એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image


ફુગાવો સ્થિર થાય તે પછી નીતિગત પગલાંની વિચારણા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંક 'વધુ નીતિગત પગલાં' ત્યારે જ વિચારી શકે છે જ્યારે તેને સંપૂર્ણ ફુગાવો ચાર ટકા પર સ્થિર રહેવાનો વિશ્વાસ હોય. કેન્દ્રીય બેંકનો મુખ્ય ઉદ્દેશ ફુગાવાના દરને ચાર ટકાના લક્ષ્યાંકને અનુરૂપ લાવવાનો છે. જ્યાં સુધી  ફુગાવો આ લક્ષ્યાંકથી નીચે ન આવે ત્યાં સુધી દરો પર કોઈ કાર્યવાહી શક્ય નથી. આરબીઆઈના અંદાજ મુજબ, ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક ફુગાવો ડિસેમ્બર ક્વાર્ટરમાં ૩.૮ ટકા હતો, પરંતુ પછીથી તે ફરી પાંચ ટકા થઈ રહ્યો છે.

એરાઉન્ડ ધ માર્કેટ                                               . 2 - image

ફંડ્સ માટે ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ માર્કેટ ખોલવાની તૈયારી

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એવા પગલાં લેવાનું આયોજન કરી રહ્યું છે જે ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ (CDS) માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ્સની ભાગીદારી વધારશે અને તેમને વધુ સ્વાયત્તતા આપશે.  આ પગલાંઓમાં વિવિધ યોજનાઓમાં મ્યુચ્યુઅલ ફંડ્ને ખરીદદારો અને વિક્રેતા તરીકે ભાગ લેવાની મંજૂરી આપવા માટેની દરખાસ્તોનો સમાવેશ થાય છે. ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ જોખમ ઘટાડવામાં મદદ કરે છે અને ઓછા રેટેડ કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે.  આ ડિફોલ્ટના જોખમને ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ દ્વારા સ્વેપ કરવાની મંજૂરી આપે છે અને તે વીમા જેવું જ છે. ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ રોકાણકારને તેના ક્રેડિટ રિસ્કને અન્ય રોકાણકાર સાથે સરભર કરવાની મંજૂરી આપે છે.



Google NewsGoogle News