એરાઉન્ડ ધ માર્કેટ .
નિકાસ વૃદ્ધિમાં ઘટાડાની શક્યતા
ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં નોંધાયેલા ૫.૮ ટકા વૃદ્ધિની સરખામણીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ભારતની મર્ચેન્ડાઈઝ નિકાસમાં વૃદ્ધિ ઘટીને ૪ ટકા થઈ શકે છે તેમ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (એક્ઝિમ બેન્ક) એ જણાવ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષના સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં મર્ચેન્ડાઈઝ નિકાસમાં જે પણ વધારો થયો છે તે સતત મજબૂત આર્થિક પ્રવૃત્તિઓને કારણે થશે. જો કે, આ દ્રશ્ય કેટલાક જોખમોથી પ્રભાવિત થઈ શકે છે. આમાં વિકસિત અર્થતંત્રોની અનિશ્ચિત સ્થિતિ, ભૌગોલિક રાજકીય આંચકા, પશ્ચિમ એશિયાની કટોકટી, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપ અને અન્ય પરિબળોની વચ્ચે ભૌગોલિક- આર્થિક વિભાજનનો સમાવેશ થાય છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસ ઝડપી ગતિએ વધી હતી. એપ્રિલ-જૂન દરમિયાન, ભારતનું વિદેશી શિપમેન્ટ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૫.૮ ટકા વધીને ઇં૧૦૯.૯ બિલિયન થયું હતું. જુલાઈ-સપ્ટેમ્બક્ર ક્વાર્ટર દરમિયાન નોન-ઓઈલ નિકાસ વાર્ષિક ધોરણે ૬.૨૬ ટકા વધીને ૮૯.૮ બિલિયન ડોલર થવાની શક્યતા છે. કુલ મર્ચેન્ડાઇઝ નિકાસ અને નોન-ઓઇલ નિકાસમાં હકારાત્મક વૃદ્ધિ દર છેલ્લા ત્રણ ક્વાર્ટરથી ચાલુ છે અને તે ચાલુ રહેવાની શક્યતા છે.
FDI નિયમોમાં ફેરફાર અંગે વિચારણા
સરકાર વિદેશી રોકાણ (એફડીઆઈ)ના નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. સરકાર આ અંગે અલગ-અલગ લોકો સાથે વાટાઘાટો કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ એફડીઆઈ નીતિમાં શું ફેરફાર કરી શકાય તે જોઈ રહ્યું છે. વેપારના સંદર્ભમાં, ચીન નાણાકીય વર્ષ ૨૦૨૪માં ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર અને છેલ્લા ૧૮ વર્ષથી ભારતનો સૌથી મોટો આયાત ભાગીદાર છે. પડોશી દેશ સાથે ભારતની વેપાર ખાધ પણ નાણાકીય વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ રહી. ચીનમાં ભારતની નિકાસ ૯.૪ ટકા ઘટીને ૧.૦૫ બિલિયન ડોલર થઈ છે. જુલાઈમાં આયાત ૧૩ ટકા વધીને ૧૦.૨૮ બિલિયન ડોલર થઈ છે.