એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                                               . 1 - image


બેંકોના ખાનગીકરણ પર ભાર

સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન બેન્કિંગ સેક્ટરમાં સુધારાને આગળ ધપાવવા માટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ અને કેટલાક અન્ય કાયદાઓમાં સુધારાની દરખાસ્ત કરી શકે છે.  બજેટ સત્રમાં લાવવામાં આવનાર દરખાસ્તોનો ઉલ્લેખ કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે બેંકિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, ૧૯૭૦ અને બેંકિંગ કંપનીઓ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ)માં સુધારા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બે કાયદાઓને કારણે બેંકોનું બે તબક્કામાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જાહેર બેંકોના ખાનગીકરણ માટે આ કાયદાઓની જોગવાઈઓમાં ફેરફાર કરવા પડશે.

એરાઉન્ડ ધ માર્કેટ                                                               . 2 - image

ભારતમાં અસમાનતામાં થયેલો વધારો 

ભારતમાં ૨૦૨૦-૨૧ અને ૨૦૨૩-૨૪ વચ્ચે સંપત્તિ અને સામાજિક  સહિત અસમાનતામાં સામાન્ય વધારો થયો છે.  નીતિ આયોગ દ્વારા  બહાર પાડવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રિપોર્ટમાંથી આ વાત સામે આવી છે.  યુનાઈટેડ નેશન્સ  દ્વારા નિર્ધારિત ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ  સ્કેલના આધારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ  ઈન્ડિયા ઈન્ડેક્સ રિપોર્ટમાં ભારતની કામગીરી દર્શાવાઈ છે.  જે મુજબ, અસમાનતા ઘટાડવાના સંદર્ભમાં ભારતનો એકંદર સ્કોર ૨૦૧૮માં ૭૧થી ઘટીને ૨૦૨૦-૨૧માં ૬૭ થઈ ગયો છે અને ૨૦૨૩-૨૪માં માત્ર ૬૫ પર છે. 


Google NewsGoogle News