Get The App

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image


ઘઉંની આવકમાં ઘટાડો થવાથી ભાવમાં વધારો

 ઘઉંના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આનું કારણ આવકમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે.  બીજીતરફ ઘઉંની મજબૂત માંગને કારણે તેના ભાવ વધી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે જો સરકાર જલ્દીથી ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ નહીં કરે તો ભાવ વધુ વધી શકે છે.  છેલ્લા મહિનાથી ઘઉંના ભાવમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં ઘઉંના ભાવ વધીને ૩,૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નજીક પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં તેના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો વધારો થયો છે. આ વર્ષે ઘઉંના ભાવમાં લગભગ ૧૩ ટકાનો વધારો થયો છે. ઉત્તર પ્રદેશમાં ઘઉં ૨,૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે.  ઘઉંની આવક ઘટવાથી ભાવ વધી રહ્યા છે.  છેલ્લા એક મહિના દરમિયાન મંડીઓમાં લગભગ ૯.૧૫ લાખ ટન ઘઉંની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૧.૩૫ લાખ ટનની આવક કરતાં ૨૦ ટકા ઓછી છે.  આવકમાં ઘટાડો થયો હોવા છતાં, ઘઉંની માંગ મજબૂત છે. 

માઇક્રો ફાઇનાન્સ સેક્ટર પરનું દબાણ થોડા મહિનામાં ઘટશે

આગામી થોડા મહિનામાં માઇક્રો ફાઇનાન્સ સેક્ટર પરનું દબાણ ઓછું થવું જોઈએ. આ સેક્ટર છેલ્લા પાંચ-છ મહિનાથી ભારે પડકારોનો સામનો કરી રહ્યું છે અને તેના કારણે સેક્ટરમાં લોન એસેટની ગુણવત્તામાં તીવ્ર ઘટાડો થયો છે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે માઇક્રો ફાઇનાન્સ ધિરાણ સાથે સંકળાયેલી બેંકો અને એનબીએફસી માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ હેઠળ, લોન લેનારાઓએ નવી લોન લેતા પહેલા અગાઉના ઉધારની સંપૂર્ણ ચુકવણી કરવી પડશે. આ સેક્ટરને કોરોના વેળા સખત ફટકો પડયો હતો. નાના અને મધ્યમ શહેરોમાં છૂટક વેપાર અને નાના ઉત્પાદન વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.  તેઓ હજુ સુધી પ્રી-કોવિડ સ્તરે પહોંચ્યા નથી.  


Google NewsGoogle News