એરાઉન્ડ ધ માર્કેટ .
નાની બચત યોજનાઓના વ્યાજ દર ઘટવાની શક્યતા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને ૬.૫ ટકાથી ૬.૨૫ ટકા કરાયા બાદ હવે વપરાશ વધારવા માટે, નાણા મંત્રાલય આગામી નાણાકીય વર્ષમાં નાની બચત યોજનાઓ પરના દર ઘટાડવાનું વિચારી શકે છે. સરકારી સૂત્રો અનુસાર નાની બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, માસિક આવક ખાતા યોજના, કિસાન વિકાસ પત્ર, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના, પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષથી આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા થવાની શક્યતા છે. નાની બચત યોજનાઓ પરના દરોમાં ઘટાડાથી ખાતાધારકોને તેમના નાણાં ખર્ચવા માટે પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે, જેનાથી અર્થતંત્રમાં માંગ અને વપરાશ વધશે અને ખાનગી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન મળશે.
હળદરનું ઉત્પાદન વધવા અંગે શંકા
હળદરના નવા પાકનું આગમન શરૂ થઈ ગયું છે. તેની અસર હળદરના ભાવ પર જોવા મળી રહી છે. નવી આવકોના દબાણને કારણે છેલ્લા કેટલાક દિવસોથી હળદરના ભાવ ઘટી રહ્યા છે. આ સિઝનમાં હળદરના વાવેતર હેઠળનો વિસ્તાર વધ્યો છે. પરંતુ કમોસમી વરસાદને કારણે, વાવેતર વિસ્તારમાં થયેલા વધારાના પ્રમાણમાં હળદરના ઉત્પાદનમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. નિષ્ણાતોના મતે, હળદરનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ રહી શકે છે અથવા ગયા વર્ષ કરતાં થોડું વધારે રહી શકે છે. આ સિઝનમાં હળદરનો વાવેતર વિસ્તાર ૩.૩૦ લાખ હેક્ટર નોંધાયો છે,