાહી થશે
ઉચ્ચ વળતરનો દાવો કરતા લોકો અને સંસ્થાઓને રોકવાના પ્રયાસરૂપે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ 'પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન એજન્સી' શરૂ કરી છે. તેનું કામ રોકાણ સલાહકારો, સંશોધન વિશ્લેષકો, અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ અને આવી અન્ય સંસ્થાઓ દ્વારા રિપોર્ટ કરવામાં આવતા જોખમ અને વળતરના ભૂતકાળના આંકડા સાચા છે કે નહીં તે તપાસવાનું રહેશે. માર્કેટ રેગ્યુલેટરે જાહેરાત કરી હતી કે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ આવા કિસ્સાઓમાં વેરિફિકેશન એજન્સી તરીકે કામ કરશે જ્યારે સ્ટોક એક્સચેન્જ ડેટા સેન્ટર તરીકે કામ કરશે. ઇન્ડસ્ટ્રીના લોકો કહે છે કે વેરિફિકેશન એજન્સી કોઈપણ પ્રેઝન્ટેશન અથવા પ્રમોશનલ મટિરિયલમાં કોઈ દાવો કરવાના કિસ્સામાં ૈંજીૈં માર્ક જેવું હશે.