Get The App

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image


રશિયન કંપનીઓ ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા આતુર 

'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ રશિયન કંપનીઓ ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા આતુર છે કારણ કે ભારતમાં રોકાણ કરવું નફાકારક છે તેમ રશિયન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. આયાત અવેજી કાર્યક્રમ હેઠળ, રશિયન બજારમાંથી બહાર નીકળી ગયેલી પશ્ચિમી બ્રાન્ડ્સને બદલવા માટે નવી રશિયન બ્રાન્ડ્સ ઉભરી આવી છે.  સ્થાનિક ઉત્પાદકોએ ઉપભોક્તા ઉત્પાદનો, માહિતી તકનીક, ઉચ્ચ તકનીક અને કૃષિ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.  ભારત અને રશિયાએ આ વર્ષે જુલાઈમાં દ્વિપક્ષીય વેપારને ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરથી વધુ સુધી લઈ જવા માટે સંમતિ દર્શાવી હતી.  તેમનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૨-૨૩માં ૪૯.૪ બિલિયન ડોલરથી વધીને ૨૦૨૩-૨૪માં ૬૫.૪૨ બિલિયન ડોલર થયો હતો. જોકે, ક્રૂડ ઓઈલની આયાતમાં વધારાને કારણે વેપાર ખાધ રશિયાની તરફેણમાં છે.

એરાઉન્ડ ધ માર્કેટ                                               . 2 - image

નાની સાઈઝના ડિજિટલ પેમેન્ટ સરળ બનશે

ભારતીય રિઝર્વ બેંકે  યુપીઆઇ લાઇટ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન અને વોલેટ મર્યાદામાં વધારો કર્યો છે. રિઝર્વ બેંકે યુપીઆઇ લાઇટની મર્યાદા વધારીને રૂ. ૧,૦૦૦ કરી છે જ્યારે વોલેટની મર્યાદા વધારીને રૂ. ૫,૦૦૦ કરી છે. અગાઉ, યુપીઆઇ લાઇટ દ્વારા ટ્રાન્ઝેક્શન મર્યાદા ૫૦૦ રૂપિયા અને વૉલેટની મર્યાદા ૨,૦૦૦ રૂપિયા હતી. બેન્કિંગ રેગ્યુલેટરે ઓછી કિંમતની ડિજિટલ પેમેન્ટ્સના ઑફલાઇન મોડ માટેના ડ્રાફ્ટમાં સુધારો કર્યો છે.  યુપીઆઇ લાઇટ યુપીઆઇ પિન વિના ઓછા મૂલ્યના વ્યવહારોને મંજૂરી આપે છે.



Google NewsGoogle News